SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ભય છો ભારે કર્મી આત્મા પુણ્યકર્મના ઉદયથી અને કર્મની નિર્જરા દ્વારા હળવુંકર્મી બને ત્યારે નીચ યોનિમાં જન્મ ધારણ કરવાને બદલે ઉચ્ચગતિ પામે છે. અહીં મરિચિના જીવે પાંચમાં ભવ પછી કર્મની નિર્જરા દ્વારા મનુષ્યગતિમાં જન્મ ધારણ કર્યો. તે બ્રાહ્મણ કુળમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. વધુ ધન મેળવવા જેમ લોભી માણસ ઉધામા કરે છે અને જો તે ન મળે તો તેને ચેન પડતું નથી એ રીતે પુષ્પમિત્રે ઉચ્ચ સ્થિતિ મેળવવા પ્રયત્ન કરતા છેવટે ત્રિદંડીપણાનો સ્વીકાર કર્યો. આ વેષમાંજ બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. કર્મના પરિણામ કેવા નચાવે છે? પ્રથમ ભવે નયસાર તરીકે જે પ્રચંડ પૂણ્ય પ્રાપ્ત કર્યું, એ જીવ ત્રીજા ભવે મરિચિ તરીકે કુળમદ અને મિથ્યાધર્મના આચરણથી કેટલા ભવનું પરિભ્રમણ પ્રાપ્ત કરે છે! ભય સતર્થ પર આગળ વર્ણન કર્યા અનુસાર કર્મનાં પરિણામ સ્વરૂપે શ્રી મહાવીર સ્વામીનો જીવ મનુષ્ય અને દેવગતિમાં પરિભ્રમણ પામતો રહ્યો. આ મુજબ સાતમાં ભવે તેમણે મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે ઈશાન દેવલોકમાં જન્મ ધારણ કર્યો. આઠમાં ભાવમાં ચોસઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. આયુષ્યના છેલ્લા ભાગમાં ત્રિદંડીપણું સ્વીકારી આયુષ્ય પૂર્ણ કર્યું. નવમાં ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવતા થયાં. ફરી કર્મના પરિણામ સ્વરૂપે દેવલોકમાંથી અવીને મંદિર નામના સન્નિવેષમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળ અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયાં. આ ભવે પણ ત્રિદંડી વેષ ધારણ કર્યો. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી અગીયારમાં ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવતા થયા. દેવલોકમાં દૈવી સુખ ભોગવીને ત્યાંથી ચ્યવીને | બારમાં ભવે શ્વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા. આ કુળની રીતરસમ અનુસાર ભીક્ષાવૃત્તિનાં કર્તવ્યો કરી છેલ્લે ત્રિદંડીવેષ ધારણ કરી ચુંવાલીસ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું. પાપ-પુણ્યના બંધ પ્રમાણે જીવનું ચાર ગતિમાં સ્થાનાંતર થાય. તેરમાં ભવે માહેન્દ્ર નામે કલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે આયુષ્ય | પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને ચૌદમાં ભવે ફરીથી રાજગૃહ નામના નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામના બ્રાહ્મણ થયાં. અહીં પણ ત્રિદંડીવેષ ધારણ કરી, આયુષ્ય પૂર્ણ કર્યા પછી મનુષ્યગતિમાંથી દેગતિમાં જન્મ ધારણ કર્યો. પંદરમાં ભવે પાંચમાં દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવતા થયાં પછી ઘણાં ભવમાં પરિભ્રમણ મરિચિના ભવમાં કરેલા કુળમદનાં કારણે બંધાયેલ નીચગોત્રના પ્રભાવથી આ રીતે પંદર ભવ સુધી આત્માને મનુષ્યપણું ધારણ કર્યા છતાં ભિક્ષાવૃત્તિવાળા બ્રાહ્મણકુળમાં જન્મી ત્રિદંડીવેષ ધારણ કરવો પડયો. તેથી તે સમકિત અને સુગુરુ-સુધર્મ પામી શકયો નહીં. પુણ્ય અને પાપના અનેક વિભાગો તેમ જ તે પુણ્ય-પાપની તીવ્રતા કે મંદતા કેટલી છે તેનાં પરિણામે સુખ-દુઃખ અને જીવની ગતિ નક્કી થાય છે. સંસારમાં જીવનું ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે તેની પાછળનાં કર્મના સિદ્ધાંતોનું વિજ્ઞાન આ પ્રમાણે || અર્થઘટન કરે છે - પાપકર્મની તીવ્રતા અતિશય વધુ હોય, તો પરિણામ સ્વરૂપે તે જીવનું સ્થાન નરક ગતિમાં હોય છે (164. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy