________________
શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્ર
વીણાધારિણી વરદાયિની હે માતા ભગવતી !
કર્મના બંધનથી મુક્ત બની નિર્મળ અને ઉજ્જવળ સ્વરૂપવાળા, નિર્મળ તીર્થજળની જેમ જગતને પાવન કરનારા શ્રી વિમલનાથ ભગવાનનું ચરિત્ર આલેખન કરવામાં જ્ઞાનગંગોત્રી હે માતા સરસ્વતી ! આપની કૃપા પ્રાપ્ત થાઓ !
I
ભવ પહેલો ||
ઘાતકી ખંડમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રને વિષે ભરત નામના વિજયમાં મહાપુરી નામે નગરી હતી. તેમાં પાસેન નામે મહાપ્રતાપી અને ગુણવાન રાજા થઈ ગયા. મહાપુરી નગરી ઉત્તમ મહાલયો અને રાજા પદ્મસેનના શાસનથી શોભી રહી હતી. રાજ્યની જવાબદારીઓને સંપૂર્ણ ન્યાય આપતાની સાથે રાજાની ધર્મભાવના પણ ઉત્કૃષ્ટ પ્રકારની હતી. ધીમે ધીમે આ સંસાર તેમને કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. અને સર્વગુપ્ત નામના આચાર્ય પાસે પધસેન રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર પ્રાપ્તિ માત્ર મોક્ષનું કારણ બનતું નથી. ત્યાર પછી સાધુતાને શોભે એવા આચારોનું પાલન કરી તપ, ત્યાગ અને સંયમની ત્રિવેણીમાં સ્નાન કરે તેને જ ઉત્તમ સંસ્કારવાળા બીજા ભવની પ્રાપ્તિ થાય છે. આ મુજબ પદ્મસેને મુનિ બન્યા પછી વીસ સ્થાનકોમાંથી કેટલાક સ્થાનકોની ઉત્તમ આરાધના કરી અને એ રીતે તીર્થંકર નામકર્મ બાંધ્યું. કાળાંતરે તેમણે તેમનું આયુષ્ય પૂર્ણ
કર્યું.
ભવ બીજો III
પદ્મસેન રાજમુનિએ ઉત્તમ એવા તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યા પછી આયુષ્ય પૂર્ણ કર્યું. અને સહસાર નામના દેવલોકમાં તેઓ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં સુખ સાહ્યબીમાં આયુષ્ય વિતાવી દેવગતિમાંથી ચ્યવન પામ્યા.
ભવ ત્રીજો
જંબૂદીપના ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નામે સુંદર ચૈત્યો અને સુવર્ણ કુંભોથી શોભતી હવેલીઓની નગરી હતી. આ નગરીમાં કૃતવર્મા નામે રાજા હતો. જે રીતે ગંગાજળની સ્પર્ધામાં અન્ય કોઈ જળ ટકી ન શકે એ રીતે કૃતવર્માના પ્રતાપી અને રાજ કુળને શોભે એવા ગુણોમાં કોઈ બરાબરી કરી શકે તેમ ન હતા. આ રાજાને અંતઃપુરના આભુષણ સમાન શ્યામા નામે રાણી હતી. રૂપ, લાવણ્ય અને ગુણોમાં સાક્ષાત દેવી સમાન શ્યામા રાણીની કુક્ષિમાં દેવલોકમાંથી અવીને પહ્મસેન રાજાનો જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થયો.
જ્યારે માતાની કુક્ષિમાં ઉત્તમ મહાપુરૂષના જીવનું ચ્યવન થાય ત્યારે તેના આગમનની નિશાનીરૂપે માતા 0 મહાસ્વપ્નોનું દર્શન કરે છે. એમાં પણ જ્યારે તીર્થકરના આગમનને સૂચવવાનું હોય ત્યારે તેમની માતા ચૌદ છે
(૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org