SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર હે વાગ્યાદિની દેવી મા શારદા! અલૌકિક ગુણોવાળા અને સર્વજીવો પર મૈત્રીભાવ કેળવનારા શ્રી વાસુપૂજ્યસ્વામીના અતિ નિર્મળ એવાં ચરિત્રના આલેખન દ્વારા કૃતાર્થ થવા માટેની શક્તિ પ્રાપ્ત થાઓ. || ભવ પહેલો | પુષ્કવર દ્વીપના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીને વિષે પદ્મોત્તર નામે રાજા હતા. ધર્મ, લક્ષ્મી અને કીર્તિને સાથે ધારણ કરતા. રાજા પદ્મોતરની સિદ્ધિ ચોમેર વ્યાપી હતી. ધીમે ધીમે ધર્મની ભાવના પ્રબળ બનતા સંસારની અસારતા તેમને સમજાણી આથી વજનાભ ગુરુ પાસે દીક્ષાગ્રહણ કરી. અપ્રવચનમાતાનું ઉત્કૃષ્ટ પાલન કરતા તેમણે વીસ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જિત કર્યું. ઘણા વર્ષ સુધી આવા ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું. ઉત્તમ ચારિત્રપાલન મોક્ષના દરવાજા ખોલી આપે છે. આ બાબત આ રાજમુનિના જીવનમાં સાચી પડી હોય એમ તેઓએ સંપૂર્ણ સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. SESS || ભવ બીજો સામાન્ય રીતે તીર્થંકર પરમાત્માના જીવે જો આગલા ભવે પુણ્યકાર્યમાં જીવન પસાર કર્યું હોય તો, બીજા ભવે જન્મ દેવલોકમાં થાય છે. પદ્મોત્તર રાજમુનિએ પાળેલાં ઉત્તમ ચારિત્રનાં કારણે પહેલા ભવે આયુષ્ય પૂરું કરી તે દશમાં દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ઉત્કૃષ્ટ સુખ ભોગવ્યા પછી તેમના જીવનું ત્યાંથી ચ્યવન થયું. IIભવ ત્રીજો વી - જંબુદ્વીપના ભરતાર્ધમાં ચંપાનગરીમાં પ્રતાપી એવા વસુપૂજ્ય નામે રાજા હતા. ચંપાનગરી એટલે પૃથ્વીલોકમાં જાણે સ્વર્ગ ઊતરી આવ્યું હોય એટલી અનેરી શોભા ધરાવતી નગરી ! આ રાજાના કુળરૂપી સરોવરમાં રાજહંસી જેવી રાજરાણી જયાદેવી સૌની પ્રીતિનું પાત્ર બની હતી. પક્વોત્તર રાજાનો જીવ અનુક્રમે દેવલોકમાંથી ચ્યવીને જેઠ સુદ નોમના દિવસે શતભિષા નક્ષત્રે જયાદેવીની કુશિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તે સમયે માતા જયાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નોને છે પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy