________________
IIIII) ભવ ત્રીજો all
S
-
IT'S
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની ઐતિહાસિક નગરી પ્રાચીનકાળથી મહાપુરુષોનું જન્મસ્થળ બની રહી છે. આ નગરમાં શોભારૂપ ચૈત્યો અને તેની ગૌરવવંત ધજાઓ જોઈ સૌને તેમાં જન્મ લેવાનું મન થતું. દરેક ઘરમાં રત્નજડિત મિનારા હતા. કિલ્લાના કાંગરા પર, રાજમંદિરોમાં અને દરવાજાઓ પર પડતાં પ્રતિબિંબો તેની શોભામાં વધારો કરતા હતાં. આવી નગરીમાં શૂર નામના રાજા હતા. તેમના નામ પ્રમાણે ગુણ હતા. તેમના ગુણો તેમની શોભામાં વિશેષ પ્રકાશ પાથરતા હતા. રાજા હોવા છતાં તેમના હાથ શસ્ત્રોથી નહીં, પણ સત્કર્મોથી શોભતા હતા. તેમને રૂપ અને લાવણ્યમય મુદ્રાથી શોભતી શ્રી નામની રાણી હતી. તેમના વચનોમાંથી જાણે અમૃત વહેતું હોય એવી તેમની વાણી હતી. મંદ સ્વરે ઉચ્ચારાતા શબ્દોથી તે રાજપરિવારના પ્રિય પાત્ર હતા.
સમયાંતરે સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાંથી સિંહાવહ રાજાનો જીવ દેવપણામાંથી આવીને શ્રી રાણીની કુક્ષિમાં શ્રાવણ વદ નોમના દિવસે જ્યારે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રની સ્થિતિ હતી ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયો. આ સમયે તીર્થંકર પરમાત્માની માતા જે ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જુએ છે એ ચૌદ મહાસ્વપ્નો શ્રી રાણીએ પણ જોયા. એ મુજબ ચાર દાંતવાળો શ્વેત હાથી, કુમુદપુષ્પ જેવી ક્રાંતિવાળો વૃષભ, કેશરીસિંહ વગેરે ચૌદ મહાસ્વપ્નો જોયા. સવારે રાણીએ રાજાને આ સ્વપ્ન વિષે વાત કરી. રાજા પણ આ સ્વપ્નોના પ્રભાવથી પરિચિત હતા. તેમણે કહ્યું, “હે દેવી ! આ સ્વપ્નના પ્રભાવથી તમારે ચક્વર્તી અને તીર્થંકર પુત્રનો જન્મ થશે.” આવા શુભ સમાચાર સાંભળીને રાણીના આનંદનો પાર ન રહ્યો. તેમની આંખો સમક્ષ પરમાત્માની મૂર્તિનાં દર્શન થયાં. રાણીના દિવસો ઉલ્લાસથી પસાર થતા ગયા. અનુક્મ નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા. વૈશાખ વદ ચૌદસના દિવસે જ્યારે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં હતો ત્યારે છાગ(બકરા)ના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ત્રણે લોકમાં ક્ષણિક પ્રકાશનો અનુભવ થાય અને નારકીના જીવો ક્ષણવાર માટે પરમ સુખનો અનુભવ કરે. શ્રી રાણીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. ઈન્દ્રોનાં આસન કંપાયમાન થયાં. તેઓએ પ્રભુજન્મનો સંકેત જાણ્યો એટલે જન્મોત્સવને ઉજવવા સૌ હર્ષઘેલા બની ગયા. સૌ પ્રથમ વિવિધ દિશાઓમાંથી છપ્પન દિકુમારિકાઓ આવી અને સૂતિકાકર્મ કર્યું. માતાની સામે તેઓ ચામર, પંખા, દર્પણ વગેરે લઈ ગીતો ગાવા લાગી. માતાને સિંહાસન પર બેસાડી તેમના ખોળામાં પ્રભુજીને પધરાવ્યા. શકેંદ્ર પણ પાંચ રૂપ ધરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવવા અન્ય ઈન્દ્રો સહિત આવી પહોંચતા ચારે તરફ દિવ્ય વાતાવરણ રચાઈ ગયું. તીર્થકર પરમાત્મા જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે તેમના રૂપ અને ગુણની પ્રશંસા કરવા દેવો પણ પહોંચી જાય છે. શકેદ્રએ પ્રથમ રૂપ ધરી પ્રભુને ખોળામાં પધરાવ્યા, બે રૂપ ધરી ચામર અને એક એક રૂપ ધરી છત્ર અને વજને ધારણ કર્યા. તેઓ મેરૂગિરિપર પ્રભુને લઈ આવ્યા. ત્રેસઠ ઈન્દ્રોએ તીર્થજળથી પ્રભુને અભિષેક કર્યો. શકેંદ્રએ પ્રભુને ઈશાન ઈન્દ્રના ખોળામાં પધરાવ્યા અને સ્નાત્ર ભણાવ્યું અને સ્તુતિ કરતા કહ્યું :
હે પ્રભુ! આપના જ્ઞાન અને સ્નાત્રવિધિમાં ઉપયોગી જળ, કમળ, ઔષધિઓ, પુષ્પો, ચંદન સૌ કૃતાર્થ થયાનો ભાવ અનુભવે છે. આજે મેરૂગિરિ પણ ઉત્કૃષ્ટ થયો છે. તમારા દર્શન અને સ્પર્શથી અમારા નયન અને હાથ પવિત્ર થયા છે.”
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org