SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર | શ્રી જિનેશ્વર ભગવંતના મુખકમળમાં ઉત્પન્ન થયેલી હે શ્રુતદેવી ! જેઓએ પોતાના શાસનમાં અમૃતરૂપી વાણીનો સંચાર કરી જગતના જીવોનું કલ્યાણ કર્યું છે એવા પરમ ઉપકારી શ્રી મુનિસુવ્રત પ્રભુના ચરિત્રલેખનમાં આપની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાઓ ! શ્રી મુનિસુવ્રતસ્વામીના ત્રણ ભવોનું વર્ણન આ પ્રમાણે છે. | ભવ પહેલો દાન, ધર્મ, તપ અને બળ જેવા ગુણો ધરાવનાર રાજા સુરશ્રેષ્ઠ જંબુદ્વીપના અપર વિદેહમાં રહેલા ભરત નામના વિજયની ચંપાનગરીમાં દાનવીર, ધર્મવીર, આચારવીર અને રણવીર તરીકે શોભાયમાન હતા. અન્ય રાજાઓ જ નહીં, મુનિરાજો પણ સુરશ્રેષ્ઠના ગુણોની ગરિમાથી પ્રભાવિત થયા હતા. એક વખત એ નગરીનાં ઉદ્યાનમાં નંદન નામે મુનિ પધાર્યા હતાં. સુરશ્રેષ્ઠ પણ તેમને ભાવપૂર્વક વંદન કરવા ગયા. મુનિએ અનેક દૃષ્ટાંતો સાથે સુમધુર વાણીમાં દેશના આપી. આ સાંભળીને રાજા સુરશ્રેષ્ઠને આ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ જાગ્યો અને તરત જ દીક્ષા લીધી. જે હૃદયથી સંસારને ચાહે છે. તેની માટે સંયમમાર્ગ સ્વીકારવો કઠિન છે, પરંતુ સંસારમાં વિરક્તભાવે કર્મ કરનાર માટે સંસાર બંધનરૂપ નથી. તેમ જ સંયમમાર્ગ કઠિન નથી. સુરશ્રેષ્ઠ સાધુજીવનમાં શુદ્ધ અને ઉત્તમ આચારોથી ઉત્તમ તપની આરાધના કરી અને તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરી આયુષ્ય પૂર્ણ કર્યું. S ભવ બીજો તે પૂર્વજન્મના પૂણ્યના કારણે પુણ્યાનુબંધી પુણ્યથી ઉત્તમ ગતિ પામનાર જીવ બીજા ભવે એ કર્મ અનુસાર યોનિમાં જન્મ ધારણ કરે છે. અહીં રાજા સુરશ્રેષ્ઠએ મુનિપણામાં ઉત્તમ સ્થાનકોનું આરાધન કર્યું એ કારણે બીજા ભવમાં તેમનો જીવ પ્રાણત નામના દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. દેવલોકના સુખ અને વૈભવ વચ્ચે સમયાંતરે સુરશ્રેષ્ઠએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. || ભવ ત્રીજો VID ભરતક્ષેત્રનું મગધ રાજ્ય પૃથ્વી પર રાજગૃહી જેવી સંપન્ન નગરીથી વિખ્યાત થયું હતું. આ નગરીમાં ઘેર [ ઘેર દાનવીરો, પૂણ્યશાળીઓ અને મહારથીઓ વિરાજતા હતા. ધર્મને પમાડનારા મહામુનિઓ આ નગરીને Sain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy