________________
છે પ્રકાશથી પ્રભુનું મુખારવિંદ શોભવા લાગ્યું. આ મહાન દિવસ એટલે જ્યારે ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં થયો
તે પોષ સુદ પુનમનો પાવન દિવસ. તરત જ ઈન્દ્રાદિક દેવતાઓએ આવીને પ્રભુ માટે પાંચસો ચાલીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષવાળું ભવ્ય સમવસરણ રચ્યું. પ્રભુ તે સિંહાસન પર બિરાજ્યા એટલે દેવતાઓએ બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. પ્રભુની પર્ષદાઓમાં ચતુર્વિધ સંઘ, દેવતાઓ તેમજ તિર્યંચો આદિ પોતપોતાના સ્થાને ગોઠવાયા.
આ પર્ષદા વિશે સમાચાર મળતા વાસુદેવ પુરુષસિંહ પણ બળદેવ સુદર્શન સહિત ત્યાં પધાર્યા. ઈન્દ્ર તેમજ વાસુદેવ પુરુષસિંહે તથા સુદર્શને પ્રભુની સ્તુતિ કરી દેશના ફરમાવવા માટે વિનંતી કરી.
આ વિનંતી સાંભળી પ્રભુએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ધ, માન આદિ ચાર કષાયો તથા જીવનાં ચાર ગતિમાં થતાં પરિભ્રમણ વિષે સુમધુર અને સરળ શૈલીમાં દેશના આપી. પ્રભુની દેશના પૂરી થતાં તેમના ગણધર અરિષ્ટ બાકીની દેશના આપી.
પ્રભુની ઉત્તમ દેશના સાંભળ્યા પછી ઘણાં પુરુષોએ દીક્ષા લીધી, કેટલાકે શ્રાવકધર્મને સ્વીકાર્યો. આ મુજબ વાસુદેવ પુરુષસિંહને સમતિની પ્રાપ્તિ થઈ. બલભદ્ર સુદર્શને શ્રાવકપણું સ્વીકાર્યું. સૌ સ્વસ્થાને પાછા ગયા પછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો.
કેવળજ્ઞાન પામ્યા પછી બે વર્ષ ઉણા અઢી લાખ વર્ષ સુધી વિહાર કરતા પ્રભુને ચોસઠ હજાર સાધુઓ, બાસઠ હજારને ચારસો સાધ્વીઓ, નવસો ચૌદ પૂર્વધારી, ત્રણ હજાર ને છસો અવધિજ્ઞાની, ચાર હજાર ને પાંચસો મન:પર્યવજ્ઞાની, એટલા જ કેવળજ્ઞાની, સાત હજાર વૈક્યિ લબ્ધિવાળા, બે હજાર ને આઠસો વાદલબ્ધિવાળા, બે લાખ ને ચાલીસ હજાર શ્રાવકો અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાઓ – આ પ્રમાણે પરિવાર થયો.
શ્રી ધર્મનાથ પ્રભુએ અઢી લાખ વરસ કુમારપણામાં અને પાંચ લાખ વરસ રાજ્ય કરવામાં પસાર કર્યા. આ પછી અઢી લાખ વરસ દીક્ષાપર્યાયમાં પસાર કર્યા પછી જ્યારે પોતાના નિર્વાણનો સમય નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખર ગિરિ પધાર્યા. ત્યાં એકસો આઠ મુનિઓ સાથે પ્રભુએ અનશન વ્રત ધારણ કર્યું. એક માસના અંતે જેઠ સુદ પાંચમના દિવસે જ્યારે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુનું નિર્વાણ થયું અને તે મોક્ષપદને પામ્યા. આ રીતે પ્રભુએ કુલ દસ લાખ વરસનું આયુષ્ય ભોગવ્યું.
પ્રભુ નિર્વાણ પામ્યા જાણી ઈન્દ્રાદિક દેવોએ આવી પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. અને પ્રભુના પાવન દેહનો યોગ્ય સંસ્કાર કરી સૌ સ્વસ્થાને ગયા.
પુરુષસિંહ વાસુદેવ હિંસાકર્મના પરિણામે આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. તેમણે કુલ દસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
પોતાના ભાઈના વિરહમાં સુદર્શન બલભદ્ર કીર્તિધર નામના સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને કુલ સત્તર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી ધર્મનાથ પ્રભુના તીર્થમાં પ્રભુની સાથે જ રહેનાર કિન્નર નામે યક્ષ શાસનદેવ થયો અને કંદર્પ નામે યક્ષણી શાસનદેવ થયા.
સંસારના પરિતાપનું છેદન કરી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવવામાં સદાય ધર્મનો પ્રકાશ પાથરી આત્માને ઉન્નત કરાવનાર શ્રી ધર્મનાથ પ્રભુનાં ચરિત્રનું આલેખન સમાપ્ત કરું છું.
T
TITLTLTLTLLLLLLLL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org