SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ એક પુત્રને જન્મ આપ્યો. છપ્પન દિકુમારિકાઓ અને ચોસઠ ઈન્દ્રોએ અન્ય દેવો સહિત પ્રભુનો જન્મોત્સવ માં ઉજવ્યો. પ્રભુ જયારે માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં ચક્ર જોયું હતું તેથી તેમનું નામ અરિષ્ટનેમિ અર્થાત નેમિકુમાર પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં પણ સૌના મનને આકર્ષતા નેમિકુમાર ધીમે ધીમે સમય પસાર કરવા લાગ્યા. નેમિકુમાર યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે તેમના શરીરનું પ્રમાણ દસ ધનુષ્યનું હતુ. એક વખત તે બીજા મિત્રો સાથે ફરતા ફરતા શ્રીકૃષ્ણની આયુધશાળા પાસે પહોંચ્યા. આયુધશાળામાં શંખ, ચક્ર, ગદા, ધનુષ્ય વગેરે શસ્ત્રો હતા. તેમણે તે બધામાં શંખની માગણી કરી ત્યારે આયુધશાળાના રક્ષકે કહ્યું કે : " આ શંખને લેવાનો તમે પ્રયત્ન કરશો નહી, કારણ કે આ ઉપાડવા તમે સમર્થ નથી ". પરંતુ નેમિકુમારે આશ્ચર્યથી તે શંખ હાથમાં લીધો અને વગાડ્યો. એનો અવાજ આવતા જ પર્વતોના શિખરો કંપી ઉઠ્યા, લગામ ફેંકી દઈ ઘોડા દૂર નાસી ગયા, પ્રચંડ અવાજના પરિણામે પશુ-પક્ષીઓ નાસભાગ કરવા લાગ્યા સમુદ્રના પાણી હિલોળે ચડ્યાં. વજ જેવો અવાજ આવવાથી નગરજનોમાં ગભરાટ ફેલાયો અને કૃષ્ણ પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું કે એવો કોઈ શત્રુ હોવો જોઈએ જે આવી પ્રચંડ શકિત ધરાવે છે. પછી તેમને ખબર પડી કે આ શંખ તો નેમિકુમારે વગાડ્યો છે. ત્યારે નેમિકુમારના આ પરાક્રમથી શ્રીકૃષ્ણ વિચાર્યું કે ભવિષ્યમાં આ રાજય પર પણ તેમની સત્તા સ્થપાશે. આથી તેની વધુ પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ તેમના બળનો મુકાબલો કરવા કહ્યું. નેમિકુમાર પાસે પણ ઘણી વિદ્યાઓ હતી. તેમણે તે પરિક્ષામાં પણ શ્રીકૃષ્ણને હરાવ્યા. આ રીતે નેમિકુમારે પોતાની શકિતનો પરિચય કરાવ્યો. શ્રીકૃષ્ણને સ્વાભાવિક વિચાર આવ્યો કે આટલા બળવાન નેમિકુમાર પાસે પોતાનું તો કોઈ સ્થાન ન હતું. "ભવિષ્યમાં આ રાજ્યમાં આવા શૂરવીર પાસે મારૂ તો શું ચાલશે?" આવો વિચાર તેમણે કર્યો ત્યાં તો દેવતાઓએ આકાશવાણી કરીને કહ્યું : " હે કૃષ્ણ! નેમિકુમાર બાવીસમાં તીર્થકર થશે. તેમને આ સાંસારિક સુખમાં રસ નથી". આ વાત સાંભળી શ્રીકૃષ્ણ નેમિકુમારને બોલાવ્યા અને સૌને કહ્યું કે આજથી નેમિકુમારને કોઈએ ક્યાંય જતા અટકાવવાં નહીં." આ પછી નેમિકુમારને શ્રીકૃષ્ણ અંતઃપુરમાં તેની ભોજાઈઓ વચ્ચે ક્રીડા કરવા માટે પણ કહે છે. નેમિકુમારની મશ્કરી કરતા સૌ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. એક વખત શિવાદેવી માતાને નેમિકુમારને લગ્ન કરવા માટે વિનંતી કરી. તેમની માટે ઘણા સ્થળેથી ઘણી રાજકન્યાઓની માંગણીઓ આવતી પરંતુ નેમિકુમાર તેનો અસ્વીકાર કરતા. એક દિવસ વસંતઋતુમાં શ્રીકૃષ્ણ, નેમિકુમાર, શ્રી કૃષ્ણની પટરાણીઓ, નગરજનો સૌ ઉદ્યાનમાં વસંતોત્સવ માણવા ગયા. એ દિવસે સત્યભામા સુસીમા, જાંબુવતી વગેરે જેવી પટરાણીઓએ નેમિકુમારને લગ્ન કરવા આગ્રહ કર્યો. નગરજનો ઉત્સાહમાં ક્રીડા કરવા લાગ્યા. ચારે તરફ પુષ્પો, વેલીઓ અને વૃક્ષોથી આચ્છાદિત વાતાવરણ વચ્ચે નિર્વિકારપણે નેમિકુમાર પણ ક્રીડા કરવા લાગ્યાં. છતાંય તે લગ્નની બાબતમાં ચોક્કસ નિર્ણય આપતા ન હતા. શ્રીકૃષ્ણની પટરાણીઓએ જુદી જુદી રીતે, વિવિધ લાલચો દ્વારા અને જીવનમાં સ્ત્રીનું મહત્વ સમજાવતા નેમિકુમારને લગ્ન કરવા માટે કહેવા લાગ્યા. જ્યારે સૌ કુટુંબીજનો અત્યંત આગ્રહ કરવા લાગ્યા ત્યારે નેમિકુમારે વિચાર્યું કે આ બધા અજ્ઞાની છે માટે તેમની સાથે વિશેષ વાત કરવી બરાબર નથી. તે મૂંગા રહ્યા એટલે મૌનને સંમતિ ગણી એમ માની લીધું કે નેમિકુમાર લગ્ન માટે તૈયાર છે. સૌ ઉત્સાહમાં આવી ગયા. તરત જ શ્રીકૃષ્ણ કોંઈ ઉત્તમ રાજકન્યાની શોધમાં THE NE ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy