________________
==
ESSES
ભવ ત્રીજો
GSSSS
વિજય નામે ધર્મપ્રેમી અને પરાક્રમી રાજા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની મિથિલા નામે નગરીનું સિંહાસન શોભાવતો હતો. તેમને વદ્રા નામે ગુણવાન રાણી હતી. પુણ્યાનુબંધી પૂણ્યકર્મનાં કારણે રાજા અને રાણી વચ્ચે સ્નેહનાં ગાઢ બંધન બંધાયેલાં હતાં. સમય જતા વદ્રા રાણીની કુક્ષિમાં અપરાજિત વિમાનમાંથી દેવ તરીકે ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ રાજાનું જીવન ચ્યવન થયું. ચ્યવનનો એ શુભ દિવસ એટલે આસો સુદ પુનમ. જ્યારે ચંદ્રનું સ્થાન અશ્વિની નક્ષત્રમાં હતું. આ વખતે આસનકંપથી ઇન્દ્રોએ એકવીસમાં તીર્થંકરનું ચ્યવન જાણ્યું. નારકીના જીવોએ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો. ત્રણ લોકમાં પ્રકાશ છવાઇ ગયો. વદ્રા રાણીએ ચૌદ મહાસ્વપ્નો જોયા. જેમાં ઉજ્જવળ ગજેન્દ્ર, સ્ફટિક જેવો નિર્મળ વૃષભ, કેશરીસિંહ આદિને તેમણે પોતાના મુખમાં પ્રવેશતા જોયા. (બાકીના સ્વપ્નો આગળના ચરિત્રો પ્રમાણે જાણવા.) ઇન્દ્રોએ એ સ્વપ્નના અર્થની આગાહી કરતા જણાવ્યું, “હે સ્વામિની ! આ અવસર્પિણી કાળમાં જગતના સ્વામી અને એકવીસમાં તીર્થંકર તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે.” આ સાંભળી માતા વદ્રા અત્યંત હર્ષ પામ્યા અને બાકીની રાત તેના આનંદમાં પસાર કરી. સવારે રાજા વિજયને વદ્રા રાણીએ સ્વપ્ન વિષે વાત કરી ત્યારે તેમણે પણ મહાનપુત્રના જન્મની આગાહી કરી. આ સાથે રાણીના મુખ પર આનંદના પૂર આવ્યા હોય અને હૃદયમાં જાણે પ્રેમનો સાગર ઉછળતો હોય, એમ દિવસો પસાર કરવા લાગ્યા.
સમય પૂર્ણ થતા શ્રાવણ વદ આઠમે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે વિદ્રા રાણીએ કાળા કમળના લાંછનવાળા અને સૂવર્ણજેવા વર્ણવાળા એક પુત્રને જન્મ આપ્યો. આ સમયે ત્રણ લોકમાં અંધકારને દૂર કરનાર પરમ પ્રકાશનો ઉદ્દભવ થયો. આ વખતે પણ નારકીના જીવોએ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો. આકાશમાંથી સુગંધી જળની વૃષ્ટિ થઇ. ચારે તરફ દુભિના સુમધુર ધ્વનિ સંભળાવા લાગ્યા. આસનકંપથી જુદા જુદા લોકમાં વસનારી દિકકુમારિકાઓ દર્પણ, ઝારી, પંખા, ચામર, દીપક આદિ સામગ્રી સાથે આવી અને પ્રભુની સન્મુખ ગીત ગાવા લાગી. સર્વેએ મળી યથાવિધિ સૂતિકર્મ કર્યું. આ પછી તેઓ સ્વસ્થાને ગઇ. સૌધર્મ ઇન્દ્રએ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણ્યો. તેમણે પાલક વિમાન વડે પ્રભુના સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી અને તેમાં પ્રવેશ કરી માતાને અવસ્થાપિની નિંદ્રા આપી અને તેમના પડખે પ્રભુના બિંબનું સ્થાપન કર્યું. પોતે પાંચ રૂપ ધારણ કર્યા પછી ચામર, છત્ર અને વજ લઇ પ્રભુને ખોળામાં લઇ મેરૂપર્વત પર ગયા. ત્યાં અશ્રુત, ભવનપતિ, વ્યંતરો આદિ ઇન્દોએ મળી પ્રભુનો જન્મોત્સવ કર્યો. પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું. ચંદન વડે અર્ચન કર્યું અને ઉત્તમ વસ્ત્રાલંકારોથી આભૂષિત કરી, આરતી ઉતારી, સ્તુતિ કરી.
હે પ્રભુ ! જેઓ ભક્તિભાવ વડે તમારા પર એક પુષ્પ પણ ચડાવે છે. તેઓ મસ્તક પર છત્ર ધારણ કરીને નિરંતર વિચરે છે. જેઓ રાત્રી દિવસ તમારા પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરે છે, તેઓ હંમેશા આ લોકમાં સર્વને ધ્યાન કરવા યોગ્ય થાય છે. તમને સ્નાત્ર, અંગરાગ, નેપથ્ય અને આભૂષણ વગેરે ધારણ કરાવવામાં તમારા પ્રસાદથી હંમેશા મારો અધિકાર રહો.”
આ રીતે સ્તુતિ કરી ઇન્દ્ર પ્રભુને લઇ વિદ્રા માતા પાસે પાછા આવ્યા. તેમને આપેલી અવસ્વાપિની નિદ્રા દૂર કરી. ઇન્દ્ર પાછા નંદીશ્વર દીપે ગયા અને ત્યાં શાશ્વત અહંત પ્રતિમાનો અઠ્ઠાઇ ઉત્સવ કરી સર્વ ઇન્દ્રો સ્વસ્થાને ગયા. પ્રાતઃ કાળે વિજય રાજાએ ધામધૂમપૂર્વક પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ જ્યારે માતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org