________________
છે. સાથે જ (સુનંદાને સાથે જ) રહેવાનો આગ્રહ કર્યો.
સુનંદાનું રૂપ લાવણ્ય મનમોહક હતું. તેના શરીરના પ્રત્યેક અંગો ખાસ પ્રકારની આભા ઉત્પન્ન કરતા હતા. કામદેવ પોતાની જાતને મહાસ્વરૂપવાન માનતો હોય, તો પણ સુનંદાના રૂપ પાસે એનું રૂપ ઝાંખું પડી જાય. સંપૂર્ણ સપ્રમાણ અને દિવ્યતાથી શોભાયમાન સુનંદા માટે હવે તેનાથી એકલા રહેવાનું અશક્ય બન્યું હતું. તે પોતાના યુગલિક વગરની એકલી વિખૂટી પડી ગયેલી વિહ્વળ મૃગલી જેમ ભટકવા લાગી. આ જોઈ યુગલિયાઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. તેમણે આખું વૃત્તાંત સાંભળ્યું અને ઋષભની પત્ની તરીકે પોતાને ત્યાં રાખવાનો નિર્ણય કર્યો.
સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાન વડે ખબર પડી કે ત્રણ જગતના સ્વામી પરમાત્માનો વિવાહનો અવસર નજીક આવી રહ્યો છે એટલે એમણે તરત જ પ્રભુ પાસે આવીને સુમંગલા અને સુનંદા સાથે લગ્ન કરવા વિનંતી કરી. કુમાર ઋષભ તો ગર્ભવાસથી જ વિતરાગી હતા. પરંતુ જે રીતે મોક્ષમાર્ગની શરૂઆત તે કરનારા હતા તેમ સંસારી જીવો વ્યવહાર ધર્મ પણ એમનાથી જ શીખવાનો હતો, એથી ષભદેવે પોતાના અવધિજ્ઞાન વડે જોયું કે હજુ ત્યાંસી લાખ વર્ષ સુધી ભોગ કર્મ ભોગવવાના બાકી છે એટલે તેઓ મૌન રહ્યાં. ઈન્દ્ર મહારાજે તરત જ દેવોને હાજર કરી લગ્નમંડપ રચાવવાની તૈયારીઓ શરૂ કરી.
સામાન્ય માનવના લગ્નમંડપમાં અને ખુદ તીર્થંકર પરમાત્માના ઈન્દ્ર મહારાજા અને દેવોએ તૈયાર કરેલ મંડપમાં કેટલો તફાવત હોય છે ?
સોનું, રત્ન, હીરા, માણેક વગેરે મૂલ્યવાન દ્રવ્યો વડે રચાયેલાં સ્તંભો, મણિજડિત પૂતળીઓ, સ્ફટિકથી બાંધેલી ભૂમિ, નીલરત્નો, નીલમણિ અને અન્ય મહામૂલ્ય મણિથી રચેલાં આ મુગટ પર ચંદ્ર - સૂર્યના તેજ કિરણો પડતા ત્યારે ચારે તરફ ઝળહળાટ ઊભો થતો, આ ઉપરાંત, દિવ્ય વસ્ત્રો દ્વારા બંધાવેલા ચંદરવા અને કલ્પવૃક્ષોના પાંદડાંનાં તોરણો અને કેળના પાનના સ્થાપનથી મંડપે અનેરી શોભા ધારણ કરી હતી.
હવે અપ્સરાઓનું કાર્ય સુનંદા અને સુમંગલાને અલંકૃત કરવાનું હતું. તેઓએ બન્નેને ઉત્તમ અને સુગંધી દ્રવ્યોથી વિલેપન - પીઠી ચોળી, શરીરને ઉપરથી અને ચિત્તને અંદરથી ઉજ્જવળ બનાવ્યા. બન્નેનું રૂપ અભુત લાગતું હતું. આ પછી બન્નેને સુગંધી દ્રવ્યોથી સ્નાન કરાવ્યું જે રીતે આત્માના પ્રદેશ પર લાગેલાં કર્મો દૂર થાય એ રીતે અપ્સરાઓને આ વખતે પોતાના કર્મમળ દૂર થયાનો અનુભવ થયો.
સ્નાન ક્યિા પછી દિવ્ય વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારોથી સુનંદા અને સુમંગલાને આભૂષિત કરવામાં આવ્યા. બન્નેનો શણગાર જોઈ અપ્સરાઓ પણ પોતાના રૂપને તુચ્છ માનવા લાગ્યા. બન્નેને માતૃભુવનમાં લઈ ગયા અને રત્નજડિત આસનો પર બેસાડ્યા.
બીજી બાજુ ઋષભદેવ પોતે જ દેવસ્વરૂપે હોય એટલે તેમનો શણગાર કરવાની જરૂર ન પડે પરંતુ એક પ્રકારનો વ્યવહાર લોકો સુધી પહોંચે એ માટે દેવોએ ઋષભદેવને પણ સુગંધી દ્રવ્યોનું વિલેપન કરી, સુગંધી જળ વડે સ્નાન કરાવ્યું. વસ્ત્રો અને અલંકારોથી દેદીપ્યમાન બનેલાં ઋષભદેવને દિવ્ય વાહનમાં બેસાડી લગ્નમંડપ પાસે લાવવામાં આવ્યા.
આ પછી વિવિધ ક્રિયાઓ અને રિવાજો પ્રમાણે કન્યાપક્ષની સ્ત્રીઓએ, રૂપાનો થાળ, રવૈયો, કસુંબી વસ્ત્ર, સરાવ સંપુટ વગેરેથી ઋષભદેવનું સ્વાગત કરી શુભેચ્છા વ્યક્ત કરી. આ વ્યવહારધર્મ પણ લોકોને બતાવવાના આશયથી કરવામાં આવ્યો.
અપ્સરાઓએ ધવલ મંગલ ગીતો ગાવા શરૂ કર્યા અને ઋષભદેવને લગ્નમંડપમાં લાવવામાં આવ્યા.
IIIIIII
TI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org