________________
આ પછી શ્રી નમિનાથ પ્રભુએ દરેક જીવોને પોતાની સમજ અનુસાર ગ્રહણ કરી શકે એવી વાણીમાં દેશના આપવાનું શરૂ કર્યું. પ્રભુના મુખમાંથી સરતી વાણીનું પાન કરવા આવેલા સૌને સંસાર જીવનની ક્ષણભંગુરતા વિષે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે કેટલાકે સાધુધર્મ અને કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રભુને મુખ્ય ગણધર કુંભ મળી કુલ સત્તર ગણધરો હતા. પ્રભુની દેશના બાદ કુંભ ગણધરે દેશના આપી અને છેવટે સૌ ધન્યતા અનુભવતા પો પોતાના સ્થાને ગયા.
પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો અને સુવર્ણ જેવા વર્ણવાળો ભૂકુટિ નામે યક્ષ હતો. તેને પોતાના આઠ હાથમાં વિવિધ વસ્તુઓ ધારણ કરેલી હતી. તે પ્રભુની સાથે રહેનાર શાસનદેવ થયો. ચાર હાથવાળી, શ્વેત અંગવાળી અને હંસ પર બિરાજમાન ગાંધારી પ્રભુની શાસનદેવી થઇ.
પૃથ્વી પટ પર વિચરતા પ્રભુના પરિવારમાં વીસ હજાર સાધુઓ, એકતાલીસ હજાર સાધ્વીઓ, સાડા ચારસો ચૌદ પૂર્વધર, એક હજાર ને છસો કેવળજ્ઞાનીઓ, પાંચ હજાર વૈશ્યિલબ્ધિવાળા, એક હજાર વાદલબ્ધિવાળા, એક લાખ સિત્તેર હજાર શ્રાવકો તેમ જ ત્રણ લાખ અડતાલીસ હજાર શ્રાવિકાઓ હતી. આ રીતે નમિનાથ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી નવ માસ ઓછા અઢી હજાર વર્ષ પછી પોતાનો નિર્વાણ સમય નજીક આવ્યો જાણી શ્રી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પ્રભુએ અનશન કર્યું. એક માસના અંતે વૈશાખ વદ દસમે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો, ત્યારે શ્રી નમિનાથ પ્રભુ તે મુનિઓ સાથે મોક્ષમાં ગયા. પ્રભુના નિર્વાણ સમયે ઇન્દ્રાદિક દેવોએ અવધિજ્ઞાન વડે પ્રભુનું નિર્વાણ જાણ્યું. તેઓ પ્રભુનો નિર્માણ મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. તેઓએ વિધિપૂર્વક આ મહોત્સવ ઉજવ્યો અને પોતાની જાતને પાવન કરી સૌ સ્વસ્થાને ગયાં.
શ્રી નમિનાથ પ્રભુએ કુમારપણામાં અઢી હજાર વર્ષ, રાજ્યમાં પાંચ હજાર વર્ષ અને ચારિત્રમાં અઢી હજાર વર્ષ મળી કુલ દસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી છ લાખ વર્ષ ગયા ત્યારે શ્રી નમિનાથ પ્રભુનું નિર્વાણ થયું.
શ્રી નમિનાથ પ્રભુનાં જીવન અને કાર્યોના પરિચયની એક ઝલક માત્ર આપવાનો ઉપક્રમ હતો. તે અનુસાર આ ચારિત્રલેખનમાં કોઇ ક્ષતિ રહી હોય તો તે ક્ષમ્ય ગણશો.
Tી
J
છેડતી
કરી
છે
,
'HERI
vu.
૧૨છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org