SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પધારો, અમે તમારો અભિષેક કરી ધન્ય બનીએ. “આરીતે દેવતાઓના કહ્યા અનુસાર વસ્ત્રાલંકારથી અલંકૃત થઈ તેઓ સિંહાસન પર બિરાજ્યા ત્યારે, અભિષેક કરી દેવતાઓએ સ્વકર્તવ્ય પૂર્ણ કર્યું. આ રીતે તીર્થકર થનાર દેવતાઓની માફક તેમણે વીસ સાગારોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ સત્તાવીસમો સુમધુર સંગીતમય વાતાવરણનો મધુર ધ્વનિ, વસંતઋતુમાં ધીમે ધીમે ઉઘડતી કળીઓની મોહક અદા, ઊંચા ઊંચા ગિરિશંગોના ખડકાળ હૃદયમાંથી પ્રગટતા નજાકત ઝરણાં અને અંધારા આકાશનાં કાળા ડિબાંગ સામ્રાજ્ય વચ્ચે ટમટમ થતાં તારક મંડળો જે રીતે ગજબ સૌન્દર્યરચે છે, એ રીતે કોઇ મહાપુરૂષના જન્મ સમયે ધરતીનું કણેકણ પાવન બની જાય છે. ધરતી ધાન્યથી ભરપૂર થાય, સરિતાના નીર જળરાશિથી છલકાવા માંડે અને સૂર્ય તથા ચંદ્રનાં તેજ પણ વધવા લાગે ત્યારે કોઇ તીર્થંકર પરમાત્માના જન્મનું સૂચન થાય. આવું જ વાતાવરણ સર્જાયું હતું આ જંબૂદ્વીપનાં ભરતક્ષેત્રનાં ક્ષત્રિયકુંડમાં આવેલાં બ્રાહ્મણકુંડગામનું. બ્રાહ્મણકુંડગામમાં કોડાલસ કુળમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ હતા. તેમના પત્ની દેવાનંદાનું મન કોઇ અનેરા ભાવથી આનંદિત થયું હતું. તેની કુક્ષિમાં નંદનમુનિનો જીવ દ , દેવલોકમાંથી ચ્યવીને અવતરણ પામ્યો હતો. એટલે કે શ્રી વીર પ્રભુનાં જીવનું દેવાનંદાની કુક્ષિમાં અવતરણ થયું હતું. એ મહાન દિવસ એટલે અષાડ સુદ છઠ્ઠનો દિવસ. આ સમયે દેવાનંદાએ વૃષભ, હાથી, કેસરીસિંહઆદિચૌદમહાસ્વપ્નો જોયાં. તેની સમૃદ્ધિમાં અમાપ વધારો થયો. ચૌદ રાજલોકમાં પ્રકાશનાં પુંજ પ્રગટી ઊઠ્યાં. કોઇમહાન પુરૂષની માતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું સુખ આ સમયે દેવાનંદાએ અનુભવ્યું. પરંતુ બળવાન કર્મરાજાની ગતિને કોઇ પામી શકતું નથી. કર્મરાજાના હાથમાં દરેક જીવને કટપૂતળીની જેમ નાચવું પડે છે. મરિચિના ભવમાં કરેલા કુળમદનાં કારણે આ ભવમાં ક્ષત્રિય કુળમાં અવતરણ થવાને બદલે દરિદ્રકુળમાં વીરપ્રભુનો જીવ ઉત્પન્ન થયો. દેવાનંદાના ગર્ભમાં આવ્યા પછી બાસી દિવસ પસાર થયા પછી સૌધર્મ દેવલોકના ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. આથી અવધિજ્ઞાનથી ઇન્દ્ર જાગ્યું કે પ્રભુનું ચ્યવન દેવાનંદાની કુક્ષિમાં થયું છે તેથી તે ચિંતવવા લાગ્યા, “ત્રણજગતના નાથ ક્યારેય તુચ્છકુળમાં ઉત્પન્ન થતા નથી. તેઓ હંમેશા ક્ષત્રિયકુળમાંજ ઉત્પન્ન થાય છે. તેમણે મરિચિના ભવમાં કરેલાં કુળમદનાં કારણે પ્રભુ નીચ ગોત્રમાં ઉત્પન્ન થયા છે, પરંતુ અહંતોને ઉચ્ચ કુળમાં લઈ જવાનો અમારો ધર્મ છે.” આ વિચાર કર્યા પછી સૌધર્મઇન્દ્ર પોતાના શાશ્વતા આચારનું પાલન કરવા પોતાના સેનાપતિ હરિગેંગમેશી દેવને બોલાવ્યા. ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા પણ ગર્ભવતી હતા તેથી સૌધર્મઇન્દ્ર હરિગેંગમેશી દેવને ત્રિશલા રાણી અને દેવાનંદાના ગર્ભની અદલ બદલ કરવાની આજ્ઞા કરી. આજ્ઞા મુજબ તે દેવે બન્નેના ગર્ભની અદલ બદલ કરી, આ સમયે દેવાનંદાએ પહેલા જોયેલાં ચૌદ મહાસ્વપ્નો પોતાનાં મુખમાંથી પાછા જતા જોયાં. તે તરત જ અસ્વસ્થ બની ગઈ. પોનાતે આ બાબતની જાણ થઈ હોય એ રીતે દેવાનંદા વિલાપ કરવા લાગી. ગર્ભનું હરણ થાયની દહેશત સાચી પડી હોય એ જાણી દેવાનંદા પોતાના નસીબને દોષિત માનવા લાગી. વિધિની વિચિત્રતા કરતા આ પોતાનાં કોઇ કર્મનું ફળ હોય એવું મનોમન વિચારતી દેવાનંદા પરમ સુખથી વંચિત રહી. ( 17 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy