________________
શ્રી પાર્થ્યનાથપ્રભુનું ચરિત્ર
વાણીના સર્વ દોષને દૂર કરવાની હે વિદ્યાદા સરસ્વતી દેવી !
ત્રણ લોકમાં મુગટ સમાન, અંતરીક્ષ પ્રભુ શ્રી પાર્શ્વનાથ તીર્થંકરનુ ચરિત્ર આલેખન કરવું એટલે હાથમાં કોડિયું લઈ સૂર્ય સામે ધરવું. છતાં આ વિનમ્ર પ્રયત્નો માટે આપની કૃપાદષ્ટિ વરસો અને પ્રભુનાં મંગલમય જીવનનું એકાદ બિંદુ પણ વ૨સી જાય તો પાવન થઈ જવાની ઈચ્છાને પૂર્ણ કરવાની પ્રાર્થનામાં આપ સહાયભૂત થાઓ !
શ્રી પાર્શ્વનાથ પ્રભુના દસ ભલો નીચે પ્રમાણે છે :
પહેલો ભવ – મરુભૂમિ,
-
બીજો ભવ – હાથી,
ત્રીજો ભવ – સહસ્ત્રાર દેવલોકમાં દેવતા,
ચોથો ભવ – કિરણવેગ મુનિ,
પાંચમો ભવ – બારમાં દેવલોકમાં દેવતા,
છઠ્ઠો ભવ – શુભંકરા નગરીમાં વજીનાભ રાજા,
સાતમો ભવ – મધ્ય ચૈવેયકમાં લલિતાંગ નામે દેવતા,
આઠમો ભવ – પુરાણપુરમાં સુવર્ણબાહુ રાજા,
નવમો ભવ – દસમાં દેવલોકમાં દેવ અને
દસમો ભવ – વારાણસી નગરીમાં પાર્શ્વકુમાર તરીકે જન્મી શ્રી પાર્શ્વનાથ પ્રભુ – ત્રેવીસમાં તીર્થંકર
Jain Education International
142
For Private & Personal Use Only
www.jainelibrary.org