SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ઇન્દ્ર પ્રભુને ફરી પાછા માતા પાસે લઇ ગયા અને ત્યાં તેમને પહેલા હતા જ ત્યાં જ પ્રભુને સ્થાપી દીધા. તીર્થંકર પ્રભુના જન્મોત્સવ ઉજવવાની ખુશી કોને ન હોય? પ્રાતઃકાળના સુવર્ણમય કિરણોથી સુવર્ણમય બનેલા રાજમહેલનાં ઝરુખાઓ પ્રભુના આગમનની ખુશીના સાક્ષી હતા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. એ સમયે નગરજનોએ પોતાની ખુશાલી વ્યક્ત કરવા આંગણામાં સાથિયા પૂર્યા. રાજા સુમિત્રે દ્રવ્યનાં દાન આપી દરિદ્ર લોકોનું દારિદ્રય દૂર કર્યું. આ રીતે વીસમાં તીર્થંકર પ્રભુનો જન્મોત્સવ ઉજવાયો. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતા પદ્માવતી મુનિની જેમ સારા વ્રતવાળા થયા હતા તેથી તેમનું નામ મુનિસુવ્રત પાડવામાં આવ્યું. અનેક ધાત્રીઓના લાલનપાલન અને બાળક્રિડા દ્વારા વૃદ્ધિ પામતા પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે વીસ ધનુષ્યની કાયા ધરાવતા થયા. રૂપ અને ગુણમાં પ્રભાવક એવા મુનિસુવ્રતકુમારે પ્રભાવતી અને બીજી અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. સાંસારિક સુખ ભોગવવામાં મનની આસક્તિ જો ભળે તો તેના કર્મબંધ ખૂબ ભારે પડે, પરંતુ જો પૂર્વભવના કર્મનું પરિણામ જાણી તેમાં વિરક્ત થયા વગર ભોગવે તો કર્મની નિર્જરા થાય છે. મુનિસુવ્રતકુમાર ભોગાવલિકર્મ ભોગવવામાં મનને આસક્ત કર્યા વગર રાણીઓ સાથે રહેવા લાગ્યા. અનુક્રમે રાણી પ્રભાવતીએ એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ સુવ્રત પાડ્યું. પુત્ર પણ પિતા જેવો તેજરવી અને ચતુર હતો. આ રીતે કૌટુંબિક સુખ ભોગવતા સાડા સાત હજાર વર્ષો પસાર થયા. હવે સુમિત્ર રાજા રાજ્ય કારભારમાંથી નિવૃત્ત થવા ઇચ્છતા હતા. મુનિસુવ્રતકુમારને રાજ્યની જવાબદારી સોંપી તેઓ નિવૃત્ત થયા. પુત્ર અને રાજા તરીકેનો પોતાનો ધર્મ બજાવતા મુનિસુવ્રતકુમાર સાચા અર્થમાં પ્રજાપાલક થઇને રહ્યા. આ રીતે પંદર હજાર વર્ષ પસાર થયા. તીર્થંકર પ્રભુ તમામ અવસ્થામાં પોતાના કર્મનું પરિણામ વિચારે છે. અહીં પણ મુનિસુવ્રતપ્રભુ રાજા તરીકે જવાબદારી નિર્ગમન કરી રહ્યા હતાં, ત્યારે કર્મનો ક્ષય થયો જાણી સંસારથી મુક્ત થવા ઇચ્છતા હતા. એ સમયે લોકાંતિક દેવોએ અવધિજ્ઞાનથી આ વાત જાણી અને વિનંતી કરી, “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.” પ્રભુએ આ આદેશને કર્તવ્યભાવે સ્વીકાર્યો. દેવો દ્વારા એકત્ર કરેલ વિવિધ ઉચ્ચ કોટિના દ્રવ્યથી પ્રભુએ વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. રાજ્યનો કારભાર પુત્ર સુવ્રતને સોંપી સંયમ સ્વીકારવા તૈયાર થયા. સાંસારિક સુખને માણવા અને તેનાથી પોતાની જાતને મુક્ત કરવી બન્ને પરિસ્થિતિમાં મહાપુરૂષો વિનયનો ઉપયોગ કરી અન્ય માટે ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મુનિસુવ્રતરાજા અપરાજિતા નામની શિબિકા પર આરૂઢ થયા. દેવના વિમાન જેવી શિબિકા નિલગુહા નામના ઉદ્યાનમાં આવી પહોંચી. આમ્રવૃક્ષોથી આચ્છાદિત ઉદ્યાનમાં પ્રભુનું આગમન થતાં કોમળ કળીઓ ખીલવા લાગી. વિવિધરંગી પુષ્યો પ્રભુના મિલનમાં ડોલવા લાગ્યાં. ફાગણ સુદ બારસનો એ દિવસ એટલે મુનિસુવ્રત પ્રભુના દીક્ષા કલ્યાણકનો દિવસ. એક હજાર રાજાઓ સાથે છઠ્ઠના તપસ્વી એવા પ્રભુ દીક્ષા ગ્રહણ કરવા શિબિકા પરથી નીચે ઉતર્યા. અલંકારનો ત્યાગ કર્યો અને ઇન્ડે આપેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પંચમુષ્ટિ વડે કેષનો લોચ કર્યો. આ ક્રિયા સમયે તે કેશને વસ્ત્રમાં લીધા અને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. “સર્વ સાવદ્ય યોગનું હું પ્રત્યાખ્યાન કરું છું.” એમ કહેતા પ્રભુએ ચરિત્ર ગ્રહણ કર્યું. છઠ્ઠનું પારણું કરવા પ્રભુ રાજગૃહી નગરીમાં બ્રહ્મદત્ત રાજાને ત્યાં પધાર્યા. દેવતાઓએ ત્યાં પાંચ દિવ્યો પ્રગટ કર્યા. પૂર્વનિશ્ચિત કર્મ અનુસાર રાજા બ્રહ્મદને પ્રભુના ચરણ જ્યાં પડ્યા હતા ત્યાં રત્નપીઠ સ્થાપી. uuuuuuuઉ૧૬) LLLLL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy