SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ - - ચારિત્ર ગ્રહણ કર્યા પછી તીર્થકર ભગવંતોનું કર્તવ્ય ઉપસર્ગો સહન કરી કર્મક્ષય દ્વારા પરંપરાએ છે મોક્ષપ્રાપ્તિનું હોય છે. મુનિસુવ્રત પ્રભુએ અગિયાર મહિના સુધી વિહાર કરી ઉપસર્ગો સહન કરી કર્મક્ષય ર્યો. આ પછી નીલગુહા નામના ઉદ્યાનમાં ચંપકવૃક્ષની નીચે આવીને ત્યાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થયા. ઘાતકર્મનો ક્ષય થતા મહાજ્ઞાન એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એ મહાન દિવસ એટલે ફાગણ વદ બારશ. ચંદ્ર જ્યારે શ્રવણ નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુએ જ્ઞાનના પ્રકાશ પુંજનું ચક્ર રચાયું. આ સમયે નારકીના જીવોને ક્ષણવાર સુખ થયું. સર્વ સુર-અસુરના ઇન્દ્રો પોતાના આસન ચલિત થવાથી ઉજ્જવળ એવા કેવળજ્ઞાનનો મહિમા કરવા આવ્યા. સમવસરણની રચના કરવા વાયુકુમાર દેવતાઓએ એક યોજન સુધી પૃથ્વીને સાફ કરી, મેઘકુમારોએ સુગંધી જળનો છંટકાવ કર્યો. વ્યંતરોએ સૂવર્ણ અને રત્નોની ભૂમિ બાંધી પાંચ વર્ણોનાં પુષ્પો વેર્યા. ચારેય દિશામાં છત્ર, ધ્વજ, સ્તંભ વગેરે ચિન્હોથી સુશોભિત તોરણો રચ્યાં. વચ્ચે ભવનપતિ દેવોએ રત્નની પીઠ બનાવી. ચારે તરફ સોનાના કાંગરાવાળો રૂપાનો કિલ્લો, મધ્યમાં જ્યોતિષ્ક દેવોએ રત્નના કાંગરાવાળો સોનાનો કિલ્લો અને તેની ઉપર વૈમાનિક દેવોએ માણેકના કાંગરાવાળો રત્નનો કિલ્લો રચ્યો. પ્રત્યેક કિલ્લાને ચાર - ચાર દરવાજા મૂક્યા. વચ્ચે બસોને ચાલીસ ધનુષ્ય ઊંચું અશોકવૃક્ષ રચ્યું. તેની નીચે મણિમય પીઠ પર રત્નનું સિંહાસન અને સુંદર ત્રણ છત્રો રચ્યાં. બન્ને બાજુ ચંદ્ર જેવા ઉજ્જવળ ચામર ધરાવતા યક્ષો ઊભા રાખ્યા. સમવસરણના આગળના ભાગમાં ધર્મચક્રનું સ્થાપન કર્યું. પછી દેવતાઓ દ્વારા રચેલાં સૂવર્ણનાં નવા કમળ પર ચરણ મૂકતા મુનિસુવ્રત પ્રભુ અનેક દેવતાઓની વચ્ચેથી પસાર થયાં, ત્યારે મનમોહક દશ્યો રચાયાં. પ્રભુએ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. વૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી “તીર્થાય નમઃ' એ પ્રમાણે બોલી તેઓ સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયાં. તરત જ વ્યંતરોએ અન્ય ત્રણ દિશામાં પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. પ્રભુના મસ્તકના પાછલા ભાગે ભામંડલ અને આગળ ઇન્દ્રધ્વજ રચાયો. સમગ્ર આકાશ અને આખું વાતાવરણ દુંદુભિના નાદથી ગુંજી ઉઠ્યું. શ્રી ચતુર્વિધ સંઘ, તિર્યંચો અને વાહનો વગેરે યોગ્ય સ્થાને ગોઠવાયાં. આખું વાતાવરણ રોમાંચક બની ગયું. જેની કલ્પના માત્રથી મન પ્રસન્નતા અનુભવે એવો સાક્ષાત્કાર થાય ત્યારે મનની ખુશી બેહદ બની જાય છે. સર્વ જીવોએ પ્રસન્નતાપૂર્વક પ્રભુને નમસ્કાર કર્યા. શકઇન્દ્ર પ્રભુને નમસ્કાર કરી દેશના આપવા નીચે મુજબ સ્તુતિ કરી. સુવ્રત રાજાએ પણ સ્તુતિ કરી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. “હે દેવ ! જેઓ તમારી પવિત્ર દેશના સાંભળે છે, તેઓ ક્ષણવારમાં પૂર્વકર્મોનો ત્યાગ કરે છે, તમારા નામરૂપ રક્ષામંત્રથી હવે પાપરૂપ પિચાશ કોઇને વળગી શકશે નહીં માટે હે સ્વામી ! આ લોક તેમ જ પરલોકમાં વાંછિતની પ્રાપ્તિ માટે આપની વાણી સાંભળવા અમે સૌ આતુર છીએ.” આ સાંભળી પ્રભુએ સર્વ જીવોને ઉપકારી ઉપદેશ માટે મધુર વાણીમાં કહ્યું, “આ સંસારમાં ધર્મ દસ પ્રકારે છે - સંયમ, સત્યવચન, પવિત્રતા, બ્રહ્મચર્ય, નિષ્ક્રીનપણું, તપ, ક્ષમા, મૃદુતા, સરળતા અને મુક્તિ. અપકાર પર ઉપકાર કરનાર, ક્ષમાવાન અને વિનયી જ ધર્મની યોગ્યતા પામી શકે છે. ગૃહસ્થ માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આ મુજબ બાર પ્રકારનો ધર્મ તેમ જ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ છે. જન્મની સફળતા ઇચ્છનારે આ મુજબ શ્રાવક ધર્મ સ્વીકારવો.” તીર્થંકર પ્રભુની દેશના પામર જીવોને પણ સન્માર્ગે વાળે છે. સાધુ ભગવંતોને મોક્ષપ્રાપ્તિ માટે પ્રબળ આ બનાવે છે તેમ જ સંસારની અસારતા પ્રગટ કરે છે. પ્રભુની દેશના સાંભળી સમવસરણમાં બિરાજમાન શ્રી - ૧૭. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy