SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસાર તીર્થંકર પરમાત્માનો જીવ જ્યારે માતાની કુક્ષીમાં ચ્યવન કરે ત્યારે ચૌદ ઉત્તમ સ્વપ્નો તેના મુખમાં છ પ્રવેશતા જુએ છે. પૃથ્વી રાણીએ પણ ચૌદ ઉત્તમ સ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયાં. સુપન પાઠકોએ આ સ્વપ્નોની ફળશ્રુતિ કહી. અનુક્રમે જેઠ સુદ બારસને દિવસે વિશાખા નક્ષત્રના યોગે સ્વસ્તિકના લાંછનવાળા સુવર્ણવર્ણા પુત્રને પૃથ્વીદેવીએ જન્મ આપ્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમણે પોતાના આત્માને એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા પર સૂતેલો જોયો હતો. આ ઉપરાંત જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતા સારા પાર્શ્વવાળા (પડખાંવાળા) થયા હતા તેથી તેમનું નામ સુપાર્શ્વ રાખવામાં આવ્યું. ઈન્દ્રનું આસન કંપાયમાન થતાં ઈન્દ્ર આદિ દેવતાઓ તેમજ દિકુમારિકાઓએ પ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. બાલ્યાવસ્થા પસાર કરતા સુપાર્શ્વકુમાર સર્વ ગુણલક્ષણોવાળા, રૂપસંપત્તિ ધરાવતા, બસો ધનુષ્ય ઊંચી કાયાવાળા યૌવનવયને પામ્યા. આ સમયે પિતાની આજ્ઞાથી રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. આ રીતે પાંચ લાખ પૂર્વ પસાર થયાં. પછી પિતાએ તેમને રાજ્યની જવાબદારી સોંપી. આ કાર્યમાં તેમણે વિશ પૂર્વાગે અધિક ચૌદ લાખ પૂર્વ નિર્ગમન કર્યા. લોકાંતિક દેવો તીર્થંકર પરમાત્માને તેમની શાસન-તીર્થ સ્થાપવાની પ્રેરણા કરે છે એ વિધાન અનુસાર સુપાર્થ પ્રભુને રાજ્યકારભારમાંથી મુક્તિ અપાવી તીર્થ સ્થાપના માટે લોકાંતિક દેવોએ પ્રેરણા કરી. આ પછી દાન દેવામાં ચિંતામણી તુલ્ય અને દીક્ષા લેવામાં ઉત્કંઠા ધરાવનાર શ્રી સુપાર્શ્વ સ્વામીએ સંવત્સરી દાન દીધું. વાર્ષિકદાનના અંતે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. દેવદુદુભિ સાથે બીજા ઈન્દ્રો તથા દેવતાઓ પ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા આવી પહોંચ્યા. મોક્ષગામી પ્રભુ માટે રત્નજડિત અને મનોહર લાગતી મનોહરા નામની શિબિકા તૈયાર થઈ, તેમાં બિરાજી પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. આભૂષણો વગેરેનો ત્યાગ કર્યો અને ઈન્દ્ર પ્રભુના સ્કંધ ઉપર આરોપેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. જેઠ માસની શુકલ ત્રયોદશીએ પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. બીજે દિવસે પાટલીખંડના રાજા મહેન્દ્રના ઘેર પરમાન વડે પારણું કર્યું. દેવતાઓએ ધનની વૃષ્ટિ કરી પાંચ દિવો પ્રગટ કર્યા. ત્યાંથી નવ માસ સુધી છદ્મસ્થ અવસ્થામાં પ્રભુએ વિવિધ પ્રકારના અભિગ્રહ સાથે વિહાર કર્યો. પૃથ્વીતટ પર વિહાર કરતા ફરીથી સહસ્ત્રાપ્રવનમાં પ્રભુ આવ્યા અને છઠ્ઠ તપ કરી શિરીષ નામના વૃક્ષની નીચે સ્થિર થયા. અંતે ઘાતકર્મનો નાશ કરી ફાગણ વદ છઠ્ઠના દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવ્યો ત્યારે શ્રી સુપાર્શ્વસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તીર્થંકર પરમાત્માના કેવળજ્ઞાન મહોત્સવની ઉજવણીની પરંપરા અનુસાર પ્રભુને દેશના આપવા માટે સર્વ દેવતાઓએ સમવસરણની રચના કરી ચારસો ધનુષ્યથી અધિક એક કોશ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રભુએ પ્રદક્ષિણા કરી “તીર્થાય નમઃ” એમ કહીને ઉત્તમ સિંહાસન પર સ્થાપિત થયા. પ્રભુજીની માતાએ સ્વપ્નમાં જેવો સર્પ જોયો હતો એવો સર્પ જાણે બીજું છત્ર હોય એમ ધારણ થયો. આ પછી પણ એક ફણાવાળો, પાંચ અથવા નવ ફણાવાળો સાપ ધારણ થયો હતો. બાકીની ત્રણેય દિશાઓમાં દેવતાઓએ પ્રભુની જેવા બીજાં ત્રણ બિંબો પ્રસ્થાપિત કર્યા. ચતુર્વિધ સંઘ તેમજ અન્ય સૌ સ્વસ્થાને બિરાજમાન થયા. ઈન્દ્રની સ્તુતિ અનુસાર પ્રભુએ મધુર વાણીમાં દેશના આપતા કહ્યું, “પ્રાણી જેટલા જેટલા સંબંધો પોતાના આત્મીયપણાથી પ્રિય માને છે તેટલા તેટલા શોકના ખીલાઓ તેના હૃદયમાં જોડાય છે, તેથી - આ જગતમાં સર્વ પદાર્થ આત્માથી જુદા છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેને કોઈ પણ તે LILLLTLTITI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy