________________
ગૌતમ સ્વામી ભગવાન sોટો સંઘવી નવીનચંદ્ર રાયચંદ ગોઘાવાળા હોટો સૌજન્ય | હે: કુંદનબેન નવીનચંદ્ર સંઘવી |
સૌજન્ચ ૨૦૧, વાલકેશ્વર રોડ, મુંબઈ - 400 0091 અનન્ના લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી ભગવાનની
પ્રાતઃ પાઠ કરવા યોગ્ય ભાવવાહી સ્તુતિ...
જેનું અદ્ભુત રૂપ નિરખતાં, ઉરમાં નહિ આનન્દ સમાય;
જેના મંગલ નામે જગમાં, સઘળા વાંછિત પૂરણ થાય; સુરતરુ સુરમણિ સુરઘટ કરતાં જેનો મહિમા અધિક ગણાય;
એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ ન શીષ નમાય. ૧ વીરપ્રભુના શિષ્ય પ્રથમ જે, સકલ લબ્ધિ તણાં ભંડાર;
વસુભૂતિ દ્વિજ વંદન નવલા, પૃથ્વીમાત હૃદયના હાર; | જગમાં નહી કોઈ એહવું કારજ, જે તસ નામે ના સિધ્ધ થાય; ' એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. વીર વદનથી વેદ વચનના, અર્થ યર્થાથ સુણી તત્કાલ; બોધ લહી પણસય સહ છાત્ર, સ્વીકાર્યું સંયમ અસરાલ; ત્રિપદી પામી અન્ન મુહૂર્ત, દ્વાદશ અંગ રચ્યા ક્ષણમાંય; ' એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય.
પંદરસો તાપસ પ્રતિ બોધી પળમાં કેવળ નાણી કર્યા; નિજ લબ્ધ અષ્ટાપદ ચડીને, ચઉ વિશ જિનપર પયપ્રણમ્યા; જીવનભર પ્રભુ વીર ચરણની, જેણે ભક્તિ કરી સુખદાય;
એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. ૪ | માન થયું જસબોધ નિમિત્તક, ને ગુરુભક્તિ નિમિત્તક રાગ;
થયો વિષાદ ખરેખર જેનો, કેવલવર દાયક મહા ભાગ; નિરખી જસ અભુત આ જીવન, કોને મન નવિ અચરજ થાય;
એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર, પદ પંકજ નમું શીષ નમાય. ૫
રચયિતાઃ પૂ.આ. શ્રી વિજયદેવસૂરિ પટ્ટધર વિજય હેમચન્દ્રસૂરિ.