SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્ત નામના પંડિતની શંકા પૃથ્વી આદિ પંચભૂતો વિષેની હતી. સુધર્મોને સંશય હતો કે જીવજેવો આ ભવમાં છે એવો જ પરભવમાં થાય છે. મંડિકને બંધ અને મોક્ષ વિષે તો મૌર્યપુત્રને દેવતાઓ વિષે શંકા હતી. આ પછી નારકીનું અસ્તિત્વ છે કે નહીં તેવી શંકા લઈ અકંપિત પંડિત પ્રભુ પાસે આવ્યો. અચળભ્રાતાને જોઇ પ્રભુને પૂછ્યું, તને પુણ્ય અને પાપમાં શંકા છે છેવટે મેતાર્યની પરલોક વિષેની અને પ્રભાસ પંડિતની મોક્ષ છે કે નહીં તે વિશેની શંકાનું તાર્કિક સમાધાન આપતા આ સર્વ પંડિતોએ પોતાના શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષાગ્રહણ કરી. આમ મહાન કુળમાં જન્મેલા, મહાબુદ્ધિશાળી, વેદોનાજ્ઞાતા એવા અગિયાર પંડિતો શ્રી વીર પ્રભુના શિષ્યો થયા. તે મુળ શિષ્યો તરીકે ઓળખાય છે. આ સમયે શતાનિક રાજાના ઘેર રહેલી ચંદનાએ પણ આકાશમાર્ગે જતા દેવોને જોયા. પ્રભુના કેવળજ્ઞાનનો ખ્યાલ આવતા તેને દીક્ષાવ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થઇ. દેવતાઓએ અવધિજ્ઞાનથી ચંદનાની ઇચ્છા જાણી તેથી તેને વીર પ્રભુની પર્ષદામાં લઈને મૂકી. ચંદનાએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને દીક્ષા ગ્રહણ કરવા તત્પર થઇને ઉભી રહી. સાથે ત્યાંનાઅમાત્યો અને આવેલા અનેક રાજાઓની પુત્રીઓએ પણ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રભુએ ચંદનાને દીક્ષા આપી, પછી તે સૌ પુત્રીઓને પણ દીક્ષા આપી. આ રીતે પ્રભુના હાથે હજારો નરનારીઓ દીક્ષિત થયા. એવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પછી પ્રભુએ ઇંદ્રભૂતિ વિગેરેને ધ્રૌવ્ય, ઉત્પાદક અને વ્યયાત્મક ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીવડે તેમણે આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંણ, સમયાયાંગ, ભગવતીઅંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસક, અંતકૃત, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને દષ્ટિવાદએ પ્રમાણે બાર અંગો રચ્યા.અને દષ્ટિવાદની અંદર ચૌદપૂર્વા પણ રચ્યા. તેના નામ આ પ્રમાણે-ઉત્પાદ, આગ્રાયણીય, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણ, પ્રાણાવાય, ક્રિયાવિશાળ અને લોકબિંદુસાર આ પ્રમાણેના ચૌદ પૂર્વા ગણધરોએ અંગોની પૂર્વરચ્યા તેથી તે પૂર્વ કહેવાય છે. એવી રીતે રચતાં સાત ગણધરોની સૂત્રવાંચના પરસ્પર જુદી જુદી થઇ અને અકંપિત તથા અચળભ્રાતાની તેમજ મેતાર્ય અને પ્રભાસની પરસ્પર સરખી વાંચના થઇ, શ્રી વીર પ્રભુના અગિયાર ગણધરો છતાં તેઓમાં બે બેની વાંચના સરખી થવાથી ગણ (મુનિસમુદાય) નવ થયા. પછી સમયને જાણનાર ઇન્દ્ર તત્કાળ સુગંધી રત્નચૂર્ણથી પૂર્ણ એવું પાત્ર લઈ ઉઠીને પ્રભુ પાસે ઊભા રહ્યા. એટલેઇન્દ્રભૂતિ વિગેરે પણ પ્રભુની અનુજ્ઞા લેવાને માટે જરા મસ્તક નમાવી અનુક્રમે પરિપાટીથી ઊભા રહ્યા. પછી ‘દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા છે” એમ બોલતા પ્રભુએ પ્રથમ ઈંદ્રભૂતિ ગૌતમના મસ્તક ઉપર તે ચૂર્ણનાંખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક પર ચૂર્ણનાંખ્યું. એટલે દેવતાઓએ પ્રસન્ન થઇને ચૂર્ણ અને પુષ્પની અગ્યારે ગણધરો ઉપર વૃષ્ટિ કરી. ‘આ ચિરંજીવી થઇ (ઘણા વર્ષ જીવી) ધર્મનો ચિરકાળ સુધી ઉઘાત કરશે' એમ કહીને પ્રભુએ સુધમ ગણધરને સર્વમુનિઓમાં મુખ્ય કરી ગણની અનુજ્ઞા આપી. પછી સાધ્વીઓમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે પ્રભુએ તે સમયે ચંદનાને પ્રવર્તિની પદે સ્થાપિત કરી. આ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂર્ણ થઇ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે રાજાએ તૈયાર કરાવેલ બળી પૂર્વ દ્વારથી સેવક પુરુષ લાવ્યા. તે બળી આકાશમાં ઉડાડતાં તેમાંથી અર્ધબળી આકાશમાંથી જ દેવતાઓ લઇ ગયા, અને અર્ધ ભૂમિ પર પડ્યો, તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લોકો લઈ ગયા. પછી પ્રભુ 200) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy