SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ છે ગર્ભમાં હતા ત્યારે તેમના પ્રભાવથી દુશ્મનો વિજય રાજાને નમ્યા હતા. એટલે પ્રભુનું નામ નમિનાથ પાડવામાં આવ્યું. જેમ ચંદ્ર પૂર્ણિમા તરફ આગળ વધતા વધુ ઉત્કૃષ્ઠ સૌંદર્ય ધારણ કરે છે એ રીતે નામકુમારે પણ બાલ્યવય પસાર કરી યૌવનવયમાં પ્રવેશ કર્યો. જન્મથી અઢી હજાર વર્ષ પૂરા થયા પછી પંદર ધનુષ્ય જેટલું દેહમાન ધરાવતા નમિકુમારના લગ્ન થયા અને તેમને રાજ્યની જવાબદારી સોંપી રાજા વિજય જવાબદારીમાંથી મુક્ત થયા. પાંચ હજાર વર્ષ સુધી તેમણે રાજ્યની જવાબદારી વહન કરી. પ્રજાના પાલક નમિકુમારે ત્યાર પછી સુપ્રભ નામના પુત્રને રાજ્ય પર સ્થાપિત કર્યા. સુખમાં પણ મહાપુરૂષો આસક્ત થતા નથી. નમિકુમારના મનમાં દીક્ષા લેવાનો વિચાર આવ્યો. લોકાંતિક દેવો અવધિજ્ઞાન વડે તીર્થંકર પ્રભુના દીક્ષા લેવાના વિચારને જાણી તેમને “તીર્થ પ્રવર્તાવો' એવી વિનંતી કરે અને એ મુજબ તીર્થંકર પ્રભુની દીક્ષા થાય. અહીં પણ લોકાંતિક દેવોએ નામિકુમારના દીક્ષા લેવાનો વિચાર જાણ્યો અને વિનંતી કરી, “હે નાથ ! તીર્થ પ્રવર્તાવો” પછી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલો ક દેવતાઓએ પરેલા ધન વડે પ્રભએ વાર્ષિક દાન દેવાનું શરૂ કર્યું. જેમ જેમ દાનનો પ્રવાહ વહેતો રહ્યો તેમ તેમ સંસારનો અંત કરવાની પ્રભુની ઇચ્છા પ્રબળ થતી ગઇ. પ્રભુના કર્મના બંધ તૂટતા ગયા. શક્ર આદિ ઇન્દ્રો પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે આવ્યા. તેઓએ છત્ર, ચામર અને પંખા ધારણ કરેલી દેવકુરુ નામની શિબિકા રચી. આ શિબિકા પર આરૂઢ થઇ પ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. નવપલ્લવોથી અલંકૃત વૃક્ષો જાણે પ્રભુના આગમનથી ખુશ થયાં હોય એ રીતે ઝૂલવા લાગ્યા. કાંચન વર્ણના પુષ્પોથી શોભતા ઉદ્યાનમાં કોકિલના ટહુકારે પ્રભુના આગમનની વધાઇ આપી. પ્રભુએ છઠ્ઠના તપ સાથે અષાઢ વદ નોમના દિવસે એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. દર્શન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયીને ગ્રહણ કરવા ભૌતિક રત્નાલંકારનો ત્યાગ કરવો પડે. પ્રભુએ પલવારમાં આ મહાન ત્યાગ કર્યો. તરત જ તેમને મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનના વિચારોને પ્રકાશ કરનારૂં મન:પર્યવ નામે ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે પ્રભુએ વીરપુર નગરમાં દત્ત નામના રાજાના ઘેર પરમ અન્નથી પારણું કર્યું. આ સમયે દેવતાઓએ પાંચ દિવો પ્રગટ કર્યા. જ્યાં પ્રભુનાં ચરણ અંકિત થયાં હતા, ત્યાં રાજાએ રત્નપીઠ તૈયાર કરી. ભગવાન નમિનાથ ત્યાંથી નીકળી નવ માસ સુધી પૃથ્વીપટ પર વિહાર કરતા પ્રભુ ફરીથી સહસામ્રવનમાં પાછા આવ્યા.છઠ્ઠના તપસ્વી પ્રભુ બોરસલીના વૃક્ષ નીચે આવી કાઉસગ્ગ સ્થિર થયા. એ સમયે માગશર સુદ અગિયારસના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે દિવસના પૂર્વ ભાગમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની હકીકતને પ્રકાશમાં લાવનાર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે એક સો એશી ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચાયું. દેવાદિક ઇન્દ્રોએ પ્રભુ માટે વિધિ અનુસાર સમવસરણ રચ્યું. રત્ન, સુવર્ણ અને રૂપાના ગઢવાળું સમવસરણ આ ચૈત્યવૃક્ષથી અદ્દભૂત લાગતું હતું. પ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. તીર્થાય નમઃ' ઉચ્ચારી રત્ન સિંહાસન પર પ્રભુ બિરાજમાન થયા. દેવતાઓએ પોતાના કર્તવ્ય મુજબ બીજી ત્રણ દિશામાં પ્રભુના ત્રણ બિબો પ્રસ્થાપિત કર્યા. આ વખતે પ્રભુનાં મસ્તકનાં પાછળ ભામંડળ રચાયું. ચતુર્વિધ સંઘ, દેવતાઓ, તીર્થંચો તેમ જ વાહનો વગેરે સ્વસ્થાને ગોઠવાયાં. શક ઇન્દ્ર પ્રભુને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરતા કહ્યું. હે પ્રભુ ! આપ પરમ ઉપકારી છો. હું આપના શરણમાં આશ્રય કરું છું. હું ફળની આશા વગર ઇચ્છે દૂ છું કે હંમેશા આપની સેવા કરવાનું સામર્થ્ય મને મળે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy