________________
હવે જમાલિ ગર્વથી ઉન્મત્ત બની ગયો હતો. તે પોતાની જાતને પ્રભુ કરતા પણ મહાન કહેરાવતો હતો. એક વખત તે ચંપાનગરીના પૂર્ણભટ્ટ નામનાં ઉદ્યાનમાં પહોંચ્યા, આ વખતે જમાલિએ પ્રભુને કહ્યું, ‘“તમારા કેટલાક શિષ્યો છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે. તે સૌ કરતા હું મહાન છું, કારણકે હું સર્વજ્ઞ છું.'' આ સાંભળીપ્રભુ તો મૌન રહ્યા, પરંતુ ગૌતમસ્વામીએ કહ્યું, ‘‘જો તું સર્વજ્ઞ હો તો આ પ્રશ્નનો ઉત્તર કહે ઃ જીવ શાશ્વત છે કે અશાશ્વત ?'' જમાલિનો દંભી સ્વભાવ છતો થઇ ગયો. તે ઉત્તર આપવા અસમર્થ હતો. પ્રભુએ સાચી વાત સમજાવી, છતાં જમાલિમાન્યો નહીં. અંતે તે પોતાના સાધુ-સાધ્વીઓના પરિવાર સાથે પ્રભુથી અલગ વિચરવા લાગ્યો. પોતાનો અલગવાદ સમજાવવા લાગ્યો.
એક વખત જમાલિ વિચરતો શ્રાવસ્તિ નગરીમાં વ્યો. ત્યાં બહાર ઉદ્યાનમાં પોતાના પરિવાર સાથે રહ્યો. આ સમયે પ્રિયદર્શના સાધ્વીપણપોતાની સાથેનીહજાર સાધ્વીના પરિવાર સાથે ઢંક કુંભારની શાળામાં ઉતરી. ટંક શ્રીવીરપ્રભુનોઆજ્ઞાપાલક શ્રાવક હતો. તે જાણતો હતો કે જમાલિઅને પ્રિયદર્શના ખોટીરીતે શ્રીવીરપ્રભુથીછૂટા પડ્યા હતા. એટલે પ્રિયદર્શનાને સાચી વાત શીખવવા તેણે પ્રિયદર્શનાનાં વસ્ત્રો ઉપર અગ્નિનો એક તણખો નાખ્યો. વસ્ત્રને બળતું જોઇ તે બોલી, ‘‘અરે ઢંક ! જો, તારા કારણે મારું આ વસ્ર બળી ગયું.’’ આ સાંભળતા જ ઢંકે કહ્યું, ‘તમે અસત્ય કહ્યું છે. કારણકે તમારું વસ્ત્રપૂરું બળી જાય પછી જ પૂરું બળ્યું છે એમ કહેવાય.’’ પ્રિયદર્શના સાધ્વીને પોતાનીભૂલસમજતા વાર લાગી નહીં. અત્યાર સુધી પોતાનાઆચારવિરુદ્ધઆચરણકરવાથી તે પસ્તાવા લાગી. અંતે ઢંકના કહેવાથી પ્રિયદર્શના, તેના સાધ્વીઓ અને જમાલિના શિષ્યોશ્રીવીરપ્રભુનીઆજ્ઞા પાળવા માટે તેમની પાસે ગયા. જમાલિને હજુ મિથ્યાત્વનો ઉદય હતો તેથી તે ન સમજી શક્યો. અંતે ઘણા વર્ષનું ચારિત્ર પાળી, આલોચના કર્યા વગર જ મૃત્યુ પામીને છઠ્ઠા દેવલોકમાં તેરસાગરોપમ આયુષ્યવાળો કિલ્વિય દેવતા થયો. કિલ્પિષ એટલે હલકી જાતિનો દેવ. જ્યારે ગૌતમસ્વામીએ શ્રી વીરપ્રભુને જમાલિના ભાવિ અંગે પૂછ્યું, ત્યારે પ્રભુએ જણાવ્યું કે જમાલિ દેવલોકમાંથી ચ્યવીને પાંચ પાંચ ભવ તિર્યંચ, મનુષ્ય અને નારકીના પરિભ્રમણ પછી છેવટે સમ્યકત્વપામશે.
7
પ્રભુ વિહાર કરતા કરતા કૌશંબી નગરમાં આવ્યા. ત્યાં ચંડપ્રદ્યોતરાજાઅને મૃગાવતીરાણી બિરાજમાન હતા. રાજા તો નગરમાં કિલ્લેબંધી કરી રહેતો હતો. મૃગાવતી રાણીને ખબર પડી એટલે દરવાજા ખોલાવી તે પ્રભુને વંદન કરવા આવી. તેના મનમાં સંકલ્પ હતો કે જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે ત્યાં સુધીમાં તેમની પાસે જઇદીક્ષા લેવી. પ્રભુએ પોતાના જ્ઞાનના પ્રભાવથી આ સંકલ્પ જાણ્યો એટલે દેવતાઓના પરિવાર સાથે પ્રભુ બહાર પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. મૃગાવતી નિર્ભયપણે ત્યાં આવીયથાસ્થાને બેઠી. તેની પાછળ ચંડપ્રદ્યોત રાજા પણત્યાં આવ્યો. યોગ્ય સમયે મૃગાવતી ઉઠી અને પ્રભુને નમન કરી બોલી, ‘‘જો ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા હોય તો હું દીક્ષા ગ્રહણકરવા માગું છુ.’’ તરત જ તે ચંડપ્રદ્યોતરાજા પાસે આવીને બોલી. ‘‘જો તમારી રજા હોય તો મારે આદુઃખમય સંસારનો ત્યાગ કરવો છે. અને પુત્ર ઉદયનને તો મેં તમને સોંપી દીધો જ છે.'' આ સાંભળી રાજાને પણ સાચું જ્ઞાન થયું. મનમાં અગાઉનો જે કોઇવૈરભાવહતો તે શમી ગયો. આ પછી મૃગાવતીએ અને ચંડપ્રદ્યોતરાજાએ તેની આઠ રાણી સાથે દીક્ષા લીધી.
શ્રીવીરપ્રભુઅનેકશ્રાવકોને પ્રતિબોધતા ફરીકૌશાંબીનગરીએપધાર્યા. ત્યારેદેવતાઓએરચેલાસમવસરણમાં સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા હતા. એથી રાત્રિ પડવા છતાં ચારે તરફ પ્રકાશ પથરાઇગયો હતો. આ સમયે મૃગાવતીએ માન્યું કે હજી દિવસ છે તેથી તે ઉપાશ્રયે જવાની બદલે ત્યાંજ બેસીરહી. ચંદના સાધ્વી
Jain Education International
202
For Private & Personal Use Only
www.jainelibrary.org