________________
કાન
- -
-
છે અરિંદમ મુનિ તેમના તપના પ્રભાવથી અલગ જ તરી આવતા હતા. “ધર્મલાભ' કહેતાની સાથે જ ગુરુ છે
મહારાજે આસન ગ્રહણ કર્યું. ગુરુ મહારાજની દેશના સાંભળવા વિમલવાહન ખૂબ જ ઉત્સુક હતો. તેમણે ગુરુ મહારાજને સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ પૂછયું. ત્યારે ગુરુ મહારાજે તેમની માર્મિક અને ગૂઢ વાણીમાં કહ્યું. “હે રાજા ! હું જ્યારે ગૃહસ્થાવાસમાં હતો, ત્યારે એક વખત ચતુરંગી સેના સાથે દિગવિજય કરવા માટે નીકળ્યો. રસ્તે જતા માર્ગમાં એક સુંદર બગીચો જોવામાં આવ્યો. પુષ્પગુચ્છોથી હસતી ડાળીઓ, સૂર્યના તેજમાં પ્રસન્ન થતી કમળની ગુલાબી પાંખડીઓ, ચંદનનાં વૃક્ષો પરથી પસાર થતો સુગંધી પવન વગેરે જોઈને મારું મન ખૂબ જ આનંદ અનુભવવા લાગ્યું. પરંતુ જ્યારે દિવિજય મેળવ્યા પછી પાછો આવ્યો, ત્યારે તે જ બગીચો સુકાઈ ગયેલો જોયો. જે રીતે યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા તરફ જતા શરીરની શક્તિ ક્ષીણ થતી જાય છે, આંખો નિસ્તેજ બને છે અને જાણે પૃથ્વી પર ભારરૂપ બને છે. એ રીતે એ બગીચો પણ ક્ષણભંગુર જિંદગીનું પ્રતિક બનેલો દેખાયો, અને એ જોઈ મેં વિચાર્યું કે આ બગીચાની પેઠે સંસારી જીવોની પણ આ સ્થિતિ થવાની છે. આ રીતે સંસારની અસારતા સમજાતા મેં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી.”
ગુરુ મહારાજની વાત સાંભળી રાજા વિમલવાહને દીક્ષા લેવાનું મનોમન નક્કી કરી લીધું. અને ઘેર આવ્યા પછી રાજભવનમાં મંત્રીઓ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મંત્રીઓ આ સાંભળીને ઉદાસ થઈ ગયા. રાજાએ તેના પુત્રને પણ પોતાના મનની વાત કરી. પુત્ર વિનયી હતો એટલે એણે પિતાને રાજપદ છોડવાની ના પાડી અને પોતાનું રાજા બનવાનું સામર્થ્ય પણ નથી એવી વાત કરી. અંતે રાજાની આજ્ઞાને વશ થઈ પુત્રે રાજા બનવાનું સ્વીકાર્યું. આ રીતે વિમલવાહન રાજાએ પુત્રને રાજગાદીએ સ્થાપિત કરી દીક્ષા લીધી.
વિમલવાહન રાજા સાધુ બન્યા પછી ઉત્તમ ચારિત્રનું પાલન કરવા લાગ્યા. બાવીસ પરિસહો જેવા કે સુધાપરિસહ, શીવ પરિસહ, ઉષ્ણ પરિસહ, હંસ પરિસહ જેવા પરિસતો સહન કરીને આત્માના પ્રદેશ પર લાગેલાં કર્મોના પડળો દૂર કરવા લાગ્યા.
કર્મની નિર્જરા કરવા માટે તેઓએ જુદા જુદા તપની આરાધના કરવાનું શરૂ કર્યું. અંતે અનશન કરીને શુભ ધ્યાનમાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતા તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી તેમણે દેહત્યાગ કર્યો. આ રીતે પ્રથમ ભવમાં વિમલવાહન રાજા થયા પછી ચારિત્ર ગ્રહણ કરી, ઉત્તમ પ્રકારની આરાધના કરીને આયુષ્ય પૂર્ણ કર્યું.
III) ભવ બીજો પID
ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ હોય છે. જે રીતે દુષ્કર્મોના પરિણામે નીચ ગોત્રમાં જન્મ લેવો પડે છે, એ રીતે સારાં કર્મોનાં પરિણામે જીવ ઊંચ કુળમાં જન્મ ધારણ કરે છે. વિમલવાહને રાજા તરીકે પણ લોકચાહના પ્રાપ્ત કરી હતી અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી ઉત્તમ આરાધના કરી તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરી વિજય નામના અનુત્તર વિમાનને વિષે દેવ તરીકે ઉત્પન્ન થયા.
આ પ્રકારના દેવોની ખાસ વિશિષ્ટતાઓ છે કે તેનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે. ચંદ્રના કિરણોની જેવું ઉજ્જવળ શરીર, સુંદર આભુષણોથી અલંકૃત અને શક્તિ હોવા છતાં હંમેશા સુખની શયામાં 68 પોઢ્યા રહે છે. બીજા કોઈ સ્થળે જતા નથી. અવધિજ્ઞાન વડે લોકાલોકને જોયા કરે છે. શ્વાસ લેવા માટે પણ
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org