________________
SM
ખંડો સાધી શાંતિકુમાર રાજા ચક્રની પાછળ પાછળ પોતાના સૈન્ય સાથે પ્રયાણ કરવા લાગ્યા. જેમ સિંહ તે જંગલમાંથી પસાર થાય અને ચારે બાજુ અભૂતપૂર્વ ભયજનક શાંતિ છવાઈ જાય, એ રીતે શાંતિકુમાર પણ ચક્રરત્નની પાછળ વિવિધ દિશાઓની ઉપર વિજય મેળવતા આગળ વધતા રહ્યાં. તેમના શરણે આવેલાઓ વિવિધ પ્રકારના વાહનો, કિંમતી આભૂષણો અને વસ્ત્રો તેમ જ સોના-રૂપાની ભેટ લાવી કહેવા લાગ્યા,
આજથી પૃથ્વી સાધનાર તમે જ અમારા સ્વામી છો. અમોને આજ્ઞા કરો, હવેથી અમે તમારા સેવક થઈને રહીશું.”
છ ખંડને સાધીને આઠસો વર્ષે શાંતિકુમાર ચક્વર્તી હસ્તીનાપુર પાછા આવ્યા. જ્યારે તેઓ મહેલમાં પધાર્યા ત્યારે અન્ય રાજાઓએ તેમનો ઉત્સાહપૂર્વક અભિષેક કર્યો.
ચક્વર્તી રાજાની કેટલીક વિશિષ્ટતાઓ નોંધવા જેવી હોય છે. એ મુજબ શાંતિકુમાર ચક્વર્તીની હજાર જેટલા યક્ષો રક્ષા કરતા હતા. ચૌદ રત્ન અને નવનિધિ તેના આશ્રયે હતા. ચોસઠ હજાર સ્ત્રીઓ તેમના અંતઃપુરમાં તેમના જીવનના બાગને મહેકતો રાખતા હતા. ચોરાશી લાખ હાથી, ઘોડા, રથો વગેરે સાથે અનેક રાજ્યોના અધિપતિ હતા. આ ઉપરાંત તેમની સામે હંમેશા ગીત, નૃત્ય, તાંડવ, નાટક, જળક્રડા વગેરે ભોગ-સુખનો અનુભવ કરાવનાર માધ્યમો હતાં. આ રીતે ચક્વર્તીપણામાં અભિષેકથી શરૂ કરીને પચીશ હજાર વર્ષ પસાર કર્યા.
સમયનો પ્રવાહ અખ્ખલિત વહી રહ્યો હતો. એ પ્રવાહમાં તીર્થંકર પરમાત્માના આગમનથી સર્વ જીવોને શાતાનો અનુભવ થાય છે. શાંતિકુમાર રાજ્યાવસ્થામાં વર્ષો પસાર કરતા હતા. એ સમયે લોકાંતિક દેવતાઓનાં આસનો કંપાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાન વડે કારણ જાણ્યું અને ખ્યાલ આવ્યો કે જંબૂદ્વીપના ભરતાર્ધમાં શાંતિકુમારનો દીક્ષા સમય નજીક આવ્યો છે. તીર્થંકર પરમાત્મા પોતે જ જ્ઞાનના પરિણામે દીક્ષા સમય જાણી શકે છે, પરંતુ લોકાંતિક દેવોના કર્મ અનુસાર તેઓએ શાંતિકુમારને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા અને કહ્યું, “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવો.” દેવોની આ વાણી સાંભળી શાંતિકુમારે દીક્ષા ગ્રહણ કરવા નિશ્ચય કર્યો.
લોકાંતિક દેવો પાછા પોતાના સ્થાને ગયા. તેઓએ એકત્રિત કરેલા દ્રવ્ય વડે શાંતિકુમારે વાર્ષિકદાન આપવાનું શરૂ કર્યું. એક વર્ષ સુધી સાવંત્સરિક દાન આપ્યું. વર્ષ પૂરું થયું એટલે ચકયુધને રાજ્ય સોંપી તેઓએ સંયમ અંગીકાર કરવા નિશ્વય કર્યો.
ઈન્દ્ર, દેવતાઓ વગેરેએ મળી શાંતિકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવવાની તૈયારી કરી. સર્વાર્થ નામની શિબિકા પર આરૂઢ થયેલા શાંતિકુમાર સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં પહોંચ્યા. પુષ્પોની સુગંધ અને ભમરાના ગુંજન વચ્ચે શોભતા ઉદ્યાનમાં શિબિકા આવી પહોંચી. છઠ્ઠ તપવાળા શાંતિકુમારે અલંકાર વગેરેનો ત્યાગ કર્યો. જેઠ વદ ચૌદસના દિવસે, દિવસના પાછલા પહોરમાં જ્યારે શાંતિકુમારે દીક્ષા અંગીકાર કરી ત્યારે અન્ય એક હજાર રાજાઓ પણ તેમની સાથે સંયમ માર્ગે અનુસર્યા. પ્રભુને એ સમયે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું, બીજા દિવસે સુમિત્ર રાજાના ઘેર પ્રભુએ છઠ્ઠનું પારણું કર્યું. દેવતાઓએ પાંચ દિવો પ્રગટાવ્યા.
દીક્ષા અંગીકાર કર્યા પછી શાંતિનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એક વર્ષ પછી હસ્તિનાપુરના સહસ્ત્રાપ્રવનમાં નંદીવૃક્ષની નીચે પ્રભુ શુકલધ્યાનમાં સ્થિર થયા. ઘાતકર્મનો નાશ થતા પોષ સુદ નોમના દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. આ સમયે દેવોનું આસન કંપાયમાન થયું. પરંપરા પ્રમાણે તેઓએ સુવર્ણશિલા પર શી ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું અને તેની નીચે સમવસરણની રચના કરી. શ્રી શાંતિનાથ પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા સાથે સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ આસન ગ્રહણ કર્યું. દેવતાઓએ અન્ય ત્રણ દિશાઓમાં
•૯૭).,
Indian
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org