SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સમય જતાં ચંદ્રનું સ્થાન અશ્વિની નક્ષત્રમાં હતું ત્યારે માગશર સુદ અગિયારસે પ્રભાવતી રાણીએ નીલવર્ણ ધરાવતી કુંભના લાંછનવાળી ઓગણીશમાં તીર્થકરરૂપી કન્યાને જન્મ આપ્યો. આ સમયે ઇન્દ્રનું ઇન્દ્રાસન કંપી ઉઠ્યું. દેવોએ અવધિજ્ઞાન વડે તીર્થકરના જન્મ વિષે જાણ્યું. તેઓના કર્મ પ્રમાણે દિકકુમારિકાઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા વિવિધ ઉપકરણો સાથે આવી અને ભાવપૂર્વક સૂતિકાકર્મ કર્યું. પ્રભુ અને માતાની સન્મુખ તેઓએ સ્તુતિ કરી. તીર્થંકર પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ઇન્દ્રો તેમને મેરૂગિરિ પર લઇ જાય છે અને ત્યાં વિધિપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરી પ્રભુને વસ્ત્ર-અલંકારોથી અલંકૃત કરે છે. આ વિધિ અનુસાર અહીં પણ ઇન્દ્રોએ તેમ જ દેવતાઓએ પ્રભુનો સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો અને ભાવપૂર્વક પ્રભુની સન્મુખ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ ! આજે તમારો જન્મોત્સવ ઉજવતાં અમારું દેવત્વ સફળ થયું. જે રીતે સોનાના મુગટમાં નીલમણિ શોભે એ રીતે તમે સૌની વચ્ચે શોભો છો. તમારા દર્શનથી મને જે સુખની પ્રાપ્તિ થાય છે, એવું સુખ ઇન્દ્રપણામાં પણ મને થતું નથી. એક તરફ ધાર્મિક કાર્ય અને બીજી તરફ તમારા દર્શન-આ બન્નેમાં તમારું દર્શન અધિક ફળપ્રાપ્તિનાં સાધનરૂપ છે.” તીર્થંકર પ્રભુના ગુણની યોગ્ય સ્તુતિ કર્યા પછી ઇન્દ્ર પ્રભુને ફરી પાછા માતાની પાસે મૂકી ગયા. માતા અને પ્રભુને નમસ્કાર કરી સૌ સ્વસ્થાને ગયા. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પની માળા પર સુવાની ઇચ્છા થઇ હતી. તેથી પુત્રીનું નામ મલ્લિ રાખવામાં આવ્યું. આ રીતે પૂર્વભવમાં બાંધેલા સ્ત્રીવેદ કર્મના પરિણામે તીર્થંકર પ્રભુને સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો. મલ્લિકુમારી ધાત્રીઓના લાલનપાલનથી પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. વૃક્ષ પર શોભતી મંજરી કે છોડ પર મહેકતી પુષ્પકની જેમ મલ્લિકુમારીનું લાવણ્ય ખીલતું જતું હતું. તીર્થંકર પરમાત્મા પોતે જ કુમારી સ્વરૂપે હતા, જેથી ગુણથી તેમનું રૂપ અને સૌન્દર્ય તેમની પચીસ ધનુષ્ય જેટલી ઉંચી કાયાથી વિશેષ શોભતા હતા. પરસ્પર સ્નેહથી બંધાયેલા બીજા ભવે પણ કોઇને કોઇ સંબંધે ભેગા થાય છે. જે રીતે મહાબલે બીજા ભવે દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી ત્રીજા ભવે મલ્લિકુમારી તરીકે જન્મ ધારણ કર્યો એ રીતે તેમની સાથેના છએ મિત્રોએ પણ દેવગતિમાંથી ત્રીજા ભવે જુદા જુદા સ્થળે જન્મ ધારણ કર્યો. અચલરાયનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ભરતક્ષેત્રના સાકેતપુર ગામે પ્રતિબુદ્ધિ રાજા થયો. તેના રાજમહેલમાં સાક્ષાત દેવાંગના સમાન રાણી પ્રભાવતી બિરાજમાન હતી. એક વખત રાણી શણગાર સજીને નાગપ્રતિમાનાં દર્શન માટે રાજા પ્રતિબુદ્ધિ સાથે જતી હતી, ત્યારે પુષ્યોનાં મંડપ વચ્ચે રાણીનું રૂપ અદ્ભુત લાગતું હતું. આ જોઇ રાજાએ તેના મંત્રીને પૂછ્યું કે પ્રભાવતી જેવું સ્ત્રીરત્વ ક્યાંય જોયું છે? આ સાંભળી મંત્રી સ્વબુદ્ધિએ મલ્લિકુમારીના રૂપ અને ગુણની પ્રસંશા કરતા કહ્યું, “મનુષ્યોમાં અને દેવતાઓમાં તે મલ્લિકુમારીના જેવી કોઇ નારી નથી.” આ સાંભળી રાજા પ્રતિબુદ્ધિને પૂર્વજન્મની મિત્રતાના અનુરાગે મલ્લિકુમારી સાથે લગ્ન કરવાની ઇચ્છા જાગી અને તે માટે દૂત દ્વારા સંદેશો પણ મોકલ્યો. જે રીતે અચલરાયે પ્રતિબુદ્ધિ રાજા તરીકે જન્મ ધારણ કર્યો, એ રીતે તેના અન્ય સાથી મિત્ર ધરણનો જીવ પણ વૈજયંત વિમાનમાં દેવપણામાંથી ચ્યવીને ચંપાપુરીમાં ચંદ્રષ્ણાય નામે રાજા થયો. આ નગરીમાં અહંન્નય નામે એક શ્રાવકધર્મ પાળતો વ્યાપારી હતો. એક વખત તે સમુદ્રયાત્રા કરવા નીકળ્યો, ત્યારે ઇન્દ્ર દેવોની સભામાં એવી આગાહી કરી કે અન્નય જેવો શ્રાવકધર્મ પાળતો અન્ય કોઇ શ્રાવક નથી. દેવોને આ સાંભળી આ અહંન્નયની ઇર્ષા થઇ તેથી તેઓએ એ સમુદ્રમાં વરસાદી તાંડવ શરૂ કરાવ્યું. ઇર્ષાની આગ માણસને ન ૧૧) LLLLLLLLTLTL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy