________________
- ભવ્ય આઠમો છે
શંખકુમારે દીક્ષા લીધા પછી, મહાન એવા વીસ સ્થાનક તપની આરાધના દ્વારા મુનિપણાને શોભાવ્યું. એ જ રીતે યશોમતિએ પણ સાધ્વીજીવનના આચારોનું પાલન કર્યા પછી શંખકુમાર અપરાજિત નામના વિમાનમાં પાંચ અનુત્તર દેવતાઓમાંથી એક દેવતા થયા. યશોમતિ પણ કાળક્રમે દેવલોકમાં દેવી પણ તેમની સાથે ઉત્પન્ન થઈ. બન્ને દેવલોકના સુખ ભોગવી, દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કર્યુ.
ભય નવમો )
શ્રી નેમિનાથ ભગવાનનો નવમો ભવ વર્ણવતા પહેલા આજે જે દ્વારકા નગર સૌરાષ્ટ્રમાં આવેલું છે, તેનો ઈતિહાસ ટૂંકમાં જોઈએ. કારણકે તેની સાથે ભગવાનના જીવનને સંબંધ છે.
પ્રાચીન ખંડિયરો જેની સાક્ષી પૂરે છે અને સમયનાં વહેણ સાથે જે પરિવર્તન પામતો જાય છે, તે ઈતિહાસના પાનાં પર નોંધાય છે.
લગભગ અઠયાસી હજાર વર્ષ પહેલા ભરતખંડમાં ઉત્તરે સૌરીપુરી નગરીમાં શ્રી સમુદ્રવિજય રાજા રાજય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી હતી. તે મહારાજાને નવ ભાઈઓ હતા. સૌથી નાનો ભાઈ તે વસુદેવ. તે રોહિણી, દેવકી વગેરે અનેક રાજકન્યાઓને પરણ્યા હતા. રોહિણીના પુત્રનું નામ બળદેવ હતું અને દેવકીના પુત્રનું નામ શ્રીકૃષ્ણ એ સમયે મથુરામાં કંસ નામે જુલમી રાજા હતો જેણે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદ કર્યા હતા. પ્રજા તેનાથી કંટાળી ગઈ હતી, આખરે કંસરાજાનો વધ શ્રીકૃષ્ણ કર્યો. મથુરાની ગાદી પર ઉગ્રસેન રાજા આવ્યા તેથી કંસ રાજાનો સસરો જરાસંઘ શ્રીકૃષ્ણ પર ક્રોધિત થયો. પરિણામે સમુદ્રવિજય મહારાજા વગેરે સૌ ગભરાયા. તેઓએ રાજ્ય અને ઘરબાર છોડી દીધા. અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવીને વસ્યા. ત્યાં જે નગરી વસાવી તે દ્વારિકા નગરી તરીકે ઓળખાઈ. આજે તો એ દ્વારિકા રહી નથી.આજનું દ્વારકા તે પાછળથી વસેલું નગર છે.
સૌરીપુરી નગરમાં સમુદ્રવિજયના રાણી શિવાદેવીએ એક વખત રાત્રીનો શેષ કાળ બાકી રહ્યો હતો ત્યારે હાથી, વૃષભ, સિંહ વગેરે ચૌદ સ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. તે વખતે કારતક વદ બારસે જ્યારે ચંદ્રનો યોગ ચિત્રા નક્ષત્રમાં હતો, ત્યારે અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી બત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી શંખરાજાનો જીવ શિવાદેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. આ સમયે ત્રણે જગતમાં ઉદ્યોત થયો અને નારકીના જીવોએ પણ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો. શિવાદેવીએ સ્વપ્ન વિષે સમુદ્રવિજયને જણાવ્યું. સ્વપ્ન પાઠકના કહ્યા અનુસાર શિવાદેવીની કુક્ષીએ તીર્થકર પુત્રનો જન્મ થવાનો હતો. અનુક્રમે નવમાસ પૂર્ણ થતા શ્રાવણ સુદ પાંચમની રાત્રીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો ત્યારે શિવાદેવીએ શંખના લાંછનવાળા
13..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org