________________
છે અલંકૃત કરી રહ્યા હતા. મુગટ પર જેમ મણિ શોભે એ રીતે તે નગરીમાં રાજા સુમિત્ર તેના ગુણોથી શોભતો છે હતો. રાજા સુમિત્ર સચ્ચાઇનું સમર્થન કરનાર, સંપત્તિનો સ્વામી અને પર્વત જેવી મક્કમ તાકાત ધરાવનાર હોવાની સાથે ધર્મ અને શૈર્ય તેના ઉમદા વ્યક્તિત્વનાં ઉત્તમ પાસાંઓ હતાં.
સુમિત્ર રાજાને સાક્ષાત દેવાંગના સમાન રૂપ ધરાવતી, ચંદન જેવી શીતળ મુખમુદ્રા ધારણ કરેલી, રાજલમી સમાન રાણી પદ્માવતી હતી. રાજા અને રાણી રાજમહેલમાં સુખનો અનુભવ કરતા હતાં.
સુખ-સમૃદ્ધિ અને રાજવૈભવ વચ્ચે સુખી જીવન પસાર કરતા સુમિત્ર રાજા અને પદ્માવતી રાણી જ્યારે પ્રેમ-સંવાદ રચતા ત્યારે જાણે સ્વર્ગલોકના આનંદનો અનુભવ થતો. આ સમયે પ્રાણાતકલ્પ નામના દેવલોકમાંથી સુરશ્રેષ્ઠનો જીવ ચ્યવીને પદ્માવતીરાણીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. દેવાધિદેવનું દર્શન થાય ત્યારે આપણી પામર આંખો પવિત્ર થાય છે. આ તો તીર્થંકર પરમાત્મા પોતે જ જ્યારે સાક્ષાત માનવ તરીકે જન્મ ધારણ કરે ત્યારે તેના આગમનના સૂચક તરીકે માતા ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. આ સમયે ત્રણે લોકના જીવો સુખનો અનુભવ કરે છે. અહીં પણ ત્રણે લોકમાં વિદ્યુત જેવો ઉદ્યોત થયો. આસનકંપથી ઇન્દ્રોએ વીસમાં તીર્થંકરનું ચ્યવન જાણ્યું. તેઓએ માતા પદ્માવતીને ત્યાંથી જ નમસ્કાર કર્યો. રાણીએ રાજાને ચૌદ મહાસ્વપ્નો વિષે વાત કરી, ત્યારે રાજાએ કહ્યું, “હે દેવી ! આ સ્વપ્નોના પ્રભાવથી તમને ત્રણ લોકને વંદન કરવા યોગ્ય પુત્ર થશે.” આ સાંભળી રાણી પદ્માવતી જેમ મેઘગર્જનાથી મોર હર્ષ પામે એ રીતે આનંદવિભોર બન્યા. ગંગા જેવા નિર્મળ જળમાં કમળ ખીલવાથી જેમ જળની શોભા વધે તેમ માતાનું સૌંદર્ય રાત-દિવસ ખીલવા લાગ્યું. પ્રભુના ચ્યવનનો એ મહાન દિવસ એટલે શ્રાવણ માસની પુનમ.
દિવસ પર દિવસ પસાર થતા ગયા. ચોતરફ ઉત્સવ મંડાયા હોય એમ સૌના હૈયાં ભાવવિભોર થયા. અનુક્રમે જેઠ વદ આઠમે જ્યારે ચંદ્ર મકર રાશિમાં હતો ત્યારે શ્યામ વર્ણવાળા અને કાચબાના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. આ સમયે નારકના જીવોએ પણ ક્ષણવાર માટે સુખનો અનુભવ કર્યો. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા. સુગંધી જળની વૃષ્ટિ સાથે આકાશમાં દુંદુભીના નાદ થયા. આ સમયે અધોલોકમાંથી આઠ કુમારિકાઓએ અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ વિષે જાણ્યું. તેઓએ માતાને ત્રણ પ્રદક્ષિણા કરી અને ઇશાન દિશામાંથી સંવર્ત વાયુથી એક યોજન જેટલા વિસ્તારમાંથી કાંટા વગેરે દૂર કર્યું. પ્રભુના ગુણગાન ગાતી ત્યાં બેસી ગઇ. આ મુજબ છપ્પન દિકકુમારિકાઓએ વિધિ અનુસાર સૂતિકર્મ કર્યું અને માતાને નમસ્કાર તથા ત્રણ પ્રદક્ષિણા દઇ પ્રભુના ગુણગાન ગાતી માતાની પાસે બેઠી.
આ સમયે ઇન્દ્રોનાં આસનો કંપાયમાન થયાં. તેઓએ પણ અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણ્યો. શદ્ તે દિશા સામે સાત પગલાં ચાલી પ્રભુને વંદના કરી. ત્યારે ઘંટારવ થયો તેથી એકત્ર થયેલા દેવતાઓ સહિત ઇન્દ્ર વગેરે પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ઇન્દ્ર માતાને તથા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને માતાને અવસ્વાપિની નામની નિંદ્રા આપી. તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપી સૌ મેરૂપર્વતની અતિપાંડુકબલા નામની શિલા પર પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ગયા. ઇન્દ્ર અને દેવતાઓએ વિધિ અને તેમના કર્મકાંડ અનુસાર પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. શક્રેન્દ્ર પ્રભુને સ્તુતિ કરતા કહ્યું,
હે પ્રભુ ! આ અવસર્પિણી કાળમાં મહાન પુણ્યોદયે અમે તમને પ્રાપ્ત કર્યા છે. હે સ્વામી! તમારું દર્શન ન થયું હોત તો અમારો જન્મ નિરર્થક થઇ જાત. જે રીતે વર્ષાઋતુના આગમનથી સમગ્ર પ્રકૃતિ પુલકિત થઇ જાય એ રીતે આપની હાજરીથી આ મેરૂપર્વતના શિખરની શોભા અવર્ણનીય છે. અમારા ભવાંતરમાં પણ છે અમે આપનું સ્મરણ પામી શકીએ એવું થજો.”
Iuuuuuuuuuuuઉ૧૫)
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org