SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ શિબિકામાંથી નીચે ઉતર્યા. સંસારના સુખોની જેમ એક પછી એક આભૂષણો દૂર કરતા પ્રભુને જોઈ નંદિવર્ધન અને કુટુંબીઓનાં કાળજા કંપી ઊઠયાં. ઇન્દ્ર પ્રભુ પર દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું. જ્યારે વર્ધમાન પ્રભુએ એક મુઠીમાં વાળ લીધા અને તે સરળતાથી ખેંચી લીધા, ત્યારે બધાની આંખમાં આંસુ આવી ગયાં. શાંત વાતાવરણમાં સંભળાતા ડૂસકાની વચ્ચે પ્રભુએ સર્વવિરતિ સામાયિકની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. આ રીતે ત્રીસ વર્ષની ઉંમરે માગસર વરદસમે છઠ્ઠની આરાધના સાથે વર્ધમાનકુમારમટીહવે શ્રમણભગવાન મહાવીરબન્યા. તરત જ તેમને મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. નંદિવર્ધન પ્રભુના પગમાં પડી ચોધાર આંસુએ રડવા લાગ્યા. પોતાથી નાનો ભાઈ વિરાગી બન્યા અને પોતે હજુ રાગી જ છે, એ વાતથી તેનું મન ભરાઈ ગયું. છેવટે પ્રભુએ ત્યાંથી જવા માટે તૈયારી કરી. આ રીતે કર્મરાજા સામેના સંધર્ષ માટે સજજ થયેલા પ્રભુને સહુએ વંદન કર્યું અને પોતપોતાનાં સ્થાને ગયા. દેવોએ નંદીશ્વર જઇ અકાઇ મહોત્સવ કર્યો. કર્મરાજાની જંજીરોમાં જકડાયેલો આત્મા હવે તેની સામે બાથ ભીડીને જ્ઞાતખંડમાંથી બહાર નીકળી ઇર્યાસમિતિપૂર્વક ચાલવા લાગ્યો. પ્રભુની વિકાસયાત્રા નયસારના ભવથી શરૂ થયેલી. ધીમે ધીમે અભિમન્યુના કોઠાની જેમ કર્મરાજાની પકડમાંથી મુકત થવા, અનંત રોગ અને ઉપાધિઓથી છૂટકારો મેળવવા અને નીચ ગોત્રમાં અનુભવેલાં દુઃખોથી મુક્તિ મેળવવા પ્રભુ તત્પર બન્યા. પ્રભુ ચાલતા ચાલતા કુમારગ્રામ સન્નિવેશે આવ્યા ત્યાં સોમ નામનો બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “હે સ્વામી ! આપે વરસીદાન દઇ લોકોનું દારિજ્ય દૂર કર્યું, પરંતુ એ સમયે હું એનાથી વંચિત રહ્યો છું, માટે આપના પાવન હાથે મારી પીડાને દૂર કરો.'' આ સાંભળી કરુણાના ધારક શ્રી મહાવીર પ્રભુએ દેવદૂષ્યવસ્ત્રમાંથી અડધું વસ્ત્ર આપી દીધું. તે વણકર પાસે ગયો. વણકરે તે વરત્રને બહુમૂલ્ય ગણાવી બીજો અર્ધો ભાગ લાવવા કહ્યું અને જો તે બન્ને ભાગને જોડશે, તો તેની બહુ મોટી કિંમત તેને મળશે એવી સલાહ આપી. પાછળથી તે મહાવીર પ્રભુની શોધમાં ફરવા લાગ્યો. તેર મહિના પછી તે વસ્ત્ર તેને કાંટામાં ભરાયેલું જોવા મળ્યું. તેણે તે તરત જ લઇ લીધું. વણકરે કહ્યા મુજબ તે બન્ને ભાગ એક કરી આપ્યા તેની બહુ મોટી કિંમત મળી તેથી બ્રાહ્મણનું દારિદ્રય ટળ્યું. આમ તો પ્રસંગ વસ્ત્રદાનનો મહિમા દર્શાવે છે, પરંતુ બીજા અર્થમાં જોઇએ તો બ્રાહ્મણવૃદ્ધથયો છતાં તેનામાં દારિદ્રતા હતી. ભગવાન મહાવીર પાસે માત્ર એક જ વસ્ત્ર હતું, છતાં તે ધનવાન હતા. ઉપરાંત દેવદુષ્ય એ જ્ઞાનનું પ્રતિક હતું. પહેલા ભગવાને અડધું જ્ઞાન આપ્યું અને તે બ્રાહ્મણે બાકીનું જ્ઞાન કાંટારૂપી મુશ્કેલીમાંથી પાર પામ્યા પછી મેળવ્યું. જ્ઞાન મેળવવા તપશ્ચર્યા પણ કરવી પડે છે, જે આ પ્રસંગ બતાવે છે. અધુરું જ્ઞાન જીવનમાં યોગ્ય નથી, એ પણ આ પ્રસંગનો અર્થ બતાવી શકાય. આ પ્રસંગ પછી પહેલા જ દિવસે પ્રભુ કાઉસગ્ગ ધ્યાને પ્રતિમા ધરીને રહ્યા. એ સમયે એક ગોવાળ આખો દિવસ બળદોને હંકારી થાકી ગયો હતો તે પોતાના બળદોને પ્રભુ પાસે સીમમાં છોડીને ગામમાં ગયો. મનમાં તેણે વિચાર્યું કે અહીં બળદો ચરશે ત્યાં હું ગામમાંથી પાછો આવી જઇશ. થોડા સમય પછી તે ગોવાળ પાછો આવ્યો ત્યારે તેણે તે સીમમાં પોતાના બળદોને જોયા નહીં. તેણે વિચાર્યું કે આ સાધુ જાણતા હશે તેથી તેણે પ્રભુને બળદો વિષે પૂછયું, પ્રભુ તો ધ્યાનમાં મગ્ન હતા. તેમણે મૌન રાખ્યું. ગોવાળે | વિચાર્યું, “આ સાધુ-મહાત્મા જાણતા હોય એવું લાગતું નથી.' તે પોતાના બળદોને શોધવા નીકળી પડ્યો. એ r u - ( 177) TTT T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy