________________
દાબડા, થાળ, પાત્રો અને ફૂલની ચંગેરીઓ પણ લાવ્યા. આ કળશોમાં ભરવા માટે ક્ષીર સમુદ્રના જળ અને સુગંધી અને પવિત્ર દ્રવ્યો, પુષ્પો વગેરે મેરુપર્વત પર લાવવામાં આવ્યા.
વિવિધ પ્રકારના વાજિંત્રોનો ધ્વનિ મેરુપર્વતનની ગુફાઓમાં પડઘાવા લાગ્યા. અચ્યુત દેવલોકના ઈન્દ્રે પારિજાત જેવા ફૂલોની કુસુમાંજલિ મૂકી, ધુપથી ભૂમિ અર્જિત કરી, સુગંધી જળથી ભરેલા કળશો ત્યાં લાવીને મૂક્યા. દેવતાઓ દુંદુભિનો નાદ ક૨વા લાગ્યા.
સૌધર્મ ઈન્દ્રે ભક્તિભાવપૂર્વક પ્રભુને ખોળામાં બેસાડી સ્નાનાભિષેક કરવા લાગ્યા. દિવ્ય વસ્ત્રો વડે પ્રભુના અંગ લૂછી, ગોશીર્ષચંદનનો લેપ કર્યો. કેટલાક દેવતાઓ પધાણા હાથમાં રાખીને ઊભા રહ્યાં, તો કેટલાકે પ્રભુને ચામર ધર્યા. મણિજડિત પંખાથી પવન નાખતા કેટલાક દેવતાઓ પોતાને ધન્ય માનતા હતા. કેટલાક દેવોએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી તો કેટલાકે સુવર્ણ પુષ્પો વેર્યા. આ રીતે પોતાનો આનંદ વ્યક્ત કર્યો.
અચ્યુત ઈન્દ્રે પણ પ્રભુને વિલેપન કર્યું. ઈશાનેન્દ્રે પણ પાંચ રૂપ ધારણ કરી છત્ર, ચામર સહિત ભગવાનની ભક્તિ કરી. સૌધર્મ ઈન્દ્રે ચારે દિશાએ સ્ફટિક મણિના ઊંચા વૃષભ બનાવ્યા. તેમના શૃંગમાંથી નીકળતી દૂધની ધારાઓ પ્રભુ પર પડવા લાગી. વૃષભોને પછી સંહરી લેવામાં આવ્યા. વિલેપન આદિ ક્રિયાઓ બાદ દેવદુષ્ય વડે શરીરને લૂછી, વિવિધ અલંકારોથી પ્રભુને અલંકૃત કરવામાં આવ્યા.
આ પછી અતિ ભક્તિભાવથી ઈન્દ્રે શસ્તવ વડે પ્રભુની સ્તુતિ કરી અને પ્રાર્થના કરતા કહ્યું, “હે જગતના નાથ! જગતના અંધકારને દૂ૨ ક૨ી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર હે પ્રભુ ! હું આપને વંદન કરું છું. આપના જન્મોત્સવથી આ ભૂમિ પવિત્ર બની છે. આપે નાભિરાયાના કુળમાં જન્મ ધારણ કર્યો છે, તે કુળ કાયમ માટે કીર્તિવંત બનશે. આપ ભરતક્ષેત્રના જીવો માટે મોક્ષ માર્ગ બતાવનારા છો, આપના દર્શનથી પ્રાણીમાત્રનું કલ્યાણ થાય છે. માટે હે પ્રભુ ! આપના ગુણોનું વર્ણન ક૨વા મારી અલ્પ બુદ્ધિમાં શક્તિ નથી.’’
આ પ્રમાણે ભગવંતની ભાવપૂર્વક ભક્તિ કરી સૌધર્મે ઈશાનેન્દ્રના ખોળામાંથી પ્રભુને ગ્રહણ કર્યા. પહેલાની જેમ જ તેણે પાંચ રૂપ ધારણ કર્યા અને આકાશ માર્ગે ફરી પાછો મરુદેવામાતાના મંદિરે આવી પહોંચ્યા. માતાની અવસ્વાપિની નિદ્રા દૂર કરી, પ્રભુને તેમની પાસે સ્થાપિત કર્યા. પછી દિવ્ય અને રેશમી બે વસ્ત્રો, ૨.નમય કુંડલયુગલ અને રત્નજડિત સોનાના ગેડી-દડો ત્યાં મૂક્યા.
આ પછી ઈન્દ્રના આદેશથી કુબેરે બત્રીસ કોટિ રત્ન, સુવર્ણ અને હિ૨ણ્ય, બત્રીસ નંદાસન, ભદ્રાસન, મનોહર વસ્ત્રો વગેરે મૂક્યા. આ પછી ઈન્દ્રે આભિયોગિક દેવતાઓ દ્વારા ઉદ્ઘોષણા કરાવી કે જે કોઈ તીર્થંકર પરમાત્માનું કે તેમની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક જે રીતે અર્જક વૃક્ષના પાન પરિપકવ થતાં સાત ટૂકડાઓ થઈ જાય છે. એ રીતે તેને પણ સજા થશે.
ત્યારબાદ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વગેરે તમામ દેવોએ આ પ્રમાણે ઉદ્ઘોષણા કરી. સૌધર્મઈન્દ્રે ભગવાનના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો, કારણ કે તીર્થંકર પોતાની ભુખ - તરસ માટે માત્ર પોતાના અંગૂઠામાં રહેલા અમૃતથી જ તૃપ્ત બને છે. આ પછી ઈન્દ્રે પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રી કર્મ કરવા માટે પાંચ અપ્સરાઓ મૂકી જે પ્રભુનું લાલનપાલન ક૨વા લાગી.
આ પ્રમાણે સ્નાત્ર મહોત્સવ પૂર્ણ થયો. સૌધર્મ ઈન્દ્રે નંદીશ્વર દ્વીપમાં જઈ અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. બાકીના ઈન્દ્રોએ પણ અંજનગિરિ પર્વતોની ઉ૫૨ જુદી જુદી શાશ્વતી પ્રતિમાઓ સમક્ષ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. અને પોતપોતાના સ્થાને પાછા ગયા.
મરુદેવા માતા પ્રભાત થતા જાગ્યાં ત્યારે જેમ રાત્રિના આકાશમાં પરોઢે નૂતન સૂર્યનું આગમન થાય અને
Jain Education International
---(૨૬)----
For Private & Personal Use Only
www.jainelibrary.org