________________
શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ચરિત્ર
મોક્ષમાર્ગના આધારરૂપ ધર્મના પ્રવર્તક, જન્મ-મરણના ચક્યાંથી મુકત થવા માટે પથદર્શક અને સિદ્ધગતિનાં સોપાનોના સંવાહક પ્રભુ શ્રી શ્રેયાંસનાથનું ચરિત્ર હવે પછી આલેખું છું. પ્રભુના ગુણો તો અપરંપાર છે પરંતુ તેને યથામતિ પણ જો આલેખી શકાય એવી ક્ષમતા પ્રાપ્ત થાય તો ધન્યતાનો અનુભવ થાય. માટે હે મા શારદા ! આપ એવી ક્ષમતા આપો એવી પ્રાર્થના.
II) ભવ પહેલો પIII
S
પુષ્કરવર દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રને વિષે કચ્છ નામના વિજયમાં ક્ષેમા નામ ઉત્તમ નગરી. આ નગરીમાં નલિનીગુલ્મ રાજાનું શાસન પ્રવર્તતું હતું. આ રાજાએ પોતાના રાજ્યમાં બુદ્ધિશાળી મંત્રીઓના પ્રભાવે ખૂબ જ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ સાથે જ તેમની ધર્મભાવનાની કીર્તિ પણ ચોમેર વ્યાપેલી હતી.
જે રીતે કોઈ ઉત્તમ વૈદ્ય આધિ-વ્યાધિને દૂર કરી શરીરને નિર્મળ બનાવે એ રીતે નલિનીગુલ્મ રાજાએ ધર્મના આચરણથી તન-મનની શુદ્ધિને પ્રાપ્ત કરી હતી. સમયાંતરે સંસારથી વિરક્ત થવાની ઈચ્છાના કારણે તેમણે વજદત્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ અને અનેક પરિસહોને સહન કરતા આ રાજમુનિએ પ્રવચન સિદ્ધાંતમાં કહેલા અર્ધભજ્યાદિક સ્થાનકોના આરાધનથી તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. કાળાંતરે આ મહાતપસ્વી મુનિ આ નાશવંત દેહને છોડી કાળધર્મ પામ્યા.
IIIII) ભવ બીજો (l||||
નલિની ગુલ્મ રાજાએ મુનિ બન્યા પછી ઉત્તમ ચારિત્રની આરાધનામાં જીવન પસાર કર્યું તેથી તેમનો જીવ મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. સ્વર્ગીય સુખ ભોગવી ત્યાં તેમણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કર્યું.
|| ભવ ત્રીજો ||
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે નગરમાં વિષ્ણુરાજ નામે રાજા હતા. દાન, ધર્મ અને સત્યપ્રિયતા જેવા ગુણોથી યુક્ત રાજા મંદિરોની રત્નમય દીવાલોમાં પડતા પ્રતિબિંબો અને તેજકિરણોની જેમ શોભતા હતા. વિષ્ણરાજ રાજાને વિષ્ણુ નામે રાણી હતી. ઈન્દ્ર સાથે જે રીતે ઈન્દ્રાણી શોભે એમ બન્ને પ્રસન્નતાથી જીવન વ્યતીત કરતા હતા.
આ બાજુ નલિનીગુલ્મ રાજાનો જીવ મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાંથી ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ થતા
T]
Jäin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org