________________
છે
શ્રી ધર્મનાથ પ્રભુનું ચરિત્ર
)
- ગંગાના પ્રવાહની જેમ જ્ઞાનની ધારાને અખલિત વહેતી રાખનાર છે માતા શારદા !
ધર્મરૂપ ગંગાના પ્રવાહમાં કર્મોના કચરાને સાફ કરી આત્માના પ્રદેશને ઉજળો કરનાર એવા શ્રી ધર્મનાથ પ્રભુનું ચરિત્ર આલેખન કરવામાં આપના દ્વારા શબ્દોનું બળ સાંપડે એવી મંગલ પ્રાર્થના.
III) ભવ પહેલો પIII
ઘાતકા ખંડના પૂર્વ મહાવિદેહમાં ભરત નામના વિજયમાં ભઢિલ નામે નગર તેના મુગટમણિ જેવા રાજા દઢરથથી શોભતું હતું. સૂર્યના તેજ સામે અન્ય સૌ પ્રકાશપુંજ ઝાંખા લાગે એ રીતે દઢરથ રાજા પાસે અન્ય સૌ રાજાનું રાજત્વ ઝાંખું લાગતું હતું. પોતાના બાહુબળથી તે ઘણાં મોટા સામ્રાજ્ય પર પોતાનું શાસન સ્થાપી શક્યા હતા.તેમજ રાજ્યમાં ધન-વૈભવનો પાર ન હતો છતાંય રાજા દઢરથ પોતાના ધર્મ સંસ્કારોનું હંમેશા જતન કરતા.
ધર્મપ્રેમી વ્યક્તિને ધીમે ધીમે સંસારનાં બંધનો અકારા લાગે છે. તેનો આત્મા સંયમરૂપી આકાશમાં મુક્ત રીતે ઉડ્ડયન કરવા ઝંખી રહ્યો હોય છે. રાજા દૃઢરથની ઈચ્છા પણ સંસારના ભ્રામક સુખોને છોડી સંયમની સાધના કરવાની હતી. આથી તેમણે વિમલવાહન નામના ગુરુ પાસે દીક્ષા લીધી.
ચારિત્ર ગ્રહણ કર્યા પછી સાધુતાને શોભે એવી રીતે રહેનાર મુનિ ભગવંતો સંયમજીવનમાં ઉત્તમ પ્રકારની સાધના કરી મોક્ષમાર્ગના મુસાફર બની શકે છે. દઢરથ રાજમુનિએ સાધુતાને શોભાવે એવા તપ-ત્યાગ અને સંયમ જીવનમાં વીશ સ્થાનકની આરાધના વડે તીર્થકર નામકર્મના અધિકારી બન્યા. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતા તેઓ કાળધર્મ પામ્યા.
III) ભવ બીજો
||
દઢરથ રાજમુનિએ ઉત્તમ ચારિત્ર પાળ્યું હતું તેથી કાળધર્મ પામ્યા પછી તે વૈજ્યત નામના વિમાનમાં મહાદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં પૂર્વ ભવના પુણ્યોદયે મળેલ સુખ વૈભવને ભોગવતા તેમનું આયુષ્ય પૂર્ણ કર્યું.
(1) ભવ ત્રીજો પI
જંબુદ્વીપને વિષે ભારતવર્ષમાં રત્નપુર નગરમાં ભાનુ નામના રાજા હતા. સુવર્ણમય ચૈત્યો, ઉપવનો અને | ચાંદનીના તેજમાં ઓપતી ભવ્ય હવેલીઓ આ નગરીની શોભામાં વધારો કરતા હતા. આ સાથે રાજા
4? Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org