________________
આ પ્રમાણે સ્તુતિ કરી ઈન્દ્ર વગેરે પ્રભુને પાછા હસ્તિનાપુર લઈ ગયા અને શ્રી રાણી પાસે સ્થાપિત કરી છે ગયા. સવારે શૂર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ કુંથુ નામનો રત્નસંચય જોયો હતો એટલે પ્રભુનું નામ કુંથુ પાડવામાં આવ્યું. ઈન્દ્ર વગેરે સ્વસ્થાને ગયા.
તીર્થંકર પરમાત્માને પણ પૂર્વભવોનાં ભોગાવલિ કર્મો ભોગવવા પડે છે. અનુક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ પાંત્રીસ ધનુષ્યની કાયા ધરાવતા યુવાવસ્થામાં પ્રવેશ્યા. સર્વના દિલ જીતી લેનાર રાજકુમારને પરવા માટે કઈ કન્યા તૈયાર ન હોય? પિતાની આજ્ઞાથી તેમણે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યા. રાજ-વૈભવ અને સુખસાહ્યબીમાં રાચતા સમય કેવી રીતે પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ હોતો નથી. જન્મથી ત્રેવીસ હજાર અને સાડાસાતસો વર્ષ ગયા પછી પિતાની આજ્ઞાથી તેમણે રાજ્ય ગ્રહણ કર્યું. આટલા જ વર્ષો માંડલિકપણાંમાં પસાર કર્યા. રાજ્યમાં પ્રજાએ સુખનો અનુભવ કર્યો.
પૂર્વભવના પુણ્યોદયે આ ભવમાં આવેલાં પરિણામોથી ધન્યતા અનુભવતા કંથકુમારની આયુધશાળામાં ચરત્ન ઉત્પન્ન થયું. ચરત્ન ચક્વર્તી માટેનું સૂચક ગણાય. એ ચક્ર જેમ જેમ પસાર થતું જાય એમ એ પ્રદેશ પર ચક્વર્તી રાજાની વિજયપતાકા ફરકતી જાય, એ પ્રમાણે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંઘ વગેરે ખંડો સાધ્યા. નવનિધિના સ્વામી બનેલા કુંથુનાથ પ્રભુએ આખા ભરતક્ષેત્રને સાધ્યું અને દિગ્વિજય કરી હસ્તિનાપુર પાછા પધાર્યા. હસ્તિનાપુરની પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
જ્યારે તીર્થંકર પ્રભુ ચક્વર્તી બનીને આવે છે ત્યારે દેવો પોતે પણ તે ઉત્સવ ઉજવવા આવી પહોંચે છે. અહીં પણ દેવોએ પ્રભુના ચક્કર્તાપણાનો અભિષેક કર્યો. એક-બે દિવસ નહીં પણ બાર વર્ષ સુધી સૌએ સાથે મળી ઉત્સવ મનાવ્યો. આ રીતે ચક્વર્તીપણામાં ત્રેવીસ હજારને સાડાસાતસો વર્ષ પસાર થયાં. આ વર્ષો દરમિયાન પ્રજાએ સંપૂર્ણ સુખ અને સંતોષનો અનુભવ કર્યો. આ પછી લોકાંતિક દેવોએ કહ્યું, “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” આ સાંભળી કુંથુસ્વામીએ સંસારનાં મોહ અને માયાના બંધનોને તોડી મુક્તિનો પંથ લેવાની તૈયારી શરૂ કરી. રાજકારભાર પુત્રને સોંપી દીધો અને વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. દાનથી દરિદ્રોનું દારિદ્ર ટળી ગયું.
આ પછી વૈશાખ વદ છઠ્ઠના દિવસે છઠ્ઠના તપ સાથે વિજ્યા નામની શિબિકામાં બેસી કુંથુસ્વામી સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા. સહસ્ત્રાગ્ર વનની શોભા સાથે પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવવા આવી પહોંચેલા દેવોના પરિવારની શોભા અવર્ણનીય હતી. આખું આકાશ વિવિધ દેવવિમાનોથી શોભાયમાન થઈ ગયું. પ્રભુએ શિબિકામાંથી ઊતરી આ સુંદર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પ્રભુએ અલંકારોનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. એ સમયે પ્રભુને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે ચક્રપુરમાં વ્યાપ્રસિંહ રાજાના ઘેર પ્રભુએ પારણું કર્યું. પરંપરા પ્રમાણે આ સમયે દેવો દ્વારા પંચ દિવ્યો પ્રગટ થાય છે. વ્યાધ્રસિંહ રાજાના ઘેર પણ દેવતાઓએ પંચ દિવ્યો પ્રગટ કર્યા. પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. આ રીતે છબસ્થાવસ્થામાં સોળ વર્ષ પસાર થયાં. ત્યારપછી ફરી કુંથુનાથ પ્રભુ વિહાર કરતા સહસ્ત્રાગ્ર વનમાં આવી પહોંચ્યા. ત્યાં તિલક નામના વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરી કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા.
જેમ અંધકારમય વાતાવરણ વચ્ચે પ્રકાશનું એક કિરણ આવી જતા ઘડીભર તેજપુંજ રચાય છે, એ રીતે ચૈત્ર સુદ ત્રીજનો એ દિવસ પ્રભુના જીવનનો પ્રકાશપુંજ બની સમસ્ત જગતના અજ્ઞાનના અંધકારને દૂર
કરનાર બની ગયો. એ દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. આ સમયે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. સૌ દેવો-ઈન્દ્રો આ વગેરેએ પ્રભુના કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવવા તૈયારી કરી. દેવતાઓએ સંચાર કરેલાં સુવર્ણ કમળ ઉપર
suuuuuuuuuuu109
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org