SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ચ્યવીને વિષ્ણુરાણીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. આ વખતે નારકીના જીવોએ ક્ષણિક સુખનો અનુભવ કર્યો. ઈન્દ્રનું આસન ચલાયમાન થતા અવધિજ્ઞાનથી જાણીને તેણે પણ પ્રભુના ચ્યવન કલ્યાણક પ્રસંગે વંદન કર્યું. આ સમયે જે રીતે અન્ય તીર્થંકરોના જન્મને સૂચવનારા મહા સ્વપ્નો તેમની માતા મુખમાં પ્રવેશતા જુએ છે એ રીતે વિષ્ણુદેવીએ પણ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયા. જેમ શ્રી ૠ ષભદેવ પ્રભુની માતાએ સ્વપ્નનું ફળ ક્યું એ રીતે વિષ્ણુદેવીએ પણ પોતાની કુક્ષિએ તીર્થંકરનો જન્મ થશે એ વાત જાણી. A સમય પૂરો થતા ભાદરવા વદ બારસને દિવસે શ્રવણ નક્ષત્રે ગેંડાના ચિન્હવાળા સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપતા માતા વિષ્ણુદેવી અને વિષ્ણુરાજ પિતાના ઉલ્લાસનો પાર ન રહ્યો. ઈન્દ્રનું આસન કંપાયમાન થતા પ્રભુનો જન્મ થયો જાણી દેવી, દેવતાઓ વગેરે સૌ જુદી જુદી દિશામાંથી દર્પણ, ઝારી, પંખા, ચામર ઈત્યાદિ ધા૨ણ ક૨તા જન્મ મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. પ્રભુને અને માતાને નમસ્કાર કરી સૂતિકાકર્મ કરી સૌ ગીત-વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ઈન્દ્રે પાંચ રૂપ ધારણ કર્યાં અને મેરૂપર્વત પર સ્નાનાદિ ક્રિયા માટે ભગવાનને લઈ ગયા. ઉત્તમ જળ વડે સ્નાન કરાવી, અલંકારથી આભૂષિત કરી ઈન્દ્ર પ્રભુને પાછા માતા પાસે મૂકી ગયા. સૌએ સ્તુતિ કરી અને જન્મોત્સવ ઉજવી પોતપોતાના સ્થાને ગયા. વિષ્ણુરાજ રાજાએ પુત્રના જન્મ માટે પ્રાતઃકાળે મહાન ઉત્સવ કર્યો. આ દિવસ શ્રેયકારી રહ્યો માટે પુત્રનું નામ શ્રેયાંસકુમા૨ ૨ાખ્યું. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ એંશી ધનુષ્યની કાયાવાળા તેમ જ ઉત્તમ ગુણોવાળા હતા.પ્રભુ જ્યારે યૌવનવય પમ્યા ત્યારે પિતાએ અનેક રાજકન્યાઓ સાથે તેમને પરણાવ્યા. પ્રભુ પણ ભોગાવલિ કર્મ ભોગવવાના બાકી હોઈ, પ્રભુએ લગ્ન કર્યા. `એકવીસ લાખ વરસનું આયુષ્ય પૂરું થતા પિતાએ તેમને રાજ્યાસને બેસાડ્યા. બેતાલીસ લાખ વરસ સુધી પ્રભુએ રાજ્ય કર્યું. પ્રભુ સંસારથી વિરક્ત થયા. ત્યારે લોકાંતિક દેવોએ પ્રેરણા કરતા પ્રભુને તીર્થ પ્રવર્તાવાની વિનંતી કરી. શ્રેયાંસ પ્રભુએ વરસીદાન દીધું અને અનેક યાચકોને ખુશ કર્યા. આ પછી સહસ્ત્રાપ્રવનમાં જવાની તૈયારી કરતા ઈન્દ્રનું આસન ચલાયમાન થયું અને ઈન્દ્રો, દેવતાઓ આદિ પરિવાર સાથે પ્રભુનો દીક્ષા કલ્યાણક જાણી વિમાનમાર્ગે આવી પહોંચ્યા. આખુંય આકાશ રંગબેરંગી વિમાનો, દેવતાઓના તેજ અને વાજિંત્રોના નાદથી છવાઈ ગયું. ઈન્દ્ર વગેરેએ પ્રભુને અલંકારોથી આભૂષિત કર્યા. વિમલપ્રભા નામની શિબિકા રચી પ્રભુ તેમાં આરૂઢ થયા અને સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. પ્રભુએ આભુષણ આદિનો ત્યાગ કર્યો અને ઈન્દ્રે આપેલું દેવદુષ્ય ધારણ કર્યું. ફાગણ વદ તેરસના દિવસે શ્રવણ નક્ષત્રે છઠ્ઠના તપ સાથે પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો. ઈન્દ્ર વગેરેએ તે કેશનું યોગ્ય વિધિ અનુસાર ક્ષેપન કર્યું. અને પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. દેવતાઓ તથા ઈન્દ્રો વગેરે નંદીશ્વર દ્વીપમાં જઈ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવી પોતપોતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ સિદ્ધાર્થ નગરમાં નંદરાજાને ઘે૨ છતપનું પારણું કર્યું. દેવતાઓએ પંચદિવ્ય પ્રગટાવ્યા. બે માસ સુધી વિહાર કરી પ્રભુ ફરી પાછા સહસ્ત્રામ્રવનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે કાયોત્સર્ગમાં સ્થિર થયા. શુકલ ધ્યાને રહી ઘાતી કર્મોનો નાશ કરી જેઠ વદ અમાસને દિવસે શ્રવણ નક્ષત્રમાં જ્યારે ચંદ્ર હતો ત્યારે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ઈન્દ્રનું આસન કંપાયમાન થતા સર્વ ઈન્દ્રો અને દેવતાઓ વગેરેએ આવીને પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવની રચના કરી. રત્નજડિત સમવસરણમાં પધાર્યા. ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી સિંહાસન પર આરૂઢ થતા ‘“તીર્થાય નમઃ” કહ્યું. બાકીની ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. સૌ દેવી-દેવતાઓ, મનુષ્યો વગેરેએ સમવસ૨ણમાં પોતાનું સ્થાન લીધું. પ્રભુના સમયમાં ત્રિપૃષ્ટ વાસુદેવ, ચળ નામે બળદેવ અને અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ થયા હતા જેના Jain Education International ૭૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy