________________
જાણવા મળ્યું કે ત્યાં સમવસરણમાં સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ બિરાજમાન છે. આ જાણી ઇન્દ્રભૂતિ કે જે પોતાની જાતને સર્વજ્ઞ માનતો હતો, તે વિચારવા લાગ્યો “મારા કરતા સર્વજ્ઞ અત્યારે કોણ હોઇ શકે ? બીજા તો ઠીક, આ દેવતાઓ મૂર્ખ છે કે જેમને છોડીને ત્યાં જાય છે? એ જરૂર કોઈ પાખંડી હોવો જોઇએ. હું તેના જ્ઞાનનો ઘમંડ ઉતારીશ જ. આ પ્રમાણે વિચાર કરી ઇન્દ્રભૂતિ પોતાની સાથે પાંચસો શિષ્યોને લઇને પ્રભુના સમવસરણમાં ગયો. આ સમયે શ્રી વીરપ્રભુ તો પોતાના ઉપદેશ માટે સુરનરોથી ઘેરાયેલા હતા. આ જોઇને ઇન્દ્રભૂતિ તો આશ્ચર્ય પામી ગયો. હજુ મનમાં વિચારેલી કોઇ વાતને પોતે પ્રગટ કરે એ પહેલા તો પ્રભુએ કહ્યું, “હે ગૌતમ! ઇન્દ્રભૂતિ ! તમારું સ્વાગત છે.” ઇન્દ્રભૂતિ તો પ્રભુની આ અમૃતમય વાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા. તેમને થયું કે, “શું આ મારા નામ અને ગોત્રજાણે છે?' તરત જ ઇન્દ્રભૂતિએ એમ પણ વિચાર્યું કે પોતે જગવિખ્યાત છે માટે તેનું નામ સૌ કોઈ જાણે પોતાના મનની શંકાને જો દૂર કરે તો તે સર્વજ્ઞ છે એમ સ્વીકારું, તે આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યાં જ પ્રભુએ કહ્યું, “હે વિપ્ર ! તારા મનમાં જીવ છે કે નહીં એ વિશે શંકા છે ને ? હે ગૌતમ! જીવ છે અને તેની સંજ્ઞાથી ઓળખાય છે. જીવન હોય તો પુણ્ય અને પાપનું પાત્ર કોણ? તું પણ આ યજ્ઞ કે દાન કરે છે એનું નિમિત્ત શું?” આ પ્રમાણે વચનો સાંભળીને ગૌતમે એટલે કે ઇન્દ્રભૂતિએ પ્રભુના જ્ઞાન વિષે શંકા હતી તે સાચી પાડવાના પ્રયત્નો નિષ્ફળ ગયા. તે પ્રભુના ચરણોમાં નમસ્કાર કરીને પોતાના કૃત્ય બદલ માફી માગવા લાગ્યા અને ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી. સાથે જ તેમના પાંચસો શિષ્યોએ પણ દીક્ષા લીધી. - ઇન્દ્રભૂતિએદીક્ષા લીધી છે તે જાણીને તેમનો ભાઇઅગ્નિભૂતિ ગુસ્સે થતા થતા પોતાના પાંચસો શિષ્યોને લઇ પ્રભુની પરીક્ષા કરવા ત્યાં આવ્યો. તેને જોતા જ પ્રભુ બોલ્યા,
હે ગૌતમ ગોત્રી અગ્નિભૂતિ! તારા મનમાં સંશય છે ને કે કર્મ છે કે નહીં? અને જો હોય તો તે અગમ્ય હોવા છતાં મૂર્તિમાનું છે તો અમૂર્તિમાન જીવ એ કર્મ કઇ રીતે બાંધી શકે ?” અગ્નિભૂતિ પણ પોતાના મનની વાત પ્રભુ કઈ રીતે જાણી શકયા હશે, તે જાણી આશ્ચર્ય પામ્યા. તેમણે પણ પ્રભુ પાસે પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષા લીધી.
ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ આ પ્રમાણે પ્રખર પાંડિત્ય ધરાવતા હોવા છતાં શ્રી વીર પ્રભુના માર્ગે ગયા એ જાણીને તેમના ભાઇવાયુભૂતિએ વિચાર્યું કે, “જેણે મારા બન્ને ભાઇઓને જીતી લીધા એ સર્વજ્ઞ હોવા જોઇએ માટે હું પણ તેમની પાસે જઇમારા પાપથી મુકત થઇ મારા મનના સંશય દૂર કરું' આ વિચાર કરી વાયુભૂતિ પણ પ્રભુ પાસે જઈ વંદન કરી બેઠા. શ્રી વીર પ્રભુતો પાંચેય જ્ઞાનના જાણકાર ‘સર્વજ્ઞ' હતા. તરત જ તેઓએ વાયુભૂતિને ઉદ્દેશીને કહ્યું,
“હે વાયુભૂતિ ! તને જીવ અને શરીર વિષે મોટો ભ્રમ છે. તું માને છે કે જીવ પ્રત્યક્ષ જોઇ શકાતો નથી તો એ અગમ્ય જીવ મૂર્તિમાન એવાં કર્મને કઈ રીતે બાંધી શકે ?”
આ સાંભળતા જ અગ્નિભૂતિ શ્રી વીર પ્રભુને પ્રણામ કરી બોલ્યા, “હે પ્રભુ!આપે મારા સંશયનું સમાધાન કર્યું છે. હવે હું આપનો શિષ્ય થઇને જ મારું આયુષ્ય પૂર્ણ કરીશ.” આ રીતે અગ્નિભૂતિએ પણ તેના શિષ્ય સમુદાય સાથે દીક્ષા લીધી.
ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ અને અગ્નિભૂતિનાં મનની શંકાનું સમાધાન થતા તેઓએ પ્રભુને ‘સર્વજ્ઞ' તરીકે સ્વીકાર્યા. આ પછી પ્રભુએ અન્ય પંડિતોના મનની શંકાનું સમાધાન કર્યું.
-
- 199
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org