SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ . બીજા આરામાં આયુષ્ય બે પલ્યોપમ, ઊંચાઈ બે કોશ, ભોજન ત્રીજા દિવસે અને પૃથ્વી, પાણી અને તે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઓછો, આવી પરિસ્થિતિ જોવા મળે. ત્રીજા આરામાં આ રીતે તમામનું પ્રમાણ બીજા આરાથી પણ ઓછું થાય. લોકો બીજા દિવસે ભોજન લે. આ રીતે ચોથા આરામાં પૃથ્વીના રસ-કસ અને પાણીનો સ્વાદ નહીંવત્ થાય. શરીરનું પ્રમાણ પાંચસો ધનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું બને. પાંચમાં આરામાં આયુષ્ય સો વર્ષનું અને ઊંચાઈ સાત હાથની થાય. બાકી પ્રકૃત્તિનાં તમામ પ્રભાવ બંધ થાય. છઠ્ઠા આરામાં વિચિત્ર પરિસ્થિતિ જોવા મળે. આયુષ્ય માત્ર સોળ વર્ષનું અને શરીરનું પ્રમાણ એક હાથનું હોય. લોકોનું જીવન સંપૂર્ણ દુ:ખી જોવા મળે. આ રીતે જૈન શાસનમાં આરાની ગણતરી અને પૃથ્વી પરની સ્થિતિ જોવા મળે. ઉત્સર્પિણીકાળમાં આ તમામ સ્થિતિ વિરૂદ્ધ જોવા મળે એટલે તેનો પેલો આરો અવસર્પિણી કાળના છઠ્ઠા આરાની પ્રમાણે હોય. કાળચની ગણતરી પહેલા જોયું કે સાગરચંદ્ર અને પ્રિયદર્શનાનો જીવ ત્રીજા આરામાં અંત ભાગમાં ઉત્પન્ન થયો. તેથી તેઓ નવસો ધનુષ્યના પ્રમાણવાળા શરીરવાળા થયા. અશોકદત્ત પણ પૂર્વભવના માયાવી સ્વભાવના કારણે તે જ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો પરંતુ મનુષ્યને બદલે ચાર દાંતવાળો, સફેદ વર્ણવાળો દેવહસ્તિ તરીકે. એક વખત આ દેવહસ્તિ ફરતો હતો. અચાનક તેણે સાગરચંદ્રને સામેથી આવતા જોયો. પૂર્વભવનું જ્ઞાન થતા તેણે પોતાની સૂંઢ વડે આલિંગન આપ્યું અને પોતાની પીઠ પર બેસાડ્યો. બન્ને મિત્રોને જાતિસ્મરણ જ્ઞાન થયું. હાથીની પીઠ પર બેઠેલા સાગરચંદ્રને જોવા ઈન્દ્રો પણ આવી પહોંચ્યા. આ રીતે હાથીની સવારીના કારણે સૌ તેને વિમલવાહન તરીકે બોલાવવા લાગ્યા. પૂર્વભવમાં સાગરચંદ્રની પત્ની પ્રિયદર્શના યુગલિક તરીકે જન્મી હતી તે પણ તેની સાથે શોભી રહી હતી. સમય પસાર થતાં ધીમે ધીમે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટવા લાગ્યો. કલ્પવૃક્ષોના પહેલાના પરિણામો હવે ઓછાં થયાં. યુગલિકો પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષવા કલ્પવૃક્ષ માટે અંદરોઅંદર ઈર્ષા કરવા લાગ્યા. જે લોકો અસમર્થ હતા તેઓએ વિમલવાહનને પોતાના રાજા તરીકે સ્વીકાર્યો, કારણ કે તે અત્યંત પ્રભાવશાળી અને બહાદુર હતો. વિમલવાહને સૌ યુગલિયાને જુદા જુદા કલ્પવૃક્ષો વહેંચી આપ્યા. તે નીતિપરાયણ હતા. પોતે નક્કી કરેલી નીતિ પ્રમાણે જે ન વર્તે એની માટે તેણે “હાકાર' નીતિ અમલમાં મૂકી હતી. એટલે કે એ વ્યક્તિ માટે “અરે! તે આવું દુષ્ટ કાર્ય કર્યું ?' આવા શબ્દો શિલારૂપે વપરાતા. આ શબ્દો તેની માટે તલવારના ઘા કરતાંય વધુ ભયંકર હતા, કારણ કે આ શબ્દોમાં રહેલો તિરસ્કારનો ભાવ વધુ પીડાજનક હતો. આ રીતે રાજા તરીકે સફળતા પ્રાપ્ત કરતા વિમલવાહનનું આયુષ્ય હવે છ માસ જેટલું બાકી હતું. તે સમયે તેની પત્ની ચંદ્રયશાએ (પૂર્વભવમાં પ્રિયદર્શના) યુગલિકને જન્મ આપ્યો. પુત્રનું નામ ચક્ષુષ્મત અને પુત્રીનું નામ ચંદ્રકાન્તા રાખ્યું. ચંદ્રની કંતિ અને પ્રકાશપુંજ માફક આ યુગલિક મોટું થવા લાગ્યું. બન્ને છ માસના થયા ત્યારે વિમલવાહન મૃત્યુ પામી સુવર્ણકુમાર દેવલોકમાં દેવ તરીકે અને ચંદ્રયશા નાગકુમાર નિકાર્યમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ચક્ષુબ્બત અને ચંદ્રકાન્તા હવે રાજ્યના સુકાની બન્યા. ચક્ષુષ્મતે પિતા વિમલવાહનની “હાકાર' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy