SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્રીપનાં ભરતક્ષેત્રમાં છત્રા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. માતાના પુણ્યોદયે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ જે રીતે થાય, એ મુજબ જિતશત્રુ રાજાની રાણી ભદ્રાને ઉત્તમ પુત્રની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે ઉત્તમ પુત્રનું નામ નંદન રાખવામાં આવ્યું. નંદનકુમાર વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી યૌવનવય પામ્યા અને કુશળ રાજવી પુરૂષ બન્યા ત્યારે જિતશત્રુ રાજાએ ચારિત્ર લીધું. રાજકારભારમાં નીતિ અને સુંદર આચાર ચૂકયા વગર ગૃહસ્થાશ્રમમાં રહીને નંદનરાજાએ ધર્મ આચરણમાં વિક્ષેપ ન પાડયો. પૂર્વભવના પુણ્યોદયે તે અનાશકત ભાવથી રાજય ભોગવતા હતા. જેના હૃદયમાં સંયમ, સાધના અને સમજણનો દીપક જલતો હોય તે સુખ સાહ્યબીમાં પણ જલકમલવત્ રહી શકે છે. જન્મથી ચોવીસ લાખ વર્ષ પછી નંદનરાજાએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. સંયમના સાચા ઉપાસક એવા નંદનરાજા હવે નંદનમુનિ બન્યા. તે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી પર થઈ, રાગ-દ્વેષથી મુકત બની, ત્રણ દંડ, ત્રણ શલ્યો અને ચાર કષાયોથી પર રહી પાંચ મહાવ્રતનું પાલન કરી, પ્રતિદિન સ્વાધ્યાય પ્રવૃત્તિમાં રહી, પાંચ ઈન્દ્રિયોના સુખથી વિરકતભાવે, નવ પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરી, છ કાયના જીવોની રક્ષા કરતા, દસ પ્રકારના યતિધર્મનું બરાબર પાલન કરી અને નિષ્કામ ભાવે કષ્ટો સહન કરતા ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું. આવા નંદમુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. જન્મ-જરા-મ૨ણ-રોગ-શોક-આધિ-વ્યાધિ-ઉપાધિ અને સંતાપથી ભરેલા આ સંસારના જીવોને જોઈ નંદનમુનિના આત્મામાં ભાવદયા જાગી ઉઠતી. વિશ્વના તમામ જીવોનુ સુખની પ્રાપ્તિરૂપે મોક્ષમાર્ગ મળે એ માટે પોતાના જીવનથી તે આચરણ શરૂ કર્યું તેથી નંદનમુનિનાં હૈયામાં શાસનપ્રભાવના વિષે પણ અખૂટ પ્રેમ હતો. ઉત્કૃષ્ટ ભાવના સાથે નંદનમુનિએ વીસ સ્થાનક તપની ઉત્કૃષ્ટ આરાધના કરી અને જીવનને ઉન્નત માર્ગે લઈ જનાર તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. માસક્ષમણનાં પારણે માસક્ષમણ કરનાર આ મુનિવરે જીવનપર્યંત અનુપમ આરાધના, સર્વ જીવોની ક્ષમાયાચના અને વીસસ્થાનકપદની ઉત્તમ સાધના સાથે સમતાયુકત, સમાધિયુકત અને ધર્મના પ્રભાવે સુખરૂપ કાળધર્મ પામી આ શબ્દો ઉચ્ચાર્યા, "જ્ઞાનાચાર, દર્શનાચાર, સુક્ષ્મ, બાદર કે મન, વચન અને કાયાના પરિગ્રહથી, ચારિત્રાચાર, તપાચાર કે કે વિર્યાચાર સંબંધી મને કોઈ અવિચાર ચારેય ગતિમાં કે વિર્યાચાર સંબંધી મને કોઈ અવિચાર ચારેય ગતિમાં પરિભ્રમણ કરતા લાગ્યા હોય તો મને ક્ષમા કરજો. જિનોદિત ધર્મ સિવાય આ સંસારમાં કોઈ ધર્મ નથી, મારે બીજાં કોઈનું શરણ નથી. આત્મા શરીરથી પર છે અને શરીર અશુચિનું સ્થાન છે માટે ઉચ્ચ આત્મા કે બુદ્ધિમાન શરીરનો મોહ રાખતો નથી. હું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય મહાત્માઓ તથા શીલવ્રતધારી સાધુઓને પ્રણામ કરું છું.' આ સમયે સાઠ દિવસનું અનશન પૂર્ણ કરી જયારે નંદનમુનિ કાળધર્મ પામ્યા ત્યારે સંપૂર્ણ રીતે વિષય, કષાય, રાગાદિથી મુકત થયા હતા. સમાધિપૂર્વક કાળધર્મ પામી છવીસમાં ભવે નંદનમુનિ પ્રાણાત નામના દસમાં દેવલોકમાં દેવતા તરીકે સ્થાન પામ્યા. ત્યાં તેમણે મહર્દિક દેવપણામાં દેવદૃષ્ય વસ્ત્ર દૂર કરી જોયું તો અત્યંત સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી જોઈ. અવધિજ્ઞાનથી જોતા તેમને પૂર્વભવ અને ઉત્તમ વ્રતો યાદ આવ્યા. સર્વ દેવતાઓ પણ ત્યાં હાજર હતા. સૌ દેવતાઓ તેમને અંજલિ જોડી, પ્રણામ કરી અને વિનંતી કરી કહેવા લાગ્યા. ''હે જગતના ઉપકારી! તમે અમારા સ્વામી છો, આ સુધર્મા નામે સભા છે. તમે વસ્ત્રાલંકારથી અલંકૃત થઈ Jain Education International --- 170 ➖➖➖ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy