________________
આ બાજુ ત્રિશલા રાણીએ આ જ સમયે હાથી, વૃષભ, સિંહ આદિ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. એમને તો પોતાના ગર્ભનું હરણ થયાનો કોઈ અનુભવન થયો. મહાસ્વપ્નોનાં કારણે તેઓ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. દેવાનંદાની સ્થિતિ અત્યંત કરુણ બની હતી. જ્યારે અહી ત્રિશલા રાણીના આનંદનો પાર ન હતો. હાથમાં આવેલું સુખછિનવાઇ જવાનું દુઃખકેવું હશે એ પીડાતો એ વ્યક્તિ જાણતી હોય. હોઠ સુધી આવેલો પ્યાલો જો પાછો ખેંચી લેવાય, તો તૃષાની પીડા અત્યંત વધી જાય છે. દેવાનંદાની સ્થિતિ આવી થઇ ગઇ હતી. ત્રિશલામાતા આ જ સમયે પ્રસન્નતા અનુભવતા હતા. મહાસ્વપ્નોના ફળ વિષે જ્યારે વખપાઠકો અને સિદ્ધાર્થ રાજાએ ભવિષ્ય ભાખ્યું કે તીર્થંકર પરમાત્માની માતા બનનાર આવાં ચૌદ મહાસ્વપ્નો જુએ છે, ત્યારે ત્રિશલા રાણીનું મન સુખના સાગરમાં લહેરાવા લાગ્યું. પુણ્યકર્મના પ્રભાવથી જ આવું સ્વર્ગીય સુખ પ્રાપ્ત થયાનો સંતોષ તેમના ચહેરા પર વંચાતો હતો.
જ્યારથી પ્રભુ ત્રિશલારાણીના ગર્ભમાં આવ્યા ત્યારથી જ ઇન્દ્રની આજ્ઞાથી જુંભક દેવતાઓ સિદ્ધાર્થ રાજાના મહેલમાં ધનનું સ્થાપન કરવા લાગ્યા. ગર્ભમાં અવતરેલા પ્રભુના પ્રભાવથી આખું કુળ ધન, ધાન્યથી સમૃદ્ધ બનવા લાગ્યું. અત્યાર સુધી જે રાજાઓ સિદ્ધાર્થ રાજા સાથે કોઇ પ્રકારના વેરભાવથી વર્તતા હતા, તેઓ અત્યારે સામેથી જ નમવા લાગ્યા. ધરતીના ખોળે ધાન્યની વૃદ્ધિ થઈ. સરોવર, નદી-નાળા પાણીથી છલકાવા લાગ્યા. સમગ્ર સૃષ્ટિ પર કોઇ ઉજજવળ સંકેતનો પ્રભાવ થયો હોય એવી નવપલ્લવિત પ્રસન્નતા છવાઇ ગઇ. પ્રકૃતિ આનંદ વિભોર બની ગઇ! વિશ્વના ઉદ્ધારક વિરાટમૂર્તિદેવલોકમાંથી આ મુગલોકમાં આવ્યા હતા. ચૌદરાજલોકમાં પ્રકાશના પુંજ પથરાયા. નારકીના જીવોએ પણ અપૂર્વસુખનો ક્ષણિક અનુભવ કર્યો.
ગર્ભમાં રહેલા પ્રભુએ એક વખત વિચાર કર્યો, “મારાહલનચલનથી માતાજીને વેદના થતી હશે, લાવને... હું સ્થિર થઇ જાઉં ! '' આ વિચારથી પ્રભુએ સર્વ અંગની ક્રિયાઓ સંકોચી લીધી. ગર્ભનું હલનચલન બંધ થયું, પરિણામે ત્રિશલામાતાને ચિંતા થવા લાગી, “મારો ગર્ભગળી ગયો કે તે કોઇએ હરી લીધો? જો આવું થયું હોય તો મારે હવે જીવીને શું કામ છે? હું મૃત્યુ પસંદ કરીશ પણ મારા ગર્ભનો વિયોગ મારાથી સહન નહી થાય.” આવો વિચાર કરતા તે રડવા લાગ્યા, ખાવા-પીવાનું પણ છોડી દીધું અને તેમના ચહેરા પર નિરાશાનાં વાદળો છવાઇ ગયાં,
આ સમયે ત્રણ જ્ઞાનના ધારકપ્રભુએ જ્ઞાન વડે જોયું અને વિચાર્યું, “જેમાતાએ હજુ મારું માં પણ જોયું નથી, એને આટલો મોહ છે તો મારા જન્મ પછી તો કેટલો આનંદ હશે ?” માતા - પિતાના સુખ ખાતર પ્રભુએ ગર્ભમાં જરા હલનચલન કર્યું. બસ, માતાનું બધું જદુઃખદૂર થઇ ગયું. “મારો ગર્ભ સલામત છે.” એમ જાણી માતા પ્રસન્ન થયાં. સિદ્ધાર્થ રાજા પણ આ વાત જાણી ખુશ થયા. પરંતુ પ્રભુ વિચારવા લાગ્યા, “મારા મોહમાં મારા માતાપિતા આટલા બધા ખુશ છે, તો મારા જન્મ પછી મને વિરાગભાવે આ સંસાર છોડવાની રજા આપશે ? તેમની આજ્ઞા વગર હું નિગ્રંથ બની શકું? જો હું માતા-પિતાનો વિનય ચૂકીશ તો આ જગતને વિનયનું જ્ઞાન શી રીતે પ્રદાન કરીશ ? તો બસ, અહીં જ, અત્યારે જ હું પ્રતિજ્ઞા કરું છું કે, માતા-પિતા જીવતાં હશે, ત્યાં સુધી હું દીક્ષા લઇશ નહીં.' આ રીતે સાતમાં માસે પ્રભુએ ગર્ભમાં જ આવો અભિગ્રહ કર્યો. મહાન આત્માઓ હંમેશા ઔચિત્યની આરાધના કરે છે.
ગર્ભધારણ કર્યા પછી ત્રિશલામાતાઆ રીતે દિવસો પસાર કરવા લાગ્યા. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂરી થતાં એટલે કેનવમાસ અને સાડી સાત દિવસ પૂરી થયા. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને હતાં અને ચંદ્રહસ્તોત્તર નક્ષત્રમાં હતો ત્યારે
i
72
,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org