SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ લઇને મારવા દોડ્યો. ક્રોધમાં અંધ બનેલ વ્યક્તિને સારાં-નરસાનું ભાન કયાં હોય છે ? કૌશિક હાથમાં કુહાડી સાથે એક વૃક્ષ સાથે જોરથી અથડાયો. પોતાના હાથની કુહાડી પોતાને જવાગી અને ત્યાં જ મૃત્યુ પામી અત્યારે આ ભવમાં દૃષ્ટિવિષ સર્પ થયો હતો. આ રીતે ચંડકૌશિક સર્પનો પૂર્વભવવિચારીપ્રભુ તેને પ્રતિબોધવાનું નક્કીકરીએ રસ્તા તરફ ચાલવા લાગ્યા. તે આખું વન નિર્જન હતું. જળાશયોના પાણી તદ્દન સૂકાઇગયાં હતાં. પ્રભુ તો એક સ્થળે કાયોત્સર્ગમાં સ્થિર થયા. તરત જ ચંડકૌશિક સર્પ કાળના ધસમસતા પ્રવાહની જેમ બહાર આવ્યો. તેની જીભમાંથી ઝેર ટપકતું હતું. પ્રભુને જોઇને જ ક્રોધથી ફુંફાડા મારતો પોતાની ફેણને ફેલાવીને પોતાની જવાળામુખી જેવી દષ્ટિથી પ્રભુને જોવા લાગ્યો. પોતાની દષ્ટિ પડતા જ વિશ્વની જવાળાઓ ફેલાતી હતી, એ વાત પોતે જાણતો હતો તેથી અત્યારે તેને નવાઇલાગી. ચંડકૌશિકે આથી વિશેષ દષ્ટિવાળાઓ છોડવા માંડી. પરંતુ પ્રભુને કાંઇ થયું નહીં. શું આ એજ ચંડકૌશિક હતો જે ક્રોધના કષાયથી ઊડતાં પંખીઓને નીચે પાડતો હતો ? પોતાની ઝેરી દષ્ટિથી તે રસ્તે ચાલતા સેંકડો મનુષ્યોને ભોંયભેગા કરીદેનાર અને વૃક્ષોના પાન ખેરવી નાખનાર આ એજચંડકૌશિકઅત્યારે પ્રભુ સામે સ્થિર ભાવમુદ્રા રાખીને જાણે વિનયી થઇ ગયો હતો ! પરંતુ ઘડીભરમાં તેનો વિચાર બદલાઇ ગયો. તેને લાગ્યું કે આ ક્યો માનવીમારાથી ડર્યા વગર સ્થિર ઉભો છે ? પોતાની શક્તિનું અપમાન કરનાર માનવી ઉપર તે વધું ગુસ્સે થયો અને ભગવાનનાં શરીર પર ડસતો ડસતો દૂર ખસતો ગયો. પ્રભુનાપગમાંથીલોહીની બદલે દૂધની શ્વેત ધારાઓ વહેવા લાગી. કારણકે તેમના શરીરમાં લોહી અને માંસ સફેદ હોય છે. ચંડકૌશિકતો આશ્ચર્યથી આ ઘટના જોઇરહ્યો. પ્રભુનાં રૂપમાં રહેલી સૌમ્યતાથી તે સ્તબ્ધબની શાંત થયો ત્યારે પ્રભુ બોલ્યા, ‘“અરે ! ચંડકૌશિક ! બુઝ, બુઝ !'' વિષધારાઓ જાણે જલધારાઓ બની ગઇ. ધૂમપૂંઆ થયેલો જીવ પોતાના પાસાંઓ અવળાં પડતા શરમિંદો બની, પરાજિત થયેલો હોય એમ ઊડું મંથન કરવા લાગ્યો. અહિંસાનાં તેજથી શોભતી પ્રભુની મુખમુદ્રાની સામે ચંડકૌશિકનાં મનમાં રહેલા અભિમાનનાં પડળો દૂર થવા લાગ્યાં. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવો યાદ કર્યા, ત્યારે તે એકદમ અસ્વસ્થ બની ગયો. ઊંડા વિચારમાં મગ્ન બનેલા ચંડકૌશિકનો પુણ્યોદય જાગૃત થયો. કરુણામૂર્તિ ભગવાને જવાળામુખી જેવા વિષધરને સાચાં પ્રાયશ્ચિતના માર્ગે વાળ્યો. પ્રાયશ્ચિત રૂપે ચંડકૌશિકે મનોમન નકકી કર્યું, ‘‘આજથી હું સર્વથા આહાર-પાણીનો ત્યાગ કરું છું. મારો પાપી આત્મા આજ સુધી બીજાને પીડા આપતો રહ્યો. મારી આંખના ઝેરથી પણ કોઇ પીડિત ન રહે એ માટે હવે હું મારું મોં હંમેશા દરમાં રાખીશ.'' આ રીતે વિચાર કરતો ચંડકૌશિક સમતાભાવે જદરમાં સ્થિર થઇ ગયો. ભગવાન તો વિદાય થયા પરંતુ જાણે ંડુકોશિકને નવો જન્મ મળ્યો. નવું જીવન મૂલ્ય સમજાયું. તેનાં શરીર પર બાઝેલાં કષાયોનાં પોપડાં ઊખડી ગયાં. વાજુ પસાર થતાં લોકો પણ આ બાબતથી આશ્ચર્ય અનુભવવા લાગ્યા. પહેલા તો લોકોએ પથ્થર માર્યા, પણ ફળથી ઘી-ગોળથી પૂજા કરી. ચંડકૌશિક તો જરાય હલનચલન પણકરતો નથી. ઘી-ગોળનાકારણે ત્યાં તીક્ષ્ણ નવાળી કીડીઓ ઉભરાણી. આથી ચંડકૌશિકનું શરીર ચાળણી જેવું બની ગયું. છતાં પણ ચંડકૌશિક એક ગુનેગારની માફક અસહ્ય વેદના સહન કરવા લાગ્યો. જરા પડખું પણતેણેફેરવ્યું નહીં. એકવખતનો અગનજ્વાળા જેવું વિષ જેની આંખોમાંથી પણ ટપકતું હતું, એ આજે સમાધિની ઉન્નત અવસ્થાએ પહોંચી શક્યો ! Jain Education International 181 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy