SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘમાંથી ઘણાએ દીક્ષા લીધી અને કેટલાકે શુદ્ધ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રભુને ઇન્દ્ર વગેરે અઢાર ગણધરો થયા. પ્રભુએ તેમની દેશના પૂર્ણ કરી પછી ઇન્દ્ર ગણધરે દેશના આપી. આ રીતે પુણ્યની પ્રસાદી પામ્યા પછી પ્રસન્નતા અનુભવતા શ્રી ચતુર્વિધ સંઘ સ્વસ્થાને પાછો ગયો. પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો, શ્વેત વર્ણવાળો, જટાધારી અને આઠ હાથવાળો ૫૨શુ નામે યક્ષ થયો એટલે તે શાસનદેવતા થયો. તેમ જ ગૌર વર્ણવાળી, ભદ્રાસન પર બેસનારી, ચાર હાથવાળી નરદત્તા નામે શાસનદેવી થયા. એક વખત મુનિસુવ્રતપ્રભુ વિહાર કરતા ભરૂચ નગરમાં સમવસર્યા. આ વખતે ત્યાંનો રાજા જિતશત્રુ સુંદ૨ અશ્વ પર ચઢી પ્રભુને વંદન કરવા આવ્યો. રાજા પ્રભુની દેશના સાઁભળવા બેઠો, તે સમયે તે અશ્વ પણ કાન ઊંચા રાખી જાણે પ્રભુની વાણી સાંભળવા મગ્ન થયો. દેશના પૂરી થઇ ત્યારે ગણધરે પૂછ્યું, “હે ભગવંત ! આ સમવસરણમાં અત્યારે ધર્મને કોઇ પામ્યું ?’’ પ્રભુએ ઉત્તર આપ્યો, ‘હાલ આ સમવસ૨ણમાં જિતશત્રુ રાજાના અશ્વ વગર કોઇ ધર્મ પામ્યું નથી.’’ આ સાંભળીને સર્વને નવાઇ લાગી. આટલી માનવમેદનીમાં અનેક ધર્મી અને પુણ્યવંત આત્માઓ પ્રભુની દેશના ધ્યાનપૂર્વક સાંભળતા હોવા છતાં અશ્વ જેવો જીવ જ માત્ર ધર્મ પામ્યો ! રાજા જિતશત્રુએ તેના વિષે પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે પદ્મિની નામે નગ૨માં જિનધર્મ નામે એક શેઠ હતો. તેને સાગરદત્ત નામે મિત્ર હતો. તે દ૨૨ોજ શેઠ સાથે જિનચૈત્યમાં આવતો. એક વખત વ્યાખ્યાનમાં તેણે સાંભળ્યું કે જે અર્હત પ્રભુનાં બિબ ભરાવે તે જન્માંતરમાં મોક્ષ પામે એવા ધર્મને પામે છે. આ સાંભળી સાગરદત્તે સોનાનું અર્હત બિંબ ક૨ાવ્યું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પહેલા સાગરદત્ત અન્યધર્મી હતો, તેથી તેણે નગર બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. “એક વખત ઉત્તરાયણના પર્વ પ્રસંગે સાગરદત્ત તે શિવાલયમાં ગયો. ત્યાં પૂજા માટે એકત્ર કરેલા ઘીના ઘડાઓ શિવપૂજકો ઝડપથી ખેંચતા હતા. ઘણા દિવસ પહેલા આ ઘડાઓ ત્યાં પડ્યા હતા, તેથી તેની નીચે પિંડ આકારે ઉધઇઓ ચોંટેલી હતી. પૂજકો ઘડા ખેંચતા હતા તેથી ઉધઇઓ ચગદાતી હતી. સાગ૨દત્તે જૈન સાધુ-સાધ્વીઓના ઉપદેશમાં જીવદયા વિષે જાણ્યું હતું. તેણે આ દશ્ય જોયું, તેથી તેના દિલમાં જીવદયાનો ભાવ જાગૃત થયો. વસ્ત્રથી તે ઉધઇને દૂર કરવા લાગ્યો ત્યારે શિવભક્તોએ તેની ટીકા કરતા કહ્યું, “તને પેલા ધોળા વસ્ત્રોવાળા યતિઓએ આ નવી શિક્ષા આપી લાગે છે.' આટલું બોલતા તેઓએ જાણી જોઇને વધુ ઉધઇઓ ચગદી નાખી. તેના આચાર્યએ પણ આ બાબત પ્રત્યે સાગરદત્તની ઉપેક્ષા કરી. સાગરદત્તને આથી વધું દુઃખ થયું. તેણે વિચાર્યું કે આવા ગુરૂઓ પોતાની સાથે અન્યના ભવ પણ બગાડે છે. પોતે દુર્ગતિમાં જાય છે તેની સાથે તેને અનુસરનારાઓ પણ એ જ માર્ગે જાય છે. આ રીતે શિવાલયમાં અશ્રદ્ધા સાથે તેણે ફરજપૂર્વક શિવપૂજા કરી. પરિણામે તેને સમક્તિની પ્રાપ્તિ ન થઇ. સાગરદત્ત જ મૃત્યુ પામીને આ અશ્વરૂપે જન્મ્યો છે. પૂર્વજન્મે તેને જિનપ્રતિમા કરાવેલી તેથી પુણ્યોદયે તે આજે આ દેશનાથી ધર્મ પામ્યો છે.’ મુનિસુવ્રત પ્રભુના આવા વચનો સાંભળી રાજા જિનધર્મ તે અશ્વને ખમાવીને માફી માગી અને તેને છોડી મૂક્યો. તે પ્રસંગથી ભરૂચ તીર્થ અશ્વાવબોધ નામે પણ જાણીતું થયું છે. કેવળજ્ઞાન પછી જગતને ઉપદેશ દ્વારા સાચા માર્ગને અનુસ૨વાનો પ્રતિબોધ પમાડી મુનિસુવ્રત પ્રભુ વિહાર કરતા હતા. તેમને ત્રીસ હજાર સાધુઓ, પચાસ હજાર સાધ્વીઓ, પાંચસો ચૌદ પૂર્વધારીઓ, અઢારસો અવધિજ્ઞાનીઓ, પંદ૨સો મનઃ પર્યવજ્ઞાનીઓ, અઢારસો કેવળજ્ઞાનીઓ, બે હજાર વૈયિલબ્ધિવાળા, એક હજા૨ બસો વાદલબ્ધિવાળા, એક લાખ બોંતેર હજાર શ્રાવક, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવિકાઓનો Jain Education International --૧૧૮):-.. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy