SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ભય થીસમો તથા એકથૌસમ નયસારના ભવમાં સમતિ પ્રાપ્ત થયા પછી સત્તાના મોહમાં અને કુળમદના પરિણામે, તેમજ વિશ્વભૂતિના ભવમાં કરેલા અભિમાન અને ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં શય્યાપાલક પર કરેલ ક્રોધથી અશુભ કર્મોની પ્રબળતા વધતા ત્રિપૃષ્ટ વાસુદેવનો જીવ નરકમાં તિર્યંચગતિમાં સિંહ તરીકે અને એકવીસમાં ભવે ચોથી નારકીમાં ગયો. સિંહના ભવે અનેક પ્રકારની ઘોર હિંસા પછી ફરી ભવોની પરંપરા ચાલી. આ રીતે નયસાર જેવો ભકિતવંત આત્મા કયાંથી કયાં સ્થાન પામે છે તે ખરેખર ! કર્મોનું જ પરિણામ છે. ભવ્ય બાથોસમ) રથપુરનગરમાં પ્રિય મિત્ર રાજા ધર્મપરાયણ અને પ્રજાવત્સલ રાજા તરીકે પ્રખ્યાત હતા. તેમની પત્ની વિમલારાણી પણ પતિવ્રતા બનીને રાજય શોભા સમાન હતા. નયસારનો જીવ બાવીસમાં ભવે વિમલારાણીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. તેમનું નામ વિમલકુમાર રાખવામાં આવ્યું. બચપણથી જ વિમલકુમાર વિવિધ કલાના પારંગત થયા. રાજકુમાર તરીકે પોતાની ફરજ બરાબર સમજતા તે યૌવનવયે સૌના પ્રિયજન બની ગયા. પ્રિય મિત્ર રાજાએ વિમલકુમારને રાજયનો ભાર સોંપી દીક્ષા લીધી. વિમલરાજા ન્યાયપ્રિય તેમજ પરોપકારી હતા. જો કોઈ જીવો દુઃખી હોય તો તે જીવની સારસંભાળ પૂરી રીતે કરાવતા. આ રીતે પાપકર્મોનો ક્ષય થતો ગયો અને પુણ્યકર્મનો ઉદય થયો. એક વખત શિકારીની જાળમાંથી તેમણે એક હરણને બચાવ્યું. અનુક્રમે સાધુ ભયવંતના ઉપદેશથી તેમને આ સંસાર અસાર લાગ્યો અને દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ ચારિત્રપાલન અને મક્કમ ભાવે આરાધના કરી તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ( ) ભવ્ય શ્રેણીસમો. અપરવિદેહમાં મૂકાનગરીમાં ધનંજય નામે રાજા હતા. ત્રિપૃષ્ટવાસુદેવનો જીવનરકમાંથી નિકળી કેસરીસિંહ થયો. આ પછી ચોથી નરકે ગયો. ત્યાંથી મનુષ્યગતિમાંથી અન્ય ભવો પામી શુભ કર્મના ફળ રૂપે ધનંજય રાજાના પુત્ર તરીકે અવતર્યો, ત્યારે ધનંજય રાજાની રાણી ધારિણીએ ચક્રવર્તીના આગમનને સૂચિત કરનાર વૃષભ આદિ ચૌદ સ્વપ્નોના દર્શન કર્યા. તીર્થકર પુત્રના આગમન સમયે પણ તેમની માતા આ જ ચૌદ સ્વપ્નોનાં દર્શન કરે છે, પરંતુ એ સ્વપ્નો આ સ્વપ્નો કરતાં વધુ તેજસ્વી હોય છે. અહીં ધારિણીએ સ્વપ્નો વિષે ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થવાના મંગળ વધામણા આપ્યા. રાણી આ સાંભળી અત્યંત ખુશ થયા. પોતાને એક ચક્રવર્તી પુત્રની માતા બનવાનું મહાન સૌભાગ્ય પ્રાપ્ત થશે એની ખુશીમાં ધારિણીએ એ પછીના દિવસો ખૂબ જ ખુશીમાં પસાર કર્યા. indi ( 168 ) ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy