________________
છ વસ્તુનો નાશ થવાથી મોહ ઉત્પન્ન થતો નથી કે શોક લાગતો નથી.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી પ્રતિબોધ પામી ઘણાંએ ચારિત્ર ગ્રહણ કર્યું.
અનુક્રમે પૃથ્વી પર વિહાર કરતા પ્રભુને પંચાણું ગણધર, ત્રણ લાખ સાધુ, ચાર લાખને ત્રીસ હજાર સાધ્વીઓ, બે હજારને ત્રીશ ચૌદ પૂર્વધર, નવ હજાર અવધિજ્ઞાનવાળા, નવ હજાર અને દોઢસો મન:પર્યવજ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર અને ત્રણસો વૈશ્યિલબ્ધિવાળા, આઠ હજાર ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ સત્તાવન હજાર શ્રાવકો અને ચાર લાખ ત્રાણુ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયો.
આ ઉપરાંત શ્યામવર્ણવાળો, હાથીના વાહનવાળો અને ચાર ભૂજાવાળો માતંગ નામે યક્ષ પ્રભુને પાસે રહેનાર શાસનદેવતા થયો તેમજ સુવર્ણ જેવા વર્ણવાળી, હાથી પર બિરાજેલી ચાર ભૂજાવાળી શાંતા નામે યક્ષણી સદા પ્રભુના સાંનિધ્યમાં રહેનારી શાસનદેવી થઈ.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી નવ માસ અને વિશ પૂર્વાગે ન્યૂન એવાં લાખ પૂર્વ ગયા પછી નિર્વાણકાળ નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખરમાં પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી પાંચસો મુનિઓની સાથે ફાગણ વદ સાતમને મૂળ નક્ષત્રે નિર્વાણ પામ્યા.
આ રીતે પ્રભુએ પાંચ લાખ પૂર્વ કુમાર વયમાં, ચૌદ લાખ પૂર્વને વશ પૂર્વાગ રાજ્ય પાળવામાં અને દીક્ષા પર્યાયમાં વીશ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ સહિત કુલ વિશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુના નિર્વાણ પછી નવ હજાર કરોડ સાગરોપમ ગયા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુનો નિર્વાણકાળ થયો.
પ્રભુના મોક્ષ પછી ઈન્દ્રો તથા દેવતાઓ તેમજ અન્ય મુનિજનોએ પ્રભુના દેહનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરી મહિમાપૂર્વક નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
શ્રી સુપાર્શ્વ પ્રભુનું ચરિત્ર આલેખન સ્વમતિપૂર્વક કરતા શાસ્ત્ર વિરુદ્ધ કોઈ દોષ રહ્યો હોય, તો ક્ષમાયાચના સાથે આ ચરિત્ર પૂર્ણ કરૂં છું.
L
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org