SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાત સાંભળી રાજાના આનંદનો પાર ન રહ્યો, તેમણે પ્રતિહારીને આજ્ઞા કરી કે પ્રાતઃકાળમાં સૌ નગરજનો આપણાં ઉદ્યાનમાં આવે એવો આદેશ આપો. રાજાએ સાગરચંદ્રને પણ ઉપવનમાં આવવાનું નિમંત્રણ અધ્દ્ધધ્ધદ્વાપ્યું. બીજે દિવસે નગરના સર્વ લોકો અને રાજા ઉદ્યાનમાં ગયા. સમગ્ર ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. સૌ જુદા જુદા વૃક્ષોમાં હીંચકા બાંધી વસંતનો વૈભવ માણી રહ્યાં હતા. એવામાં અચાનક કોઈ વૃક્ષની ઘટામાંથી ‘બચાવો, બચાવો' એવો અવાજ આવ્યો. અવાજ ૫૨થી એમ લાગતુ હતું કે અવાજ કોઈ સ્ત્રીનો હતો. સાગરચંદ્ર આ વૃક્ષની નજીકમાં જ હતો. અવાજ સાંભળતા જ તે એ દિશામાં દોડ્યો. ત્યાં જઈને જોયું તો તે નગરના શેઠ પૂર્ણભદ્રની પુત્રી પ્રિયદર્શનાને લૂંટારાઓએ પકડી હતી. જે રીતે વાઘના પંજામાં કોઈ ગભરૂ મૃગલી સપડાઈ ગઈ હોય એ રીતે પ્રિયદર્શનાને લૂંટારાઓએ પકડી હતી. સાગરચંદ્ર જેટલો ગુણવાન હતો, એટલો જ શક્તિશાળી પણ હતો. તરત તેણે પોતાના બાહુબળનો પરિચય કરાવ્યો. તેની પ્રચંડ તાકાત જોઈ લૂંટારાઓ પોતે ભય પામી નાસી ગયા. આ રીતે સાગરચંદ્રે પ્રિયદર્શનાને લૂંટારાઓના ક્રૂર પંજામાંથી મુક્ત કરી. સાગરચંદ્રને પ્રિયદર્શના માનપૂર્વક જોઈ રહી. તે સ્વરૂપવાન, ગુણવાન અને શક્તિશાળી હતો. પ્રિયદર્શના પણ અત્યંત નાજુક અને સુંદર હતી. તેણે વિચાર્યું કે સાગરચંદ્રએ મારા પર ઉપકાર કર્યો છે. મારો પતિ થવાને આ જ પુરુષ લાયક ગણાય. સાગરચંદ્ર પણ લજ્જાળુ પ્રિયદર્શનાને જોઈ રહ્યો અને તેની આંખોનું ઊંડાણ પામી ગયો. તેના પર મોહિત થઈ કોઈ સ્વપ્ન જોતો હોય એવો અનુભવ કરતો ત્યાંથી નીકળ્યો. તે સીધો તેના મિત્ર અશોકદત્તની સાથે પોતાના ઘેર ગયો. ઘેર પહોંચ્યા પછી સાગરચંદ્રે તેના પિતા ચંદનદાસને પૂરી વાત કરી અને તે પ્રિયદર્શના પર મોહિત થયો છે એની પણ જાણ કરી. આ સાંભળી તે ઘડીભર વિચારમાં પડી ગયા, પરંતુ તેના પુત્રએ એક બેસહારા સ્ત્રીને બચાવવાનું કાર્ય કર્યું તેથી તે પ્રસન્ન પણ થયા. છતાં, તેણે સાગરચંદ્રને સલાહ આપી કે આપણે આપણાં ધન, પરાક્મ અને સંપત્તિનું પ્રદર્શન કરવું જોઈએ. લૂંટારા સાથેનો વ્યવહાર વણિક યુવકને શોભે તેવો ન કહેવાય. આ સંસારમાં સજ્જનોની સોબત જ યોગ્ય ગણાય. તેણે એ પણ જણાવ્યું કે અશોકદત્ત મિત્ર તરીકે યોગ્ય નથી. જે રીતે હંસ અને કાગડાની દોસ્તી યોગ્ય નથી એ રીતે સજ્જન ને દુર્જનની દોસ્તી ન ક૨વી જોઈએ. સાગ૨ચંદ્રે આ વાત સાંભળી અને કહ્યું, ‘“હે પિતાજી ! હું તમારી આજ્ઞાનું પાલન જરૂર કરીશ. પરંતુ અશોકદત્ત એવો કપટી દેખાતો નથી, છતાંયે હંસ કાગડા સાથે રહે તો પણ હંસ શ્યામ બની જતો નથી, હું પણ દુર્ગુણી બનીશ નહિ.” આ વાત સાંભળી ચંદનદાસે તેને સાવચેત રહેવા કહ્યું. ચંદનદાસ સાગરચંદ્રની ઇચ્છા જાણતા હતા એટલે તેમણે પૂર્ણભદ્ર પાસે પ્રિયદર્શનાની માગણી કરી. પૂર્ણભદ્ર તો સાગરચંદ્રનો ઉપકાર જાણતા હતા તેથી તેણે પ્રેમથી આ વાતનો સ્વીકાર કર્યો. શુભ દિવસે સાગરચંદ્ર અને પ્રિયદર્શનાનો વિવાહનો ઉત્સવ ઉજવાયો. સ્નેહના તાંતણે બંધાયેલ બન્ને આત્માઓનું શુભમિલન થયું. એક દિવસ સાગરચંદ્ર ઘેર ન હતો, ત્યારે અશોકદત્ત મોહાંધ બની તેના ઘેર પ્રવેશ્યો. તેણે પ્રિયદર્શનાને કહ્યું કે આ નગરમાં રહેલા ધનદત્ત શેઠની પત્ની સાથે સાગરચંદ્રને આડો સબંધ છે. પ્રિયદર્શના સામાન્ય સ્ત્રી ન હતી કે ગમે તે વાત સ્વીકારી લે. તેને તેના પતિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. પ્રિયદર્શના અશોકદત્તની ચાલ સમજી ગઈ. તે ોધના આવેશમાં આવી અને બોલી “અરે ! દુષ્ટ માનવ, (૧૬). For Private & Personal Use Only Jain Education International ➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖ ------- www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy