SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ A આવ્યા અને પોતાની ભૂલની માફી માગી વિશ્વભૂતિને પાછા આવવા વિનંતી કરવા લાગ્યા, પરંતુ વિશ્વભૂતિ છે, મુનિવર સાંસારિક પ્રલોભનોથી છૂટવા માગતા હતા. અંતે ચારિત્રભાવે મોહભાવ પર વિજય મેળવ્યો. વિશ્વભૂતિ મુનિ મહાતપસ્વી અને જ્ઞાતા બન્યા. તપથી શરીર નબળુ બની ગયું હતું છતાં તેઓ પોતાના માર્ગમાં મક્કમ રહ્યાં. ગુરૂની આજ્ઞા લઈ તેઓ એકલા વિચરતા હતા. એક વખત મથુરાનગરીમાં માસક્ષમણના પારણે ગોચરી માટે ગયા. ત્યાં એ સમયે ત્યાંના રાજાની કુંવરીને પરણવા વિશાખનંદી પણ ગયા હતા. જયારે વિશ્વભૂતિ મુનિ નગરીમાં ગયા, ત્યારે વિશાખનંદીની છાવણી પાસેથી પસાર થયા. એ સમયે વિશાખનંદીના માણસોએ તેમને જોયા. તેઓએ વિશાખાનંદીને કહ્યું, "જો પેલા વિશ્વભૂતિ જાય" તેમને જોતા જ તેને અગાઉનો પ્રસંગ યાદ આવ્યો અને વેરની આગ આંખમાંથી ઝરવા લાગી. આ સમયે અચાનક વિશ્વભૂતિ મુનિવર એક ગાયની સાથે અથડાયા અને પડી ગયા."કોઠાના ફળોને પાડવાનું તારું બળ કયાં ગયું?" આવું કટાક્ષયુકત બોલી વિશાખનંદી હસવા લાગ્યા. આ સાંભળી ક્રોધ અને અભિમાનના કષાયો વિશ્વભૂતિના મન પર સવાર થયા. તરત જ કોઈ જાતનો વિચાર કર્યા વગર જ તે પોતાના બળની તાકાત બતાવવા માટે તૈયાર થયા. તેમણે ગાયને બે શીંગડાથી પકડી ખૂબ ઉંચે ઉછાળી પાછી બે હાથમાં ઝીલી લઈ નીચે મૂકી દીધી. આમ નિયાણું બાંધ્યું અને વિચાર્યું, "આ ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી હું ભવાંતરમાં ઘણા પરાક્રમવાળો થઈ આ વિશાખનંદીને ઠેકાણે પાડું." ક્રોધ અને અભિમાન સાધુ ભગવંતોને પણ નિયાણું બાંધવા માટે જવાબદાર છે તો સામાન્ય માણસોનું શું ? પરિણામ વિષે વિચાર કર્યા વગર જ બંધાતા કર્મોની જાળમાં ફસાયા પછી તેમાંથી બહાર નીકળવાનું શકય નથી. - વિશ્વભૂતિ મુનિવર લગભગ કરોડ વર્ષનું આયુષ્ય ભોગવી કાળધર્મ પામ્યા પરંતુ છેલ્લા વર્ષોમાં પણ તેમને પોતાના કૃત્યનો પસ્તાવો ન થયો. પાપની આલોચના વગર જ જીવનનો અંત આવે ત્યારે પછીના ભવોની સ્થિતિ દુષ્કર બને છે. આ રીતે નયસારના પ્રથમ ભવમાં બાંધેલા પુણ્ય કર્મે સમકિતની પ્રાપ્તિ કરનાર જીવે, મરિચિના ભવમાં કુળમદથી અનેકગણો સંસાર વધાર્યો અને આમ વિશ્વભૂતિના સોળમાં ભવે નિયાણું બાંધ્યું. ( ભય સત્તરમ | વિશ્વભૂતિ મુનિએ સાધુપણામાં તપની અદ્ભુત આરાધના કરી ઉપાર્જિત કરેલાં કર્મોને પરિણામે પછીના ભવમાં મહાશુક્ર નામના દેવલોકમાં દેવતા તરીકે જન્મ લીધો. ઉત્કૃષ્ટ સ્થિતિ અને દૈવી સુખોનાં સાધનો વચ્ચે તેમણે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભય અઢારમો આ ભરતક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં રિ!પ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતા. તેને ભદ્રા નામે રાણી હતા. અચલ નામે રાજકુમાર જે બલભદ્ર હતો. ભદ્રા રાણીને મૃગાવતી નામે સ્વરૂપવાન રાજકુમારી હતી. || જયારે યૌવનવય પામી ત્યારે મૃગાવતી વધુ સ્વરૂપવાન દેખાવા લાગી. રિપુપ્રતિશત્રુ રાજા પોતાની પુત્રીના યૌવન | અને રૂપાના આકર્ષણ પાછળ મોહાંધ બન્યો. પોતાની જ પુત્રીને પત્નીનાં રૂપે જોવા લાગ્યો. મોહ અને માયા કેવાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy