SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કે શક્તિનો સમાવેશ થતો હતો. અનેક લબ્ધિઓના સ્વામી હોવા છતાં વનાભ મુનિ અને તેના સાથી મુનિઓએ આ શક્તિઓનો ક્યારેય અવિવેકપણે ઉપયોગ કર્યો ન હતો. આ બાબત જ બતાવે છે કે મહાન વ્યક્તિઓને પોતાના જ્ઞાનનો કે વિદ્યાનો આડંબર હોતો નથી. ત્યારબાદ વજનાભમુનિએ અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય, વિર, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચરિત્ર, બ્રહ્મચર્ય, સમાધિ, તપ, દાન, વૈયાવચ્ચ, સંયમ, અભિનવજ્ઞાન, શ્રત અને તીર્થ એવા વિશ સ્થાનક પદની આરાધના કરી. આ રીતે તીર્થંકર નામકર્મને પ્રગટાવનારા આ વિશે સ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામગોત્ર ઉપાર્જન કર્યું. તે સાથે અન્ય મુનિ ભગવંતોએ પણ લોકોત્તર બાહુબલ પ્રાપ્ત કરી, ચૌદ લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી અનશનવ્રતનો અંગીકાર કર્યો. આમ એક એકથી ચડિયાતું પુણ્યકર્મ બાંધી આ રીતે ધન સાર્થવાહે વજનાભ રૂપે અગિયારમો ભવ પૂર્ણ કર્યો. ) ભવ બારમો All ST) અગિયારમાં ભવે વજનાભે વીસ સ્થાનક પદની કરેલી ભાવપૂર્વક આરાધના પછી અનશન સ્વીકારી કાળાંતરે સર્વાર્થસિદ્ધ નામનાં પાંચમાં અનુત્તર વિમાનને વિષે તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. આગલા ભવોમાં કરેલાં પુણ્યકર્મોના ઉપાર્જનથી દેવલોકમાં પણ તેમણે ઉત્તમ રિદ્ધિ - સિદ્ધિ અને સુખ – વૈભવની પ્રાપ્તિ કરી. અંતે દેવલોકમાં પણ પુણ્યરાશિ કમાયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું. IIII) ભવ તેરમો |||||| જંબૂઢીપના પશ્ચિમ મહાવિદેહમાં અપરાજિતા નામની નગરી છે. હીરા - મોતીના ઝુમખાઓથી શોભી રહેલા ઝુમખાઓ આ નગરની શોભામાં વધારો કરતા હતા. આ નગરમાં અપરાજિત એવો ઉજજવળ યશવાળા ઈશાનચંદ્ર નામે રાજા હતા. તે નગરમાં ચંદનદાસ નામે ધનાઢ્ય શેઠ હતા. તે ખૂબ જ પવિત્ર તેમજ ધાર્મિક જીવન જીવતા હતા. તેને સાગરચંદ્ર નામે પુત્ર હતો. વિનય અને વિવેકમાં બુદ્ધિનું તત્ત્વ ઉમેરાય એટલે વ્યક્તિત્વ અનેરું બને. સાગરચંદ્રના જીવનમાં પણ આવું જ બન્યું હતું. તેના નિર્મળ અને નિઃસ્વાર્થ સ્વભાવે સૌના દિલ જીતી લીધાં હતાં. ઈશાનચંદ્ર રાજાની ઈચ્છા હતી કે પોતાના દરબારમાં જો સાગરચંદ્ર જેવો ઉમદા દરબારી હોય તો તેની કિર્તમાં વધારો થાય. સાગરચંદ્ર પણ તેમાં રાજી હતો. તે રાજાની સેવા કરવા તૈયાર થઈ ગયો. તે ગુણ, બુદ્ધિ અને ચાતુર્યના પરિણામે રાજાનો પ્રિય અને અંગત મિત્ર જેવો બની ગયો. એક દિવસ સાગરચંદ્ર રાજાના દર્શનાર્થે રાજભવનમાં ગયો. રાજાએ તેને માનપુર્વક સત્કાર્યો. એ સમયે રાજસભાના દ્વારે મંગળ પાઠક આવ્યો. અને કહેવા લાગ્યો, “હે રાજન ! આજે અમારા ઉદ્યાનમાં વસંતઋતુ ખીલી રહી છે, આમ્રવૃક્ષો પર મંજરીઓ ઝૂમી રહી છે. કોયલનો મધુર સ્વર વાતાવરણને મોહક બનાવી રહ્યો છે છે. માટે આપ વસંતક્રિડા કરવા પધારો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy