SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ પ્રભુનું ચરિત્ર દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવી ! જે પ્રભુની કીર્તિ પાસે ચંદ્રનું તેજ ઝાંખું લાગે, જે પ્રભુના ગુણ ગાવા માટે સાગર પોતાના વિશાળ જળરાશિને ઉછાળતો હર્ષોલ્લાસ પામે અને જેમની શીતળ વાણી સદા જય પામે છે એવા શ્રી કુંથુનાથ પ્રભુના ચરિત્ર આલેખન માટેનું સામર્થ્ય તો ક્યાંથી પ્રગટે ? છતાં આપની કૃપાદૃષ્ટિએ આ કાર્ય પૂર્ણ થાઓ એવી પ્રાર્થના. શ્રી કુંથુનાથ પ્રભુના ત્રણ બવો આ મુજબ છે. ભવ પહેલો તીર્થંકર પરમાત્માની ચરણરજથી જે ધરતી પાવન થઈ છે એ ભૂમિ એટલે જંબૂદ્દીપ. આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયે અનેક શલાકા પુરુષોએ અવતાર ધારણ કરી જૈન શાસનના ઉજ્જવળ ઈતિહાસની પરંપરા સર્જી. તેમાં પણ પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવર્ત નામના વેજયમાં ખડગપુરી નામની નગરીમાં સર્વ ગુણસંપન્ન અને બહાદુર એવા સિંહાવહ નામના રાજા હતા. ધર્મ અને નીતિ જે રાજાના હૈયે વસ્યા હોય તે રાજાની પ્રજા પણ રાજ્યના રક્ષણ માટે તૈયાર હોય. સિંહાવહ રાજાએ આવા ગુણોથી ચારે તરફ યશ અને કીર્તિ ફેલાવ્યા હતા. તેમના રાજ્યમાં અમાપ સંપત્તિ અને અખૂટ વૈભવ હતા. સત્તા અને સંપત્તિ બન્ને હોવા છતાં સિંહાવહ રાજાને ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. મહાન પુણ્યકર્મના ઉપાર્જનથી મહાપુરુષોમાં કેટલીક બાબતોમાં વિશિષ્ટ લક્ષણો હોય છે. તેઓ મોહમાયાના અને ભોગવિલાસના સાગ૨ વચ્ચે રહેતા હોય છતાં કમળના પુષ્પની માફક તેમાંથી અલિપ્ત રહી શકે એવી ક્ષમતા ધરાવતા હોય છે. સિંહાવહ રાજા પણ અનાસક્ત ભાવે રાજ્યની જવાબદારી વહન કરતા હતા. આ રીતે કેટલોક સમય પસાર થયો. એક વખત આ ભોગવિલાસ અને સુખસાહ્યબીમાંથી મુક્ત થવા માટે તેઓએ વૈરાગ્યભાવ ધારણ કર્યો. અનુક્ર્મ સંવાચાર્ય પાસે જઇને તેમણે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેનું ઉત્કૃષ્ટ પાલન કરતા તપની આરાધના કરી ઉત્તમ એવા તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરી. સમયાંતરે તે સાધુપણું પૂર્ણ કરી કાળધર્મ પામ્યા. ભવ બીજો પૂર્વભવમાં તીર્થંક૨ નામકર્મ બાંધ્યા પછી સિંહાવહ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધિમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવપણાંના સુખ ભોગવ્યા પછી કાળાંતરે ત્યાંથી તેમનું ચ્યવન થયું. આ રીતે સિંહાવહ રાજાએ બીજો ભવ પૂર્ણ કર્યો. ૧૫ .ucation International Ce For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy