________________
છે નીતિ ચાલુ રાખી. પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી તેઓએ પણ ખૂબ જ સફળતાપૂર્વક અદા કરી. સમય છે
જતા ચન્દ્રકાન્તાએ યશસ્વી અને સુરૂપા નામે યુગલને જન્મ આપ્યો. આ યુગલ તેના માતા પિતા કરતા ઓછા આયુષ્યવાળું હતું. આયુષ્ય પૂર્ણ થતા ચક્ષુબ્બતનો જીવ સુવર્ણકુમારમાં અને ચન્દ્રકાન્તાનો જીવ નાગકુમાર નિકોયમાં દેવ તરીકે જન્મ પામ્યા.
ચષ્મતના મૃત્યુ પછી તેનો પુત્ર યશસ્વીનું શાસન સ્થપાયું. તેની સાથે યુગલિક તરીકે જન્મેલી સુરૂપાએ પણ રાજરાણી તરીકેનું કર્તવ્ય નિભાવવા લાગી. પણ ધીમે ધીમે પ્રજા એટલે કે યુગલિકો એ ‘હાકાર' નીતિનો ભંગ કરવા લાગ્યા. યશસ્વીને લાગ્યું કે આ નીતિ હવે કામયાબ નહીં રહે એટલે એણે જુદા જુદા અપરાધ માટે જુદા જુદા પ્રકારની નીતિ દાખલ કરી. એ મુજબ જે બુદ્ધિશાળી હોય અને ઓછા અપરાધી હોય “માકાર' નીતિ, મધ્યમ અપરાધ માટે માહાકારનીતિ' અને મોટા અપરાધી માટે બન્ને પ્રકારે દંડ દેવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે લોકોને પોતાની ભૂલ સમજાઈ અને અપરાધનું પ્રમાણ ઘટ્યું.
યશસ્વી અને સુરૂપાનું છ માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે સુરૂપાએ પણ એક યુગલને જન્મ આપ્યો. પુત્ર અભિચંદ્ર અને પુત્રી પ્રતિરૂપાના નામે ઓળખાયા. આ યુગલ પણ કાળક્રમેં વૃદ્ધિ પામતું ગયું. અભિચંદ્ર શ્વેત વંતિવાળો અને સાતસો ધનુષ્યના કદ પ્રમાણ જેટલી ઊંચાઈ ધરાવતો હતો.
એ સમયની સ્થિતિ અનુસાર સર્જન સામે વિસર્જન એ એ યુગની વિશેષતા હતી. એક યુગલના જન્મ પછી માતાપિતા છ માસમાં જ મૃત્યુ પામતા. આ મુજબ યશસ્વી મૃત્યુ પામી અબ્ધિકુમાર નિકાયમાં અને સુરૂપા મૃત્યુ પામી નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થયાં. હવે રાજા તરીકેની જવાબદારી તેના પુત્ર અભિચંદ્ર પર આવી. તેણે પોતાના પિતાના જેવી જ રાજનીતિ ચાલુ રાખી. અભિચંદ્ર અને પ્રતિરૂપાને ત્યાં પણ યુગલનો જન્મ થયો. પુત્રનું નામ પ્રેસનજિત અને પુત્રીનું નામ ચક્ષુકાન્તા રાખવામાં આવ્યું. આ યુગલનું આયુષ્ય અને શરીરના કદનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું. આયુષ્ય પૂર્ણ થતા તેના માતા-પિતાનું પણ મૃત્યુ થયું.
પ્રસેનજિતે પોતાના પિતાની રાજનીતિ ચાલુ રાખી પરંતુ યુગલિકો તેનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેણે સમય પારખી ત્રીજી નીતિ પણ દાખલ કરી. તે હતી “ધિક્કર’ નીતિ. યુગલિકોના અપરાધો ઓછા કરવા આ નીતિથી અંકુશ મુકાયો. આયુષ્યના છ માસ બાકી હતા ત્યારે પ્રસેનજિતની પત્ની ચક્ષુકાન્તાએ મરુદેવ નામે પુત્ર અને શ્રીકાંતા નામે પુત્રીને જન્મ આપ્યો. મરુદેવ સ્વરૂપવાન હતો જ્યારે શ્રીકાંતા શ્યામવર્ણવાળી હતી. સમય જતા આયુષ્ય પૂર્ણ કરી પ્રસેનજિત અને ચક્ષુકાન્તાનું મૃત્યુ થયું. પ્રસેનજિત દ્વીપકુમાર નિકાયમાં અને ચક્ષુકાન્તાનો જીવ નાગકુમાર નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
પુત્ર મરુદેવ પિતા જેવો જ બુદ્ધિશાળી હતો. યુગલિકોને સુવ્યવસ્થિત રાખવા માટે તેણે પણ યોગ્ય રીતે રાજનીતિ ચાલુ રાખી. તેની કીર્તિ ચારે બાજુ ફેલાણી. સમય પસાર થતો ગયો. શ્રીકાંતાએ પાંચસો ધનુષ્ય પ્રમાણની કાયાવાળા યુગલને જન્મ આપ્યો. તેમાં પુત્રનું નામ નાભિ અને પુત્રીનું નામ મરુદેવા રાખ્યું. બન્ને સંતાનોનું રૂપ-લાવણ્ય અભુત હતું. વાદળાઓની વચ્ચે મેરૂપર્વત શોભે એમ બન્ને શોભવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતા પોતાના આ બન્ને સંતાનોને જોઈ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. સમય જતા બન્ને મૃત્યુ પામી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. મરુદેવના મૃત્યુ પછી રાજા તરીકે નાભિકુમારને સ્થાપિત કરવામાં આવ્યા. આમ રાજપદ વંશપરંપરાગત બન્યું.
નાભિરાજા અને મરુદવારાણી પ્રજામાં ખૂબ જ પ્રિય થઈ ગયા. તેમના શાસન નીચે યુગલિકો પરમ સુખનો અનુભવ કરવા લાગ્યા. આ રીતે પૃથ્વી પર યુગલિકોની શરૂઆત થઈ ત્યારથી શરૂઆતનાં પ્રભાવી
(૧૯)
LLLLL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org