SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જે સ્ત્રીની કુક્ષિએ ત્રણ જગતના નાથનો જન્મ થવાનો હોય તે સ્ત્રીની ખુશીની કોઈ સાથે સરખામણી તો થઈ શકે નહીં. માતા જયાદેવી પણ ખૂબ જ પ્રસન્ન હતા. સમય પૂરો થતાં તેમણે ફાગણ વદ ચૌદસના દિવસે ચંદ્રનું આગમન વરૂણ નક્ષત્રમાં થયું ત્યારે રાતા વર્ણના મહિષ (પાડા)ના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાન વડે જાણીને તે તથા અન્ય ઈન્દ્રો, દેવતાઓ તથા છપ્પન દિકુમારિકાઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા વિમાનમાર્ગે આવી પહોંચ્યા. દરેકે પોતાના આચાર મુજબ સૂતિકાકર્મ કર્યું. પ્રભુ તથા માતાને નમસ્કાર કર્યા. ત્યાર બાદ ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા અને પ્રભુને મેરુ પર્વત પર સ્નાન માટે લઈ ગયા. નિર્મળ અને વિશુદ્ધ એવા પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો, આભૂષણ અને પુષ્પોથી અલંકૃત કરી ઈન્દ્ર પાછા તેમને માતા પાસે મૂકી ગયા. પ્રભુ અને માતાને વંદન કરી, પ્રભુના ગુણોની સ્તુતિ કરી સૌ પોતપોતાને સ્થાને ગયા. પ્રાત:કાળે વસુપૂજ્ય રાજા તથા જયાદેવીમાતાએ પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો અને વાસુપૂજ્ય નામ રાખ્યું. કુમારવયના થતા પ્રભુ રત્ન અને સવર્ણના રમકડાંઓથી રમવા લાગ્યા. અનુક્રમે યૌવનવય પામતા સીત્તેર ધનુષ્ય ઊંચા અને સર્વ ગુણલક્ષણોથી યુક્ત પ્રભુજી સૌના પ્રિય થઈ પડયા. ધીમે ધીમે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ થવાથી તેમણે માતા-પિતાને સંસારથી મુક્ત કરવા વિનંતી કરી. માતા-પિતાએ તેમને સુંદર રાજ કન્યાઓ સાથે પરણાવી રાજસુખ ભોગવવા કહ્યું. પરંતુ તેમણે પોતાના તરફનો મોહ દૂર કરવા કહ્યું. સંસારની અસારતા વિષે સમજાવી પ્રભુએ જન્મ પછી અઢાર લાખ વર્ષ ગયા પછી દીક્ષા લેવા ઉત્સુક્તા જણાવી. આ અવસરે લોકાંતિક દેવોએ પ્રભુને તીર્થની સ્થાપના કરવા પ્રેરણા કરી. સંસાર છોડીને જેને સંયમ ગ્રહણ કરવું છે તેને કોઈ રોકનાર નથી. પ્રભુએ પણ સાંવત્સરિક દાન દેવાની શરૂઆત કરી. યાચકોના સંતોષ અને પ્રસન્નતા જોઈ દાનની સાર્થકતાનો ખ્યાલ આવ્યો. આ રીતે એક વર્ષ પસાર થતા ઈન્દ્રનું આસન કંપિત થયું અને તેમણે અવધિજ્ઞાન વડે પ્રભુનો દીક્ષા અવસર જાણ્યો. સુર-અસુરોએ સિંહાસન યુક્ત એવી પૃથ્વી નામની શિબિકા રચી. સુવર્ણકમળ ઉપર જેમ રાજહંસ શોભે એ રીતે પ્રભુ મણિમય સિંહાસન પર શોભવા લાગ્યા. દેવતાઓએ ચામર, પંખા, છત્ર, પુષ્પોની માળા, સુગંધી જળનાં પાત્રો આદિ લઈને પ્રભુના દીક્ષા સ્થળે જવા પ્રયાણ કર્યું. સૌ વિહારગ્રહ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આખું ઉદ્યાન જાણે વસંતોત્સવ ઉજવતું હોય એવી મહેકથી આચ્છાદિત હતું. પ્રભુ શિબિકાથી નીચે ઊતર્યા. અલંકારો વગેરેનો ત્યાગ કર્યો અને પંચમુષ્ટિથી કેશનો લોચ કર્યો. એ સમય ઈન્દ્ર પ્રભુની ઉપર દેવદુષ્ય વસ્ટ નાખ્યું અને પ્રભુએ તે વસ્ત્ર ધારણ કર્યું. દેવતાઓએ પ્રભુના કેશનું યોગ્ય વિધિથી ક્ષેપન કર્યું. આ રીતે પ્રભુએ છઠ્ઠના તપ સાથે ફાગણ માસની અમાસના દિવસે જ્યારે ચંદ્રનો યોગ વરૂણ નક્ષત્રમાં હતો ત્યારે દીક્ષા ગ્રહણ કરી. સૌ દેવી-દેવતાઓ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. મહાપુર નગરના સુનંદ રાજાના ઘેર પ્રભુએ બીજે દિવસે પરમ અન્નથી પારણું કર્યું. આ પછી પ્રભુ અનેક ગ્રામ, નગર વગેરે સ્થળે વિહાર કરવા લાગ્યા. વાસુપૂજ્ય સ્વામીના સમયમાં બીજા વાસુદેવ દ્વિપુષ્ટ, બળદેવ વિજય અને પ્રતિ વાસુદેવ તારક થયા. આ વિષેના ચરિત્રો “ત્રિષષ્ઠિશલાકા પુરુષ' પુસ્તકમાંથી જાણી લેવા. એક માસ છદ્મસ્થપણે વિહાર કરી વાસુપૂજ્ય સ્વામી પાછા વિહારગૃહ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy