SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ થયો. પૂર્વકર્મનું ફળ સૌને ભોગવવું પડે છે. ઋ ણાનુબંધથી મિત્રસ્નેહે મલ્લિકુમારી સાથે પૂર્વભવમાં બંધાયેલા અભિચંદ્રે જિતશત્રુના ભવે પણ અનુકૂળ સંજોગો ઉભા થતાં મલ્લિકુમારીનો સાથ મેળવવા પ્રયત્નો કર્યા. આ બાજુ મલ્લિકુમારીએ પોતાના પૂર્વભવના છએ મિત્રો અત્યારે જેઓ રાજા છે તે પોતાને મેળવવા આવી રહ્યા છે એ અવધિજ્ઞાન વડે જાણ્યું. મલ્લિકુમારીનો આ ભવ તો તીર્થંકરનો ભવ હતો. એટલે તેને મેળવવા માટે રાજાઓની ઇચ્છા પાર ન પડી શકે એ માટે મલ્લિકુમારીએ પૂરી સાવધાની અને તૈયારી કરી. અશોકવાડીમાં છ એ રાજાઓ આવવાના હતા તેથી મલ્લિકુમારીએ અંદર મહેલની વચ્ચે સુંદર રત્નોની પીઠ પર પોતાની સૂવર્ણમય પ્રતિમા સ્થાપન કરાવી. મણિના હોઠ, નીલમણિના વાળ અને સ્ફટિકનાં નેત્રો તેમજ પરવાળાના હાથ-પગ રચ્યા. આ આખી પ્રતિમા અદ્દભૂત સૌંદર્ય ધરાવતી હતી. તેમાં પણ વચ્ચે સૂવર્ણકમળ બનાવ્યું હતું. તેમાં વચ્ચે એક કાણું પડાવ્યું. પ્રતિમાવાળા ઓરડાની ફરતી દીવાલ કરાવી અને તેમાં છ ઓરડા કરાવ્યા. જેના દ્વારમાંથી આ પ્રતિમા જોઇ શકાય. આ ઓરડામાંથી કોઇ કોઇને ન જોઇ શકે એવી રચના કરી. સૂવર્ણમૂર્તિ ૫૨નું કમળનું ઢાંકણ ખોલી તેમાં દ૨૨ોજ આહારનો એક એક પિંડ (ટૂકડો) નાખવામાં આવ્યો. કુંભ રાજા છ રાજાઓના દૂત આવવાથી ચિંતાતુર હતા, પરંતુ મલ્લિકુમા૨ીએ પિતાને ખાતરી આપી કે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મલ્લિકુમારીએ છ એ રાજાઓને ગુપ્ત રીતે મહેલમાં લાવવાની વ્યવસ્થા કરી. દરેક રાજાએ મલ્લિકુમારીની પ્રતિમા જોઇ અને મલ્લિકુમા૨ી મેળવ્યા માટે ગર્વ અનુભવવા લાગ્યા. સૌ તેમના સૌંદર્યની ગુણગાથા ક૨વા લાગ્યા. મલ્લિકુમારીએ આ જોયું એટલે તેઓને સચ્ચાઇનું જ્ઞાન કરાવવા માટે કમળનું ઢાંકણ ખોલ્યું. તરત જ મહેલમાં સડેલા અનાજની દૂર્ગંધ ફેલાઇ ગઇ. દરેક રાજા વસ્ત્ર વડે નાક ઢાંકી દઇ અવળું મોં કરી બેસી ગયા. આ જોઇ મલ્લિકુમા૨ીએ કહ્યું, ‘‘આ પ્રતિમા સૂવર્ણની છે. પરંતુ અંદર તો માંસ, રૂધિર અને વિષ્ટા જેવા દુર્ગંધ મારતા પદાર્થો છે, માટે આ શરીરનો મોહ રાખવો ખોટો છે. તમે આજથી ત્રીજા ભવે મારી સાથે દીક્ષા લઇ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી.’’ મલ્લિકુમારીની વાત સાંભળી છએ રાજાઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને સૌને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. તેઓને પોતાના અત્યારના કૃત્ય માટે પ્રાયશ્ચિત થયું. તેઓએ માફી માગી અને દીક્ષા લેવાનું નક્કી કરી વિદાય થયા. આ રીતે તીર્થંકર ૫૨માત્માએ મોહ-માયાના બંધનમાંથી મુક્તિ અપાવવા માટે ઉચિત ઉદાહરણ આપ્યું. આ સમયે લોકાંતિક દેવોએ આવી મલ્લિકુમારીને એટલે કે પ્રભુને વિનંતી કરી કે ‘તીર્થ પ્રવર્તાવો’ આ સાંભળી પ્રભુએ જાંભૃક દેવતાઓએ એકઠા કરેલા દ્રવ્યોમાંથી વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. અંતે અઠ્ઠમ તપ સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ માટે દેવતાઓ દ્વારા રચેલી જયંતિ નામે શિબિકામાં સહસ્રામ્ર વન તરફ પ્રયાણ કર્યું. સહસ્રામ્ર વન વિવિધરંગી પુષ્પો અને ફળોથી શોભાયમાન હતું. મલ્લિપ્રભુ જયંતિ શિબિકામાં આકાશમાં પૂર્ણિમાના ચંદ્ર જેમ શોભતા હતા. શિબિકા ઉદ્યાનમાં આવી પહોંચી. એક હજાર પુરૂષો અને ત્રણ સો સ્ત્રીઓ સાથે માગશર સુદ અગીયા૨સે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુએ દીક્ષા લીધી. પ્રભુનો દીક્ષા મહોત્સવ દેવો તેમ જ ઇન્દ્રોએ યોગ્ય વિધિ અનુસાર ઉજવ્યો. એ દિવસે જ પ્રભુને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મલ્લિનાથ પ્રભુના જીવનની એ વિશિષ્ટતા હતી કે તેમને એ જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રાદિક દેવોએ ત્રણસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સમવસરણ રચ્યું. પ્રભુ પૂર્વાભિમુખ બાજુ બેઠા અને અન્ય ત્રણ Jain Education International ==(૧૧૨)... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy