SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ પ્રભુનું ચરિત્ર હે હંસવાહિની માતા સરસ્વતી ! જેણે કર્મોરૂપી શત્રુઓને હરાવીને મોક્ષરૂપી વિજયપતાકાઓ લહેરાવીને પોતાના આત્માને સિદ્ધરૂપ સ્થાપિત કર્યો છે તેમ જ જેમના સ્મરણથી સર્વ પાપનો નાશ થાય એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રીઅજિતનાથના ચરણકમળમાં નમસ્કાર કરી, હવે તેમનું ચરિત્ર-ગઠન કરવાનો આ વિનમ્ર પ્રયાસ છે. જેમાં આપની કૃપા દૃષ્ટિ સાંપડે એવી અભ્યર્થના ! ભવ પહેલો સર્વ દ્વીપોમાં કેન્દ્ર સમાન જંબુદ્વીપનો મધ્યભાગ કે જ્યાં ચોથા આરામાં દુઃખમ-સુખમ જોવા મળે છે, એવા મહાવિદેહ નામના ક્ષેત્રમાં, દક્ષિણે અતિ સમૃદ્ધ વત્સ નામે વિજયમાં સુશીમા નામે નગરી હતી. આ નગરીની ભવ્યતા અને સમૃદ્ધિ અપાર હતી. તેના ભવ્ય મહાલયોની દીવાલોમાં જ્યારે તેમાં રહેતી સ્ત્રીઓનું પ્રતિબિંબ પડતું ત્યારે જાણે કે અનેક પ્રતિબિંબો ઝીલાતા અત્યંત રોમાંચક દૃશ્ય ઊભું થતું. ચૈત્યો પર ફરકતી ધજાઓ, ઊંચા પર્વતોના રત્નમય શિખરો અને સમૃદ્ધ ઉદ્યાનોએ આ નગરને દેવલોકથી પણ અનેરું આકર્ષણ આપ્યું હતું. આ સમૃદ્ધ નગ૨માં ગુણોરૂપી કિ૨ણોથી શોભતો વિમલવાહન નામનો રાજા હતો. પ્રજાવત્સલ રાજા મનુષ્યો, પ્રાણીઓ અને પ્રકૃત્તિનું પાલન ક૨વામાં જરાય કચાશ ન રાખે, એવી રીતે વિમલવાહન રાજા ધૈર્ય, ઔદાર્ય અને ગાંભીર્યયુક્ત ગુણોવાળા હતા. શત્રુઓને વિજયથી, પીડિતોને પ્રેમથી, જીવજંતુઓને રક્ષણથી અને યાચકોને દાનથી પ્રસન્નતા આપતા વિમલવાહનની કીર્તિ ફૂલની મ્હેક જેમ ચા૨ે ત૨ફ ફેલાઈ હતી. એક વખત આવી સમૃદ્ધિ વચ્ચે પણ વિમલવાહનને સંસાર પ્રત્યે અરૂચિ અને વૈરાગ્યનો ભાવ જન્મ્યો. તેને લાગ્યું કે આ સંસાર જન્મ-મરણના દુઃખોથી ભરેલો છે. યુવાની વિષયવાસનામાં પસાર થાય છે. દેહ નાશવંત છે છતાં આપણાં તમામ પ્રયત્નો દૈહિક સુખની પ્રાપ્તિમાં જ પસાર થાય છે. વૃદ્ધાવસ્થા અશક્તપણામાં પસાર થાય છે. મનુષ્યભવ દુષ્કર છે, પરંતુ આ ભવમાં જ ભાવિજીવનના સુખ-દુઃખનો આધાર છે. કર્મોનાં પરિણામો અને કર્મો દ્વારા પાપ-પુણ્યના બંધનું ઉપાર્જન આ ભવમાં થાય છે. આથી જન્મને સાર્થક બનાવવા માટે જો આ ભવમાં યોગ્ય પુરુષાર્થ ન થાય તો આ ભવ નિષ્ફળ જાય છે. આવો વિચાર કરતા વિમલવાહન પોતાના હાલનાં કર્તવ્ય વિષે ચિંતન કરતો હતો, એ સમયે આચાર્ય અરિંદમ તેમના ઉદ્યાનમાં પધાર્યા. આ સમાચાર સાંભળી વિમલવાહન રાજાના આનંદનો પાર ન રહ્યો. ધર્મપ્રેમી રાજાનો એ સ્વભાવ હોય છે કે તેઓને પોતે મેળવેલા વિજયના આનંદ કરતા પણ જો સંત, મુનિ કે મહાત્માઓના દર્શન થાય તો વિશેષ આનંદ મળે. વિમલવાહન રાજા પણ ભાવવિભોર થઈ તેના રસાલા સાથે, પૂરા ઠાઠમાઠપૂર્વક ગુરુ મહારાજના દર્શન અને વંદન કરવા નીકળ્યા. મનમાં આનંદનો ઉદધિ ઉછળતો હતો. ગુરુ મહારાજને જોઈને વિમલવાહન તેમને નમસ્કાર-વંદન કરી આસન પર બેઠો. સાધુ સમુદાયની વચ્ચે __(૪૦).--- ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy