________________
પાટલ(એક જાતના ગુલાબ)ના વૃક્ષ નીચે કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિર થયા. શુકલધ્યાનસહિત-ધાતિકર્મોના નાશની સાથે ક્ષપકશ્રેણિ મંડાઈ અને મહા સુદ બીજના દિવસે ચંદ્ર જ્યારે શતભિષા નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું અને સૌ પ્રભુનો કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. સમવસરણની ૨ચના થઈ અને તેમાં ચાલીશ ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. પ્રભુએ તેની પ્રદક્ષિણા કરી અને ‘તીર્થાય નમઃ’’ કહી તેઓ સિંહાસન પર બિરાજમાન થયા. સમવસરણના ત્રણેય ગઢમાં સુર-અસુર સર્વ દેવતાઓ, ઈન્દ્ર, મનુષ્યો વગેરે સૌએ પોતાનું સ્થાન લીધું.
ઈન્દ્રએ પ્રભુને સ્તુતિ કરતા સંસાર સમુદ્રમાંથી તરવાનો ઉ૫ય બતાવવા વિનંતી કરી. પ્રભુએ સૌને મધુર વાણીમાં ધર્મપરાયણતાનું મહત્ત્વ સમજાવતી દેશના આપી. પરિણામે ઘણાં લોકોએ ચારિત્ર ગ્રહણ કર્યું.
આ સાથે તે પર્ષદામાં બિરાજમાન બીજા વાસુદેવ દ્વિપુષ્ટને સમક્તિની પ્રાપ્તિ થઈ. પ્રભુની દેશના પૂર્ણ થતા સુક્ષ્મ નામના ગણધરે બાકીની દેશના આપી. અંતે સૌ પોતપોતાના સ્થાને ગયા.
શ્રી વાસુપૂજ્ય સ્વામીના સમયમાં કુમાર નામે યક્ષ શાસનદેવ અને ચંદ્રા નામે દેવી શાસનદેવી થયા. બન્ને પ્રભુની સમીપ રહેવા લાગ્યા.
બિહારમાં પ્રભુને બોંતેર હજાર સાધુ, એક લાખ સાધ્વીઓ, બારસો ચૌદ પૂર્વધારી, ચોપનસો અવધિજ્ઞાની, એકસઠસો મનઃપર્યવજ્ઞાની, છ હજાર કેવળજ્ઞાની, દશ હજાર વૈયિલબ્ધિવાળા, સુડતાલીસસો વાદ લબ્ધિવાળા, બે લાખ પંદર હજાર શ્રાવકો અને ચાર લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો.
પોતાનો મોક્ષકાળ નજીક આવતો જાણી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં છસો મુનિઓ સાથે પ્રભુએ અનશનવ્રત સ્વીકાર્યું. એક માસના અંતે જ્યારે ચંદ્ર ઉત્તરાભાદ્રપદમાં આવ્યો ત્યારે અષાઢ સુદ ચૌદસે પ્રભુએ છસો મુનિઓ સાથે મોક્ષપદને પ્રાપ્ત કર્યું.
કુમારવયમાં અઢાર લાખ વર્ષ, દીક્ષા પર્યાયમાં ચોપન લાખ વર્ષ એમ મળી કુલ બોંતેર લાખ વર્ષનું આયુષ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ભોગવ્યું. શ્રી શ્રેયાંસપ્રભુના નિર્વાણ પછી ચોપન સાગરોપમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાન નિર્વાણપદ પામ્યા. સર્વ દેવો આ અવસર જાણી નિર્વાણ મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. સૌએ યથાવિધિ પ્રભુના દેહનો સંસ્કાર કર્યો અને સ્વસ્થાને ગયા.
દ્વિપૃષ્ટ વાસુદેવ પછીના ભવે દેવપર્ણ ઉત્પન્ન થયા. ત્યાં સુખ ભોગવી, આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તમઃપ્રભા નામની છઠ્ઠી ન૨કભૂમિમાં ગયો. તેણે કુલ ચુંમોતેર લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
વિજય બળભદ્રે (બળદેવ) પંચોતેર લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું પણ દ્વિપૃષ્ટના મૃત્યુ પછી સંસા૨થી વિરક્ત થયા અને શ્રી વિજયસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ઉત્તમ ચારિત્ર પાળી કાળધર્મ પામી મોક્ષે ગયા. ત્રણ જગતના પૂજ્ય અને રાગ, દ્વેષ, કષાયો વગેરેથી ૫૨ એવા શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર આલેખન અહીં પૂર્ણ કરૂં છું.
COLLE
નામયોગ
Jain Education International
७८
For Private & Personal Use Only
www.jainelibrary.org