SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘મારા પાપકર્મ પાસે આ કીડીઓના ચટકા શા હિસાબમાં ? મેં આપેલી પીડા પાસે આ પીડા તો નહીવત્ છે.’’આવા વિચારમાં ખાવા પીવાના ત્યાગરૂપ અનશન કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી તે આંઠમાં દેવલોકમાં જન્મ પામ્યો. આ ઘટના એટલે જેનાં અણુએ અણુમાં માત્ર ક્રોધ અને વેરની ભાવના જ પ્રગટતી હોય એવા આત્માને કરુણાનાં મધુર જળથી શાંત કરી, ‘“તિન્નાણું, તારયાણં’’ ને સાર્થક કરનાર શ્રી મહાવીર પ્રભુએ ક્રોધની સામે ક્ષમાની, અભિમાન સામે નમ્રતાની અને પશુતા સામે સાધુતાની બહુમૂલ્ય ભેટ આ જગતને આપી છે. આપણાં જીવનમાં પણ ચંડકૌશિક જેવા ફૂંફાડા મારતા નાગ અનેક સ્વરૂપે આવે છે, તેના ડંસથી આપણું જીવન ઝેરી બની જાય છે, પરંતુ આપણામાં કરુણા પ્રગટ્યાની ક્ષણો કેટલી ? આ રીતે ચંડકૌશિકને પ્રતિબોધ આપી પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તરમાં વાચાલ ગ્રામે આવ્યા. ત્યાં નાગસેન ગૃહસ્થે પ્રભુને પંદર દિવસના ઉપવાસનું પારણું કરાવ્યું. દેવતાઓએ આ સમયે પંચદિવ્ય પ્રગટ કર્યાં. ત્યાંથી વિહાર કરી પ્રભુજી શ્વેતાંબી નગરીમાં આવ્યા. ત્યાં પ્રદેશી નામના રાજાએ પ્રભુની ભક્તિ કરી. ત્યાંથીસુરભિપુર જતા પ્રભુ ગંગાનદીપારકરવાએક નાવમાં બેઠા. નાવતો ઝડપથી ચાલવા લાગી. એ સમયે ઘુવડનો અવાજ આવ્યો, ક્ષેમિલ નામનો નિમિત્તિક આ સાંભળીને કહેવા લાગ્યો, ‘‘આજે આ નાવમાં આપણને મરણ ઉપજાવે તેવી મુશ્કેલી આવવાની છે, પરંતુ આ મહાત્માના પ્રભાવથી આપણે બચી જઇશું'' આ જ વખતે ત્યાં સુદંષ્ટ્ર નામનો નાગકુમાર દેવ પ્રગટ થયો. પૂર્વભવમાં જ્યારે મહાવીર પ્રભુ ત્રિપુષ્ટ વાસુદેવ હતા, એસમયે તેમણે એક સિંહને માર્યો હતો એ સિંહ અત્યારે આ નાગકુમાર દેવથયો હતો. તે પૂર્વભવનું વેર લેવા માટે તે નાવને ડૂબાવવા લાગ્યો. પૂર્વભવનું વેર જન્મોજન્મ સુધી ચાલે છે. સુદ, જોરદાર પવન ઉત્પન્ન કર્યો. આ પવનનાં પરિણામે સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળ્યાં. આ સમયે કંબલ અને સંબલ નામના બે દેવોએ આ ઉપસર્ગ દૂર કર્યો. આ કંબલ અને સંબલ નામના દેવોનો પૂર્વભવ આ પ્રમાણે હતો. મથુરા નગરીમાં જીનદાસ નામે શેઠ હતો. સાધુદાસી નામે તેની પત્નિ હતી. તેમના ઘેર એક ગોવાલણી દૂધ દેવા આવતી હતી. તે અને સાધુદાસી વચ્ચે લાગણીભર્યા સંબંધો સ્થપાયા. તે ગોવાલણીની દીકરીના લુગ્નપ્રસંગે સાધુદાસીએ તેને ખૂબ જ મદદકરી હતી તેથી તેના બદલામાં તે ગોવાલણીએ સાધુદાસીને બે વાછરડાં ભેટ આપ્યા. જિનદાસ શેઠ ધર્મક્રિયામાં પોતાનું જીવન પસાર કરતા હતા. શેઠ જ્યારે જ્યારે ધર્મકથા કહેતા, ત્યારે તે બન્ને વાછરડાં ધ્યાનથી સાંભળતા. પૂર્વભવનાકોઇસંસ્કારના પુણ્યોદયે, તે વાછરડાં પણધર્મપ્રેમી બન્યા. પર્વતિથિએ જિનદાસ શેઠ વ્રત કરે ત્યારે તે વાછરડાં પણ ઘાસચારો ખાતા નહીં. આ જોઇ જિનદાસ શેઠ પણ તેનું પ્રેમભાવથી પોષણ કરવા લાગ્યા. એકવખત ભંડીવરણનામનાયક્ષનીયાત્રામાં ગામલોકો જોડાયા. તેઓ પોતાના પશુઓને જોડીને તેયાત્રામાં જવા લાગ્યા. જિનદાસ શેઠના મિત્રોએ જિનદાસને કહ્યા વગર જ તે બન્ને વાછરડાંઓને ગાડામાં જોડ્યાં. વાછરડાંઓ આ રીતે જોડાવા ટેવાયેલાં ન હતાં. તેથીતેમને મારીમારીને ખૂબજદોડાવ્યા. પશુઓની તરફ નિર્દયતા એ તો જાણે માનવીનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ તે વાછરડાંઓ તરફ નિર્દય બનીને તે માણસ પોતાનું કામ પાર પાડવા માટે તૈયાર થયો. અંતે તે વાછરડાને મરણતોલ દશામાં તે પાછો જિનદાસ શેઠને ત્યાં મૂકી ગયો. શેઠને આ વાતની ખબર પડી. વાછરડાંને જોઇને તેમના મનમાંથી કરુણાની ધારા આંખમાં આંસું બનીને વહેવા લાગી. તેમની Jain Education International 182 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy