SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છે આવા નિર્લજ્જ બનતા તને શરમ નથી આવતી ? તું અત્યારે જ મારા ઘરમાંથી ચાલ્યો જા. મારા સ્વામી માટે છે જે આવું બોલે તે તેનો મિત્ર કહેવાને લાયક તો નથી પરંતુ દુશ્મન છે.” આવા તિરસ્કારભર્યા વચનો શું સાંભળતા અશોકદત્ત ભોંઠપ અનુભવી ચાલતો થયો. તેનો ચહેરો નિસ્તેજ બની ગયો. રસ્તામાં જ તેને સાગરચંદ્ર મળ્યો. તે અશોકદત્તના ચહેરા પર ગ્લાનિ છવાયેલી જોઈ. અને કારણ પૂછયું. આ સાંભળી અશોકદરૂં લાગ જોઈ પાસો ફેંક્યો. પોતાની ચાલને સફળ કરવા અને પોતાના દુષ્કૃત્યને ઢાંકવા તેણે કપટનીતિ શરૂ કરી અને કહ્યું, “સ્ત્રીઓ પ્રત્યે તને ભલે માન હોય, પણ તે હંમેશા પાપની ઉત્પત્તિનું સ્થાન છે. તારી ગેરહાજરીમાં પ્રિયદર્શનાએ મારી પાસે અનુચિત માગણી કરી, ત્યારે ખરેખર તેના પરનું માન ઉતરી ગયું. જેમ વાઘણના પંજામાં હરણ સપડાય એવી મારી દશા થઈ હતી. હવે તો હું આપઘાત કરવાનો જ વિચાર કરતો હતો. ત્યાં રસ્તામાં તમે મળી ગયા.” આ સાંભળી સાગરચંદ્ર અવાચક બની ગયો અને તેના કારણે પોતાની દોસ્તીમાં ખામી નહીં આવે તેની ખાતરી આપી. આ બનાવથી સાગરચંદ્રનો પ્રિયદર્શના પરનો સ્નેહ ઓછો થઈ ગયો. પ્રિયદર્શનાએ એમ માન્યું હતું કે જો તે આ ઘટનાની વાત કરશે તો બન્ને મિત્રો વચ્ચેનો સ્નેહ ઓછો થઈ જશે એટલે અશોકદર વિષેની વાત સાગરચંદ્રને કરી નહીં. આ કારણથી સાગરચંદ્રની શંકાનું કારણ વધુ મજબૂત બની ગયું. તેને સંસાર અસાર લાગ્યો. અંતઃકરણમાં વૈરાગના ભાવ જાગ્યા. સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ કરી લેવાની તૈયારી કરી. કોઈ કારણ નિમિત્ત બની જાય, તો સમજુ માણસ સાચો રસ્તો અપનાવે છે. સાગરચંદ્ર પણ દાન આપવાનું શરૂ કર્યું. અંતે આયુષ્ય પૂર્ણ થતા સાગરચંદ્ર, પ્રિયદર્શના અને અશોકદત્ત મૃત્યુ પામ્યા. ત્યારબાદ આ અવસર્પિણી કાળના બે આરા પૂર્ણ થયા પછી ત્રીજા આરાનો પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શનાનો યુગલિકરૂપે જન્મ થયો. આ સમય એવો હતો કે જેમાં કાળ અંગે કોઈ સ્પષ્ટ માહિતીનો ખ્યાલ ન આવે. પરંતુ જૈન શાસ્ત્ર પ્રમાણે કાળની ગણના અને પરિસ્થિતિ નીચે મુજબ ગણાય છે. કાળચના બે વિભાગ - ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ. દરેક કાળના છ છ આરા ગણાય. ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ અને અવસર્પિણી એટલે ઉતરતો કાળ. બને કામમાં સુખ-દુ:ખનો સમન્વય પણ નિશ્ચિત ક્રમમાં ગણાય છે. અવસર્પિણી કાળનો પહેલો આરો સુખસુખા છે અને બીજો, ત્રીજો, ચોથો પાંચમો અને છઠ્ઠો આરો અનુક્રમે સુખ, સુખ-દુઃખ, દુ:ખ-સુખ, દુઃખ અને દુ:ખ-દુ:ખે છે. તે આરાના વર્ષો પણ સાગરોપમ પ્રમાણે ગણાય છે. કુલ દસ કોડા-કોડી સાગરોપમની સ્થિતિ ગણાય છે. ઉત્સર્પિણી કાળની પણ આ સ્થિતિ અનુસાર ઊલટાક્રમમાં સુખ અને દુઃખની પરિસ્થિતિ ગણાય છે એટલે કે અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો દુઃખ – દુઃખ જેવો ઉત્સર્પિણી કાળનો પહેલો આરો ગણાય છે. આ રીતે ચડતો-ઊતરતો કાળક્રમ ચાલ્યા કરે છે. તે સમયના મનુષ્યજીવનની બાબતો પણ રસપ્રદ છે. પહેલા આરામાં મનુષ્યો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા, ચોથે દિવસે ભોજન કરનારા, શરીરનું કદ પ્રમાણ સમચોરસ અને કષાયોથી મુક્ત હોય તેમને ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરવા દસ પ્રકારના કલ્પવૃક્ષો જે મધ, વસ્ત્રો, વાજિંત્રો, પાત્રો, પ્રકાશ, ભોજન, રહેઠાણ જેવી તમામ ચીજો આપનારા હોય, જમીન રસાસ્વાદવાળી, પાણી અમૃત સમાન, લોકો સુખી અને ઈચ્છિત ફળ મેળવનારા હોય.ધીમે ધીમે ? આ બધુ પ્રમાણ ઘટતું જાય. Sા (૧ ૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy