________________
1 પુણ્યકર્મના પરિણામ રૂપ સુખ ભોગવવા માટે દેવગતિ; અધિક અંશે પુણ્ય અને અલ્પપ્રમાણમાં પાપકર્મના
પરિણામે તિર્યંચગતિ અને પુણ્ય-પાપનું લગભગ સરખું પ્રમાણ હોય તો મનુષ્યગતિમાં જીવનું સ્થાન નક્કી થાય.
ભય સોળમો )
શ્રી મહાવીર પ્રભુનો જીવ પંદર ભવ સુધી પરિભ્રમણ કર્યા પછી સોળમાં ભવે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી નામે રાજાના નાના ભાઈ વિશાખભૂતિની રાણી ધારિણીની કુલીમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ વિશ્વભૂતિ રાખવામાં આવ્યું.
વિશ્વભૂતિએ યૌવનવય પામતા દેવકુમાર જેવું સૌંદર્ય પ્રાપ્ત કર્યું. એક વખત તે નંદનવનમાં પુષ્કરંડક નામના ઉદ્યાનમાં પોતાના અંતઃપુર સહિત ક્રિીડા કરતા હતા. ત્યાં તેના કાકાનો કુંવર વિશાખાનંદી પણ ક્રીડા કરવા આવી પહોંચ્યો. આવતા જ તેને ખબર પડી કે વિશ્વભૂતિ અંદર છે તેથી તેને બહાર રહેવું પડ્યું. વિશ્વભૂતિ પોતાના અંતઃપુર સહિત હતા અને એ સમયે અન્યનું ત્યાં આવવું એ વિવેક દષ્ટિએ અયોગ્ય ગણાય, તેથી વિશાખનંદીને અનિચ્છાએ બહાર રહેવું પડ્યું. બરાબર આ સમયે રાજરાણીની દાસીઓ પણ તે જ ઉધાનમાંથી પુષ્પો લેવાને ત્યાં આવી પહોંચી. તેમને પણ વિશ્વભૂતિ સપરિવાર અંદર છે એવી ખબર પડતા પુષ્પો લીધા વગર પાછું જવું પડ્યું. આ વાતની જાણ થતાં પ્રિયંગુ રાણી ખૂબ જ ગુસ્સે થયા. પોતાની માનહાનિ થઈ છે એવું વિચારી તે રિસાઈ ગયા. રાજા વિશ્વનંદીને આ જાણ થઈ એટલે તે રાણીને ખુશ કરવા વિચારવા લાગ્યા. અંતે કપટનીતિ કરી જાહેર કર્યું કે તેમના તાબા નીચેનો સામંત પુષસિંહ પ્રજાને ત્રાસ આપે છે તેથી તેની સાથે લડવા જવાનું છે. તે પોતે જ આ લડત માટે જવા તૈયાર થયો. જયારે ઉધાનમાં ક્રીડા કરતા વિશ્વભૂતિને આ સંદેશ મળ્યો ત્યારે તે તરત જ રાજસભામાં આવ્યા. સ્વભાવે તે સરળ હતા, એટલે આ વાત તેને સાચી લાગી. તેણે રાજાને વિનંતી કરી કે તે પોતે જ સામત સાથે લડવા જવા તૈયાર છે. આ પ્રમાણે નક્કી કરી તેણે સામંત સાથે લડવા પ્રયાણ કર્યું.
આ બાજુ વિશ્વભૂતિ ઉદ્યાનમાં નથી એમ જાણી વિશાખાનંદી સપરિવાર તે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. જયારે વિશ્વભૂતિ સામત પુરૂષસિંહ પાસે ગયો, ત્યારે વિશ્વનંદી રાજાની જાહેરાત તદન અસત્ય હતી એવી જાણ થઈ, એટલે એ ત્યાંથી પાછા ફરતા તે ઉદ્યાનમાં વિશ્વભૂતિ જયાં પ્રવેશ કરવા ગયા ત્યાંજ ઉદ્યાનપાલકે જણાવ્યું કે ત્યાં વિશાખાનંદી પરિવાર સહિત ક્રીડા કરતા હતા. ચતુર વિશ્વભૂતિ આખી યોજના બરાબર સમજી ગયા. તે અત્યંત ગુસ્સે થયા અને ત્યાં રહેલાં કોઠાનાં વૃક્ષ પર પોતાની મુકી વડે પ્રહાર કરતા વૃક્ષ પરનાં બધાં કોઠાં નીચે પડી ગયાં. ગુસ્સાથી તેમણે કહ્યું, "કુલમર્યાદા અને પિતા તરફની ભકિતના કારણે હું કાંઈ નથી કરતો, બાકી વિશાખાનંદીના પરિવારના મસ્તકો આ કોઠાનાં ફળની માફક જુદા કરી શકું." આમ કહેતા વિશ્વભૂતિએ વિચાર કર્યો "મારી વડીલો પ્રત્યે આટલી ભકિત અને તેઓ મારી સાથે કપટનીતિ વાપરે એ કેટલું યોગ્ય? ખરેખર! આ સંસાર આવી કપટજાળથી ભરેલો છે. આવા ક્ષણિક સુખ અને મોહ મારે ભોગવવાની જરૂર નથી."
આ રીતે સંસાર છોડી ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના સાથે તે પોતાના માતા-પિતા પાસે પહોંચ્યા. તેઓની || છે આજ્ઞા લઈ સંભૂતિ મુનિ પાસે ચારિત્ર ગ્રહજ્ઞ કર્યું. જયારે વિશ્વનંદી રાજાને આ જાણ થઈ ત્યારે તેઓ સપરિવાર હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org